Mahisagar News/ સંતરામપુરના મોટી કયા ગામે ભાઈ બન્યો ભાઈનો હત્યારો, લગ્ન ન કરાવતા હોવાના મુદ્દે માથામાં ઈજાઓ પહોંચાડી

મહીસાગરમાં(Mahisagar Murder Case) લગ્નના વિવાદમાં નાના ભાઈએ મોટા ભાઈ પર હુમલો કરી હત્યા કરી, સંતરામપુર પોલીસે આરોપીની ધરપકડ કરી

Gujarat Others Breaking News
Mahisagar Murder Case

Mahisagar News: મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના મોટી કયા ગામે દિવાળીના તહેવાર દરમિયાન ચકચારી ઘટના(Mahisagar Murder Case) ઘટી છે. ભાઈ-ભાઈના સંબંધને કલંકિત કરતી આ ઘટનામાં લગ્ન કરાવી આપવાની વાતને લઈને થયેલા વિવાદમાં નાના ભાઈએ મોટા ભાઈ વિનોદભાઈ તાવિયાડ પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. ગંભીર ઈજાઓ બાદ મોટા ભાઈનું મોત નીપજ્યું હતું. સંતરામપુર પોલીસે હત્યાના આરોપી નાના ભાઈની ધરપકડ કરી છે.

Mahisagar Murder Case : “મારા લગ્ન કેમ નથી કરાવતા?”

મળતી માહિતી મુજબ, મોટી કયા ગામ(Moti Kaya Village)ના વિનોદભાઈ તાવિયાડ પોતાની દુકાનેથી ત્યાં કામ કરતા એક વ્યક્તિ સાથે ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન તેમના નાના ભાઈ ચેતન તાવિયાડે તેમના પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. ફરિયાદ અનુસાર, “મારા લગ્ન કેમ નથી કરાવતા?” તેમ કહી ચેતને વિનોદભાઈના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

મૃતદેહ નજીકની નદીમાંથી મળી આવ્યો

ઘટના બાદ વિનોદભાઈનો મૃતદેહ નજીકની નદીમાંથી મળી આવ્યો હતો. બનાવને પગલે દિવાળીના તહેવાર દરમિયાન પરિવાર અને ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આ મામલે સંતરામપુર પોલીસ(Santrampur Police)એ ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી ચેતન તાવિયાડની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા ઘટનાની વધુ તપાસ કરવામાં આવી રહી છે. ભાઈની હત્યા(Brother Murder)ના આ કેસમાં પોલીસ તમામ પાસાંની તપાસ કરી રહી છે.


આ પણ વાંચો:ધંધુકામાં જૂની અદાવતમાં નાના ભાઈની હત્યા! બોલેરોથી બુલેટને ટક્કર મારી 6 શખ્સોનો હુમલો
આ પણ વાંચો:રામગઢમાં જમીનના વિવાદમાં નાના ભાઈની હત્યા, મોટા ભાઈની ધરપકડ
આ પણ વાંચો:સૂરતમાં સંપત્તિના વિવાદે લીધો ભયાનક વળાંક, માતા-નાના ભાઈની હત્યા