Gandhinagar News : ગાંધીનગરની SMVS હોસ્પિટલમાં મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. હોસ્પિટલના બેઝમેન્ટમાં મહિલા સ્ટાફ મેમ્બરની બેગમાં ઝેરી કાળોતરો સાપ(Gandhinagar Snake Rescue) ઘૂસી ગયો હતો. બેગમાં રાખેલા હાથરૂમાલની અંદર સાપ છુપાઈને બેઠો હતો.
Gandhinagar Snake Rescue: બેગમાં હાથ નાખે તે પહેલાં જ સાપની જાણ થઈ
મહિલા કર્મચારીને જ્યારે બેગમાંથી હાથરૂમાલ કાઢવાની જરૂર પડી, ત્યારે તેણે બેગમાં હાથ નાખે તે પહેલાં જ અંદર સાપ હોવાની જાણ થઈ હતી. આ વાત સામે આવતાં જ SMVS હોસ્પિટલ(SMVS Hospital)ના સ્ટાફમાં ફફડાટ ફેલાયો હતો અને બેગથી દૂર રહેવા સૂચના આપવામાં આવી હતી. સદનસીબે સાપની હાજરીની જાણ સમયસર થઈ જતાં સંભવિત દુર્ઘટના ટળી હતી.
પ્રદીપ સોલંકીએ કર્યું સાપનું રેસ્ક્યૂ
ઘટનાની જાણ થતાં જ પર્યાવરણપ્રેમી અને સાપનું રેસ્ક્યૂ કરતા પ્રદીપ સોલંકી(Pradip Solanki)ને બોલાવવામાં આવ્યા હતા. તેઓ તાત્કાલિક હોસ્પિટલના બેઝમેન્ટમાં પહોંચ્યા હતા. શરૂઆતમાં બેગમાં સાપ ક્યાં છુપાયો છે તેની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બેગના સાઇડના ખાનામાંથી સાપ મળી આવ્યો હતો.
હાથરૂમાલમાં છુપાયેલા સાપને કાઢવામાં રાખી સાવચેતી
સાપ હાથરૂમાલની અંદર છુપાઈને બેઠો હોવાથી તેને બહાર કાઢતી વખતે ખાસ સાવચેતી રાખવાની જરૂર હતી. કાળોતરો સાપનું રેસ્ક્યૂ(Cobra Rescue) કરતી વખતે હોસ્પિટલના સ્ટાફમાં પણ આ ઘટનાને લઈને ચિંતા જોવા મળી હતી. રેસ્ક્યૂ બાદ સાપને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: પતિની હત્યા કરી સાપ કરડ્યાનું નાટક! પત્ની અને પ્રેમીને ફાંસીની સજા
આ પણ વાંચો: સુરતમાં સાપે બે વખત ડંખ માર્યો, કારખાનેદારે લાકડીથી સાપને મારી નાખ્યો; મૃત સાપ સાથે હોસ્પિટલ પહોંચ્યો
આ પણ વાંચો: શાહરૂખ ખાનના ‘મન્નત’માં ઘૂસ્યો 8 ફૂટ લાંબો સાપ, રેસ્ક્યૂ ટીમે બહાર કાઢ્યો
