Ahmedabad News/ માતાના વર્તનથી કંટાળેલો 15 વર્ષનો સગીર પહોંચ્યો હાઇકોર્ટ! દાદા-દાદી સાથે રહેવા માગી સુરક્ષાની ગુહાર

Ahmedabad News: અમદાવાદમાં માતાના કથિત મારપીટ અને અમાનવીય વર્તનથી કંટાળેલા 15 વર્ષના સગીરે પોતાની સુરક્ષા માટે ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court)ના દ્વાર ખખડાવ્યા છે. સગીરે માતા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની સાથે મોરબીમાં રહેતા દાદા-દાદી સાથે રહેવાની પરવાનગી માગી છે. સગીરનો દાવો છે કે, દાદા-દાદી સાથે રહેતી વખતે તે પોતાને વધુ સુરક્ષિત અનુભવે છે. દાદી મારફતે […]

Top Stories Ahmedabad Gujarat
Gujarat High Court: 15 વર્ષના સગીરે માતાના કથિત ત્રાસ સામે માગ્યું રક્ષણ, હાઇકોર્ટ પહોંચ્યો | DISTURBING CASE

Ahmedabad News: અમદાવાદમાં માતાના કથિત મારપીટ અને અમાનવીય વર્તનથી કંટાળેલા 15 વર્ષના સગીરે પોતાની સુરક્ષા માટે ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court)ના દ્વાર ખખડાવ્યા છે. સગીરે માતા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની સાથે મોરબીમાં રહેતા દાદા-દાદી સાથે રહેવાની પરવાનગી માગી છે. સગીરનો દાવો છે કે, દાદા-દાદી સાથે રહેતી વખતે તે પોતાને વધુ સુરક્ષિત અનુભવે છે.

દાદી મારફતે દાખલ કરવામાં આવેલી બે અરજીઓની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ચાઇલ્ડ વેલ્ફેર કમિટી (Child Welfare Committee) અને અમદાવાદ શહેર પોલીસ સહિતના સંબંધિત સત્તાવાળાઓને નોટિસ પાઠવી છે. કોર્ટે 28 ડિસેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે.

Gujarat High Court: માતા ઘરકામ કરાવતી હોવાનો સગીરનો આક્ષેપ

અરજીમાં જણાવ્યા મુજબ, સગીરના માતા-પિતાના વર્ષ 2020માં છૂટાછેડા થયા હતા. ત્યારબાદ સગીરની કસ્ટડી (Child Custody Case) સરખેજ વિસ્તારમાં રહેતી માતા પાસે હતી. તેના પિતા નોકરી માટે આફ્રિકાના અંગોલામાં રહે છે, જ્યારે પિતૃપક્ષનાં દાદા-દાદી મોરબીમાં રહે છે.

સગીરે અરજીમાં આક્ષેપ કર્યો છે કે, છેલ્લા કેટલાક મહિનાથી માતા તેની સાથે મારપીટ અને અપમાનજનક વર્તન કરતી હતી. તેની પાસે ઘરકામ પણ કરાવવામાં આવતું હતું. વધુમાં, જ્યારે તે ઘરમાં એકલો હોય ત્યારે માતા વીજ કનેક્શન બંધ કરી દેતી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

છરીથી હુમલાનો પણ ગંભીર આક્ષેપ

અરજીમાં સગીરે એક પ્રસંગે માતાએ તેના પર છરી વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. આ ઘટનાને પગલે તેણે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો અને સરખેજ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ પણ આપી હતી. સગીરે માતા સામે ગુનો નોંધવાની માગ કરી હતી.

પોલીસ અને બાળ કલ્યાણ સમિતિની કાર્યવાહી સામે સવાલ

સગીરના જણાવ્યા પ્રમાણે, પોલીસ અને બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂઆત કર્યા બાદ પણ તેને જરૂરી સુરક્ષા મળી નહોતી. માત્ર નિવેદનો નોંધવામાં આવ્યાં હોવાનો અરજીમાં ઉલ્લેખ છે. ત્યારબાદ સગીર મોરબીમાં પોતાના દાદા-દાદી પાસે જતો રહ્યો હતો.

એડવોકેટ રફીક લોખંડવાલા મારફતે ગુજરાત હાઇકોર્ટમાં બે અલગ-અલગ અરજીઓ દાખલ કરવામાં આવી છે. તેમાં સત્તાવાળાઓએ જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટ (Juvenile Justice Act) અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હેઠળની પોતાની જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

દાદા-દાદી સાથે રહેવા અને માતા સામે FIRની માગ

પ્રથમ અરજીમાં સગીરે બાળ કલ્યાણ સમિતિને તેના શ્રેષ્ઠ હિત અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવા વિનંતી કરી છે. સાથે જ દાદી પાસે રહેવાની વ્યવસ્થા જાળવી રાખવા અને ત્યાંથી તેને અલગ ન કરવાનો આદેશ આપવા માગ કરવામાં આવી છે.

બીજી અરજીમાં સગીરે પોલીસને પોતાની લેખિત ફરિયાદના આધારે માતા સામે FIR નોંધવા અને તપાસ કરવાનો આદેશ આપવા હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરી છે. હવે હાઇકોર્ટે સંબંધિત સત્તાવાળાઓ પાસેથી જવાબ માગ્યો છે. આ મામલે આગામી કાર્યવાહી તેમના જવાબ બાદ આગળ વધશે.


આ પણ વાંચો: સોમનાથમાં નોનવેજ પર પ્રતિબંધ યથાવત: સુપ્રીમ કોર્ટનો હાઇકોર્ટને 2 મહિનામાં કેસ પતાવવાનો આદેશ

આ પણ વાંચો: ગુજરાત હાઇકોર્ટ અને CM ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી: 2 કલાકના અંતરે મળ્યા ઈ-મેઇલ

આ પણ વાંચો: ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો: રાજ્ય બહાર ધોરણ 10-12 ભણનારા વિદ્યાર્થીઓને MBBSમાં સ્ટેટ ક્વોટા નહીં