Gir Somnath News/ માછલી પકડવા ગયેલાં પિતરાઈ ભાઈ-બહેન ખાડીમાં ડૂબ્યાં, 14 વર્ષની બાળકીનું મોત

ગીર સોમનાથના ઉના તાલુકાના પાલડીમાં માછલી પકડવા ગયેલાં પિતરાઈ ભાઈ-બહેન દરિયાની ખાડીમાં ડૂબ્યાં. સ્થાનિકોએ ભાઈને બચાવ્યો, જ્યારે 14 વર્ષની બાળકીનું (Girl Drowned in Sea Creek) મોત થયું.

Top Stories Gujarat Others Breaking News
Girl Drowned in Sea Creek: ખાડીમાં ડૂબતાં 14 વર્ષની બાળકીનો જીવ ગયો

Gir Somnath News: ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના પાલડી ગામે (Paladi Village) દરિયાની ખાડીમાં (Girl Drowned in Sea Creek) ડૂબી જતાં 14 વર્ષની બાળકીનું મોત થયું છે. બાળકી તેના પિતરાઈ ભાઈ અને અન્ય બાળકો સાથે માછલી પકડવા ગઈ હતી. આ દરમિયાન ભાઈ-બહેન બંને પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં. ઘટનાની જાણ થતાં સ્થાનિક યુવાનોએ ખાડીમાં કૂદી ભાઈને બચાવી લીધો હતો, જ્યારે લાંબી શોધખોળ બાદ બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.

Girl Drowned in Sea Creek: સ્થાનિક યુવાનોએ પિતરાઈ ભાઈને બચાવ્યો

મળતી માહિતી મુજબ, પાલડી ગામની 14 વર્ષીય વર્ષા દેવાભાઈ સોલંકી અને તેનો પિતરાઈ ભાઈ 14 વર્ષીય કમલેશ અરજણભાઈ સોલંકી અન્ય બાળકો સાથે દરિયાની ખાડીમાં માછલી પકડવા ગયાં હતાં. આ દરમિયાન બંને અચાનક પાણીમાં ગરકાવ થઈ જતાં આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક યુવાનો તાત્કાલિક ખાડીમાં કૂદી પડ્યા હતા અને ભારે જહેમત બાદ કમલેશને સલામત રીતે બહાર કાઢ્યો હતો. ત્યારબાદ તેને સારવાર માટે ઉના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

લાંબી શોધખોળ બાદ બાળકીનો મૃતદેહ મળ્યો

બીજી તરફ, પાણીમાં ગરકાવ થયેલી વર્ષાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. લાંબા સમયની શોધખોળ બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ તેને પણ ઉના સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. 14 વર્ષની બાળકીના મોતના (14 Year Old Girl Death) સમાચારથી પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. હોસ્પિટલમાં પરિવારજનોનાં હૈયાફાટ રુદનથી ગમગીની છવાઈ ગઈ હતી.

ઘટનાથી પાલડી ગામમાં શોકનો માહોલ

બનાવની જાણ થતાં જિલ્લા પંચાયતના સભ્ય હરિભાઈ સોલંકી, પૂર્વ સરપંચ કમલેશભાઈ સોલંકી સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉના સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. નાની ઉંમરે બાળકીના મોતથી સમગ્ર પાલડી ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.


આ પણ વાંચો: માછલીઓને દાણા નાખવા ગયા ને તળાવમાં ગરકાવ થયા બે વ્યક્તિ, પંડોળીમાં રેસ્ક્યૂ શરૂ

આ પણ વાંચો: અમરેલીના ખેરા ગામે પગ લપસતાં દરિયામાં ડૂબી જવાથી સગીરાનું મોત

આ પણ વાંચો: ગોરખપુરના સૂર્યકુંડ તળાવમાં 35 વર્ષીય યુવકનું ડૂબી જવાથી મોત, વીડિયો વાયરલ