Ahmedabad News/ ચાંગોદર નજીક ચોકલેટ ફેક્ટરીમાં ભીષણ આગ! એક શ્રમિકનું મોત, 1 લાખ લીટર પાણીનો મારો ચલાવાયો

Changodar Factory Fire: અમદાવાદના ચાંગોદર નજીક મટોડા GIDCની ચોકલેટ ફેક્ટરીમાં ભીષણ આગ લાગતાં એક શ્રમિકનું મોત થયું હતું. ફાયર વિભાગે ત્રણ કલાકમાં એક લાખ લીટર પાણીનો ઉપયોગ કરી આગ પર કાબૂ મેળવ્યો.

Top Stories Ahmedabad Gujarat
Changodar Factory Fire: ચાંગોદર નજીક 1 ચોકલેટ ફેક્ટરીમાં આગથી શ્રમિકનું મોત

Ahmedabad News: અમદાવાદના ચાંગોદર નજીક મટોડા GIDCમાં આવેલી ચોકલેટ બનાવતી કંપનીમાં ભીષણ આગની ઘટના (Changodar Factory Fire) બની છે. 6 નવેમ્બર, શુક્રવારે રાત્રે આશરે 9:20 વાગ્યે લાગેલી આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ દુર્ઘટનામાં એક શ્રમિકનું મોત થયું છે. ફાયર વિભાગે લગભગ ત્રણ કલાકની ભારે જહેમત બાદ આશરે એક લાખ લીટર પાણીનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો.

Changodar Factory Fire: ચોકલેટ ફેક્ટરીમાં અચાનક આગથી અફરાતફરી

મળતી માહિતી મુજબ, બાવળા-અમદાવાદ રોડ પર આવેલી મટોડા GIDCની ચોકલેટ ફેક્ટરીમાં રાત્રિના સમયે અચાનક આગ (Matoda GIDC Fire) લાગી હતી. આગ ઝડપથી ફેલાતાં કંપનીમાંથી કાળા ધુમાડાના ગોટા દૂર સુધી દેખાવા લાગ્યા હતા. આથી આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. ફાયર કર્મચારીઓએ આગને કાબૂમાં લેવા કામગીરી શરૂ કરી હતી. લગભગ ત્રણ કલાક સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.

Changodar Factory Fire: ચાંગોદર નજીક 1 ચોકલેટ ફેક્ટરીમાં આગથી શ્રમિકનું મોત
Changodar Factory Fire: ચાંગોદર નજીક 1 ચોકલેટ ફેક્ટરીમાં આગથી શ્રમિકનું મોત

આગમાં એક શ્રમિકનું મોત

આગ બુઝાવ્યા બાદ ફાયર વિભાગે કુલિંગની કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન એક શ્રમિકનો મૃતદેહ મળી આવ્યો (Ahmedabad Fire News) હતો. પ્રાથમિક માહિતી મુજબ, મૃતક મધ્યપ્રદેશનો વતની હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

Changodar Factory Fire: ચાંગોદર નજીક 1 ચોકલેટ ફેક્ટરીમાં આગથી શ્રમિકનું મોત
Changodar Factory Fire: ચાંગોદર નજીક 1 ચોકલેટ ફેક્ટરીમાં આગથી શ્રમિકનું મોત

ફેક્ટરીને મોટું નુકસાન, આગનું કારણ અકબંધ

આગની ઝપેટમાં આખો પ્લાન્ટ આવી જતાં મશીનરી, કાચો માલ અને ફેક્ટરીના માળખાને મોટું નુકસાન થયું હોવાની આશંકા (Gujarat Fire Incident) છે. નુકસાનનો ચોક્કસ આંકડો હજુ સામે આવ્યો નથી. બીજી તરફ, આગ કયા કારણોસર લાગી તે અંગે પણ સ્પષ્ટતા થઈ નથી.

ફાયર વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા કંપનીના સત્તાધીશો પાસેથી ફાયર NOC તેમજ ફાયર સેફ્ટીનાં સાધનો કાર્યરત હતાં કે નહીં તેની વિગતો માગવામાં આવી છે. તપાસમાં સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન અથવા બેદરકારી સામે આવશે તો કંપની મેનેજમેન્ટ સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.


આ પણ વાંચો: પંજાબમાં કર્મભૂમિ એક્સપ્રેસમાં ભીષણ આગ, જીવ બચાવવા ટ્રેનમાંથી કૂદ્યા મુસાફરો

આ પણ વાંચો: વાપીના સરીગામની ખાનગી કંપનીમાં ભીષણ આગ, 3 કલાકની જહેમત બાદ કાબૂ, સામી દિવાળીએ ભારે નુકસાન

આ પણ વાંચો: સુરતમાં ફટાકડાના સ્ટોલમાં ભીષણ આગ! રોકેટના ધડાકાથી કિરણ ચોકમાં અફરાતફરી