Tech and Auto/ બોક્સમાંથી પાર્ટ્સ કાઢી ફોન પરત કરતા ઠગો પર એપલની લગામ, સીલ તોડ્યા વિના અંદરનું બધું તપાસતું સ્કેનર તૈયાર

એપલે iPhone 18 પ્રોના રિફંડ ફ્રોડ રોકવા સીલ ખોલ્યા વિના બોક્સ તપાસતું સ્કેનર બનાવ્યું, જેનાથી લાગશે ઠગો પર લગામ

Breaking News Tech & Auto
iPhone

Tech and Auto:  એપલ કંપનીએ તેના આઇફોન(iPhone) 18 પ્રો લોન્ચ કર્યા પછી, ખાસ કરીને અમેરિકામાં કંપની એક નવી તકલીફનો સામનો કરી રહી છે. કેટલાક ઠગ લોકો આઇફોન ખરીદી, તેના ઘટકો બદલી, સીલબંધ પેક પરત કરી રિફંડ મેળવતા હતા. આ ગેરરીતિ રોકવા એપલે ‘પ્રેસ્ટો’ ટેકનોલોજી પર આધારિત એક ખાસ સ્કેનર બનાવ્યું છે.

iPhone : રિફંડ માટે સીલબંધ બોક્સમાં ગેરરીતિ

અમેરિકામાં એપલ રિટેઇલ સ્ટોર(Apple Retail Store)માંથી આઇફોન ખરીદ્યા પછી કેટલાક ઠગ લોકો કંપનીનું પેક ઓપન કરી, તેના ઇન્ટરનલ કોમ્પોનન્ટ કાઢી લઈને ફોન ફરીથી કંપનીના પેક જેવો જ સીલબંધ કરી લે છે. આવું બોક્સ રિટેઇલ સ્ટોરમાં પરત કરીને તેઓ કોઈને કોઈ બહાને કંપની પાસેથી ફૂલ રિફંડ માગે છે. કંપનીએ નોંધ્યું છે કે કેટલાક સ્ટોર પર બહુ મોટા પાયે આવી ગેરરીતિ ધ્યાનમાં આવી છે.

રિટર્ન બોક્સ ખોલવામાં મોટો પ્રોબ્લેમ

રિટેઇલ સ્ટોરમાં રિટર્ન થતા દરેક બોક્સને ખોલીને તેમાં બધું અકબંધ છે કે નહીં તે તપાસવામાં આવે છે, પરંતુ તેમાં પણ એક મોટો પ્રોબ્લેમ છે. જો કંપની રિટર્ન થતા દરેક સીલબંધ પેકને ખોલીને તપાસવા જાય, તો પછી કંપની તેને બ્રાન્ડ ન્યૂ ડિવાઇસ તરીકે વેચી શકે નહીં.

એપલનું નવું સ્કેનર કેવી રીતે કામ કરે છે

આના ઉપાય તરીકે એપલ કંપનીએ સીલબંધ બોક્સ સ્કેનર(Sealed Box Scanner) ડેવલપ કર્યું છે. આ સ્કેનરની મદદથી રિટર્ન કરવામાં આવતા સીલબંધ બોક્સનું સીલ અકબંધ રાખીને બહારથી જ સ્કેનિંગ કરવામાં આવે છે. આ સ્કેનિંગમાં પરખાઈ આવે છે કે બોક્સની અંદર ફોન અને તેના બધા પાર્ટ અકબંધ છે કે નહીં. હવે કોઈ જેન્યુઇન બાયર આઇફોન ખરીદ્યા પછી મન બદલાતાં ખોલ્યા વિનાનું બોક્સ પરત કરે, તો સ્ટાફ સ્કેન કરીને બધું બરાબર હોવાની ખાતરી કરે છે, ગ્રાહકને રિફંડ આપે છે અને બોક્સ સીધું શેલ્ફ પર પરત વેચવા માટે મૂકી શકે છે.

પ્રેસ્ટો ટેકનોલોજી અને iOS અપડેટ

આ સ્કેનર એપલની પોતાની ‘પ્રેસ્ટો’ નામની ટેકનોલોજી પર આધારિત છે. આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એપલે એવી વાયરલેસ સિસ્ટમ ડેવલપ કરી છે, જેની મદદથી અગાઉ બોક્સમાં સીલપેક થઈ ગયેલા આઇફોનમાંની ઓપરેટિંગ સિસ્ટમ લેટેસ્ટ iOS અપડેટ(iOS Update) સાથે અપડેટ કરી શકાય છે, તે પણ પેકનું સીલ ખોલ્યા વિના. iPhone 18 પ્રો(iPhone 18 Pro)ના રિફંડ ફ્રોડને રોકવામાં આ ટેકનોલોજી મહત્વની સાબિત થઈ શકે છે.


આ પણ વાંચો: Apple Watchમાં પ્રાઇવસી કેટલી સુરક્ષિત? AI ફીચર યુઝર્સની વાતચીત સાંભળતું હોવાના દાવાથી ખળભળાટ
આ પણ વાંચો: Appleના ભારતમાં નવા એપલકેર પ્લસ કવરેજ વિકલ્પો
આ પણ વાંચો: ભારતમાં Google અને Apple એપ Store પરથી ઘણી VPN એપ દૂર કરવામાં આવી