World News/ ટ્રમ્પ પાસે મોટા નિર્ણયો લેવાની છેલ્લી તક, આજથી શરૂ થશે અમેરિકી સંસદનું સત્ર

અમેરિકી સંસદનું નવું સત્ર શરૂ થતાં ટ્રમ્પ પાસે પોતાના એજન્ડાને આગળ વધારવા માટે લગભગ બે મહિના બાકી છે. જાન્યુઆરી 2027થી ડેમોક્રેટ્સની બહુમતી ધરાવતી નવી સંસદ કાર્યભાર સંભાળશે.

Top Stories World
Trump Agenda: ટ્રમ્પ પાસે મોટા નિર્ણયો માટે માત્ર 2 મહિના, સંસદનું સત્ર શરૂ

World News: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે આગામી બે મહિના રાજકીય રીતે અત્યંત મહત્વપૂર્ણ બનવાના છે. અમેરિકી સંસદનું નવું સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે અને રિપબ્લિકન પાર્ટી બંને ગૃહોમાં પોતાની બહુમતી ગુમાવી ચૂકી છે. જોકે, નવી સંસદ જાન્યુઆરી 2027માં કાર્યભાર સંભાળે ત્યાં સુધી વર્તમાન સાંસદો જ સંસદનું કામકાજ સંભાળશે. આવી સ્થિતિમાં ટ્રમ્પ પાસે પોતાની સરકારના મહત્વપૂર્ણ એજન્ડાને આગળ વધારવા માટે મર્યાદિત સમય બચ્યો છે.

3 જાન્યુઆરી 2027થી ડેમોક્રેટિક પાર્ટીની બહુમતી ધરાવતી નવી સંસદ કાર્યભાર સંભાળશે. ત્યારબાદ ટ્રમ્પ માટે પોતાના નિર્ણયો અને નીતિઓને સંસદની મંજૂરી અપાવવી વધુ મુશ્કેલ બની શકે છે. તેથી આગામી લગભગ બે મહિના (Trump Agenda) માટે નિર્ણાયક માનવામાં આવી રહ્યા છે. બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર, ટ્રમ્પ વહીવટીતંત્ર આ સમયગાળામાં કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ઝડપથી નિર્ણય લેવાનો પ્રયાસ કરી શકે છે.

ઈરાન યુદ્ધ માટે વધારાના ભંડોળની તૈયારી

ટ્રમ્પ સામે હાલમાં સૌથી મોટા મુદ્દાઓમાંથી એક ઈરાન યુદ્ધ છે. (Trump Iran War) લાંબું ચાલે છે તો અમેરિકાને હથિયારો, સૈનિકો અને અન્ય સૈન્ય સાધનો પાછળ વધુ ખર્ચ કરવો પડી શકે છે.

આવી સ્થિતિમાં રિપબ્લિકન સાંસદો ઈરાન યુદ્ધ માટે વધારાનું ભંડોળ ઉપલબ્ધ કરાવવા માટે વધુ એક બજેટ પેકેજ લાવવાનો પ્રયાસ કરી શકે છે. સૈન્ય અભિયાન ચાલુ રહેવા પર સરકાર માટે વધારાના નાણાંની જરૂરિયાત ઊભી થઈ શકે છે. તેથી આ મુદ્દો ટ્રમ્પ સરકારની પ્રાથમિકતાઓમાં સામેલ થઈ શકે છે.

સૈન્ય અને હથિયારો સાથે જોડાયેલા કાયદા પર નજર

Trump Agenda: ટ્રમ્પ પાસે મોટા નિર્ણયો માટે માત્ર 2 મહિના, સંસદનું સત્ર શરૂ
Trump Agenda: ટ્રમ્પ પાસે મોટા નિર્ણયો માટે માત્ર 2 મહિના, સંસદનું સત્ર શરૂ

રિપબ્લિકન સાંસદો સંરક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા કાયદાઓને પણ મંજૂરી અપાવવાનો પ્રયાસ કરી શકે છે. તેમાં અમેરિકન સૈન્યની જરૂરિયાતો, નવા હથિયારોની ખરીદી અને વિવિધ સૈન્ય કાર્યક્રમો માટે જરૂરી નાણાંનો સમાવેશ થઈ શકે છે. (Trump Defense Policy) અંતર્ગત આ મુદ્દાઓને આગામી બે મહિનામાં આગળ વધારવા માટે ટ્રમ્પ વહીવટીતંત્ર પ્રયાસ કરી શકે છે.

ટ્રમ્પ વહીવટીતંત્ર માટે આગામી બે મહિના દરમિયાન આવા કાયદાઓ પસાર કરાવવાનું મહત્વપૂર્ણ રહેશે. નવી સંસદમાં ડેમોક્રેટ્સની બહુમતી આવ્યા બાદ સંરક્ષણ અને સૈન્ય ખર્ચ સાથે જોડાયેલા મુદ્દાઓ પર વધુ ચર્ચા અને વિરોધ જોવા મળી શકે છે.

આગામી નાણાકીય વર્ષનું બજેટ પણ મહત્વનું

અમેરિકી સરકારના આગામી નાણાકીય વર્ષ માટેનું બજેટ પણ રિપબ્લિકન સાંસદોની મહત્વપૂર્ણ પ્રાથમિકતા બની શકે છે. Trump Budget Plan હેઠળ સરકાર આગામી વર્ષમાં વિવિધ વિભાગો અને યોજનાઓ પાછળ કેટલો ખર્ચ કરશે તે નક્કી કરવામાં આવશે.

આ બજેટમાં સંરક્ષણ, સરકારી વિભાગો અને વિવિધ કલ્યાણકારી યોજનાઓ માટેના ખર્ચની જોગવાઈઓ સામેલ રહેશે. રિપબ્લિકન સાંસદો ઇચ્છી શકે છે કે નવી સંસદ કાર્યભાર સંભાળે તે પહેલાં બજેટ સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણયો પૂર્ણ કરી લેવામાં આવે.

ખેડૂતો અને ઓછી આવક ધરાવતા પરિવારો માટેની યોજનાઓ

Trump Agenda: ટ્રમ્પ પાસે મોટા નિર્ણયો માટે માત્ર 2 મહિના, સંસદનું સત્ર શરૂ
Trump Agenda: ટ્રમ્પ પાસે મોટા નિર્ણયો માટે માત્ર 2 મહિના, સંસદનું સત્ર શરૂ

અમેરિકી સંસદમાં ખેડૂતો અને ઓછી આવક ધરાવતા પરિવારો સાથે જોડાયેલી યોજનાઓ પર પણ નિર્ણય લેવાઈ શકે છે. (Trump Farm Aid)  અંતર્ગત ખેડૂતોને મળતી સરકારી આર્થિક સહાય, ખાદ્ય સહાય અને જરૂરિયાતમંદ પરિવારો માટેના પોષણ કાર્યક્રમો જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.

રિપબ્લિકન સાંસદો આ યોજનાઓ સાથે જોડાયેલી કેટલીક જોગવાઈઓને આગળ વધારવાનો પ્રયાસ કરી શકે છે. જો આ મુદ્દાઓ પર સમયસર નિર્ણય નહીં લેવાય તો નવી સંસદ જાન્યુઆરી 2027 બાદ ફરીથી આ બાબતો પર વિચાર કરી શકે છે.

સંસદની મંજૂરી વિના પણ ટ્રમ્પ પાસે કેટલાક વિકલ્પો

રિપબ્લિકન પાર્ટી બંને ગૃહોમાં બહુમતી ગુમાવી ચૂકી હોવા છતાં ટ્રમ્પ પાસે કેટલાક એવા સત્તાકીય વિકલ્પો છે, જેના દ્વારા તેઓ સંસદમાં નવા કાયદા પસાર કરાવ્યા વિના પણ પોતાની નીતિઓને આગળ વધારી શકે છે. Trump Executive Power દ્વારા ટ્રમ્પ કેટલાક મહત્વપૂર્ણ નીતિગત નિર્ણયો સંસદીય મંજૂરી વિના અમલમાં મૂકવાનો પ્રયાસ કરી શકે છે.

રોયટર્સના અહેવાલ અનુસાર, ટ્રમ્પ વહીવટીતંત્ર આ પ્રકારના વિકલ્પો અંગે એપ્રિલથી જ તૈયારી કરી રહ્યું છે. ચીફ ઓફ સ્ટાફ સ્ટીફન મિલર, બજેટ ડિરેક્ટર રસેલ વોટ અને વ્હાઇટ હાઉસના વકીલો એવા રસ્તાઓ શોધી રહ્યા છે, જેના દ્વારા ડેમોક્રેટ્સની બહુમતી ધરાવતી સંસદ હોવા છતાં ટ્રમ્પ પોતાના એજન્ડા પર કામ કરી શકે.

ટેરિફ નીતિમાં થઈ શકે છે ફેરફાર

ટ્રમ્પ વહીવટીતંત્ર અન્ય દેશોમાંથી આયાત થતી વસ્તુઓ પર નવા ટેરિફ લગાવવા અથવા હાલના ટેરિફમાં ફેરફાર કરવા જેવા વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે. મહત્વપૂર્ણ ખનિજો અને પવન ઊર્જા સાથે જોડાયેલી વસ્તુઓ પર પણ શુલ્ક લગાવવાના વિકલ્પો ચર્ચામાં હોવાનું જણાવાયું છે.

ટ્રમ્પ અગાઉ પણ ટેરિફને પોતાની આર્થિક અને વેપાર નીતિનો મહત્વપૂર્ણ ભાગ બનાવી ચૂક્યા છે. તેથી આગામી સમયમાં ટેરિફ નીતિમાં વધુ ફેરફાર થાય છે કે નહીં તેના પર દુનિયાભરના બજારો અને વેપાર ક્ષેત્રની નજર રહેશે.

વીઝા નિયમો વધુ કડક થઈ શકે

ટ્રમ્પ વહીવટીતંત્ર વિદેશી વિદ્યાર્થીઓ અને અસ્થાયી ધોરણે અમેરિકામાં કામ કરવા આવતા લોકો માટેના વીઝા નિયમોને વધુ કડક બનાવવાના વિકલ્પો પર પણ વિચાર કરી રહ્યું છે.

જો આવા નિયમોમાં ફેરફાર કરવામાં આવે તો વિદેશી વિદ્યાર્થીઓ, કામદારો અને અમેરિકન કંપનીઓ પર તેની અસર પડી શકે છે. ખાસ કરીને વિદેશી પ્રતિભા પર નિર્ભર ક્ષેત્રોમાં આ મુદ્દો મહત્વપૂર્ણ બની શકે છે.

આવાસ અને સરકારી ખર્ચમાં ફેરફાર

ઘરોની કિંમતો ઘટાડવા અને મકાન બાંધકામ સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર કરવાના વિકલ્પો પણ ટ્રમ્પ વહીવટીતંત્ર તપાસી રહ્યું છે. આ ઉપરાંત સરકારી વિભાગોને મળતા નાણાં અને વિવિધ યોજનાઓમાં ખર્ચ કરવાની રીતમાં ફેરફાર કરવાનો પણ પ્રયાસ થઈ શકે છે.

આ તમામ મુદ્દાઓ (Trump Agenda) ને આગળ વધારવા માટે આગામી બે મહિનામાં વહીવટીતંત્રની પ્રાથમિકતાઓ બની શકે છે.

જાન્યુઆરીમાં બદલાઈ જશે સંસદનું ગણિત

3 જાન્યુઆરી 2027ના રોજ નવી સંસદ કાર્યભાર સંભાળશે. બપોરે 12 વાગ્યાથી 120મી અમેરિકન કોંગ્રેસ અસ્તિત્વમાં આવશે. પ્રતિનિધિ સભાના નવા સભ્યો શપથ લેશે અને સ્પીકરની ચૂંટણી થશે. સેનેટના નવા સભ્યો પણ શપથ લેશે.

નવી સંસદમાં ડેમોક્રેટ્સને બંને ગૃહોની સમિતિઓ પર નિયંત્રણ મળી જશે. ત્યારબાદ તેઓ ટ્રમ્પ વહીવટીતંત્રના નિર્ણયો અને નીતિઓની તપાસ કરી શકશે. સરકારી અધિકારીઓને પૂછપરછ માટે બોલાવવા અને વિવિધ દસ્તાવેજોની માંગણી કરવાની સત્તા પણ સમિતિઓ પાસે રહેશે.

આ ઉપરાંત ટ્રમ્પ દ્વારા કરવામાં આવતી મહત્વપૂર્ણ સરકારી નિમણૂકોને રોકવા અથવા તેમાં વિલંબ કરવો પણ ડેમોક્રેટ્સ માટે વધુ સરળ બની શકે છે. ખાસ કરીને સેનેટમાં બહુમતી મળવાથી મોટા સરકારી પદો પર થતી નિમણૂકોમાં ડેમોક્રેટ્સની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે.

ઈરાન નીતિ પર ટ્રમ્પ સામે વધશે દબાણ

નવી સંસદ કાર્યભાર સંભાળ્યા બાદ ડેમોક્રેટ્સ ટ્રમ્પની વિદેશ નીતિ અને ખાસ કરીને ઈરાન યુદ્ધને લઈને સરકાર પર દબાણ વધારી શકે છે. તેઓ યુદ્ધ માટેના ભંડોળ, સૈન્ય કાર્યવાહી અને અમેરિકાની વિદેશ નીતિ અંગે સવાલ ઉઠાવી શકે છે.

આથી ટ્રમ્પ માટે વર્તમાન સંસદનું સત્ર ખૂબ મહત્વપૂર્ણ બની ગયું છે. આગામી બે મહિના દરમિયાન તેઓ પોતાના મહત્વપૂર્ણ એજન્ડાને કેટલો આગળ વધારી શકે છે તેના પર અમેરિકાની આંતરિક રાજનીતિની દિશા પણ નિર્ભર રહી શકે છે.


આ પણ વાંચો:‘માથામાં અવાજ આવે છે, ટ્રમ્પને મારી નાખ…’: વ્હાઇટ હાઉસ બહારથી યુવકની શસ્ત્રો સાથે ધરપકડ

આ પણ વાંચો:10 વર્ષ બાદ અમેરિકા પહોંચ્યા શી જિનપિંગ, ટ્રમ્પે એરપોર્ટ પર કર્યું ખાસ સ્વાગત

આ પણ વાંચો:ટ્રમ્પને મળી હનુમાન ચાલીસા, વ્હાઇટ હાઉસમાં દિવાળીની ઉજવણી