uttarpradesh news/ યુપીમાં ભાજપનો મોટો નિર્ણય! 209 ઉમેદવારોની યાદી દિલ્હી મોકલાઈ

ભાજપે 209 સંભવિત ઉમેદવારોનાં નામ (BJP UP Candidates)ને અંતિમ સ્વરૂપ આપીને મંજૂરી માટે દિલ્હી મોકલી દીધાં છે.

Top Stories India
ભાજપે 209 સંભવિત ઉમેદવારોનાં નામ (BJP UP Candidates)ને અંતિમ સ્વરૂપ આપીને મંજૂરી માટે દિલ્હી મોકલી દીધાં છે

Uttarpradesh News : ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીને (Uttar Pradesh Election)ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી (BJP)એ અત્યારથી જ ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે. આ દરમિયાન લખનૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપે 209 સંભવિત ઉમેદવારોનાં નામ (BJP UP Candidates)ને અંતિમ સ્વરૂપ આપીને મંજૂરી માટે દિલ્હી મોકલી દીધાં છે.ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલાં જ પાર્ટીએ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી છે.

અહેવાલો અનુસાર, ભાજપે આ 209 નામોને કેટેગરી-A હેઠળ રાખ્યાં છે. પાર્ટીના પ્રદેશ સ્તરના નેતાઓ દ્વારા ચર્ચા અને વિચારણા કર્યા બાદ આ યાદી તૈયાર કરવામાં આવી હોવાનું કહેવાય છે. હવે આ નામો પર પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વની મહોર લાગવાની બાકી છે.

209 ઉમેદવારોની યાદી દિલ્હી મોકલાઈ

ઉત્તર પ્રદેશ ભાજપે તૈયાર કરેલી 209 ઉમેદવારોની યાદી લખનૌથી દિલ્હી (BJP UP Candidates)મોકલી છે. આ તમામ નામોને પ્રાથમિકતા સાથે કેટેગરી-Aમાં સામેલ કરવામાં આવ્યા છે. હવે પાર્ટીના ટોચના નેતાઓ આ નામો પર અંતિમ નિર્ણય લેશે. કેન્દ્રીય નેતૃત્વની મંજૂરી મળ્યા બાદ સંબંધિત ઉમેદવારોને ચૂંટણીની તૈયારી શરૂ કરવાની લીલીઝંડી મળી શકે છે.

યોગી આદિત્યનાથની મંજૂરી બાદ નામ નક્કી કરાયાં

અહેવાલો પ્રમાણે, ઉમેદવારોનાં નામ નક્કી કરવાની પ્રક્રિયામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath)ની સંમતિ પણ લેવામાં આવી છે. પ્રદેશ સ્તરે ચર્ચા કર્યા બાદ તૈયાર થયેલી યાદીને દિલ્હી મોકલવામાં આવી છે. હવે કેન્દ્રીય નેતૃત્વની મંજૂરી બાદ જ ઉમેદવારોનાં નામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.

ઉમેદવારોને ચૂંટણીની તૈયારી માટે મળશે સમય

ભાજપની આ કવાયત પાછળનો મુખ્ય હેતુ ઉમેદવારોને અગાઉથી ચૂંટણીની તૈયારી માટે પૂરતો સમય આપવાનો હોવાનું માનવામાં આવે છે. ટિકિટની જાહેરાત વહેલી થાય તો ઉમેદવારો પોતાના મતવિસ્તારમાં જનસંપર્ક વધારી શકે છે અને સ્થાનિક સ્તરે સંગઠનને મજબૂત બનાવી શકે છે.

યુપીમાં હેટ્રિક માટે ભાજપ એક્શન મોડમાં

ઉત્તર પ્રદેશમાં ફરી સત્તા મેળવવા માટે ભાજપે અત્યારથી જ સંગઠનાત્મક તૈયારીઓ (BJP Election Preparation)શરૂ કરી દીધી છે. દિવાળી બાદ પાર્ટીની રાજકીય ગતિવિધિઓમાં પણ તેજી જોવા મળી રહી છે. 209 ઉમેદવારોનાં નામ દિલ્હી મોકલવાની કવાયતને ચૂંટણીની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. જોકે, આ યાદીમાં સામેલ નામોને કેન્દ્રીય નેતૃત્વની સત્તાવાર મંજૂરી મળ્યા બાદ જ ઉમેદવારી અંગે સ્પષ્ટતા થશે.

SIR મુદ્દે અખિલેશ યાદવ પર યોગીનો પ્રહાર

ઉત્તર પ્રદેશમાં મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ને લઈને રાજકીય નિવેદનબાજી તેજ બની છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પર નિશાન સાધ્યું છે. એક હિન્દી ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં યોગીએ દાવો કર્યો કે અખિલેશ યાદવ હવે SIR પ્રક્રિયાનો વિરોધ નહીં કરે, કારણ કે તેમને તેમાં પોતાના રાજકીય ફાયદાની શક્યતા દેખાઈ રહી છે.

યોગી આદિત્યનાથના જણાવ્યા અનુસાર, SIR દરમિયાન મુસ્લિમ મતદારોની સંખ્યામાં 1.63 ટકાનો વધારો નોંધાયો છે. બીજી તરફ, 1.27 કરોડ હિન્દુ મતદારોનાં નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યાં હોવાનો તેમણે દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે આ મુદ્દે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ પણ કરવામાં આવી છે. જોકે, અખિલેશ યાદવ આ મામલે ફરિયાદ નોંધાવશે નહીં, કારણ કે તેમને મતદારોની સંખ્યામાં થયેલો વધારો પોતાના પક્ષ માટે ફાયદાકારક લાગી રહ્યો છે.

2027ની ચૂંટણીને 80-20ની લડાઈ ગણાવી

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશની 2027ની વિધાનસભા ચૂંટણીને 80-20ની સ્પર્ધા તરીકે રજૂ કરી હતી. તેમના મતે, રાજ્યના 80 ટકા મતદારો સુરક્ષા, સુશાસન અને વિકાસના મુદ્દાઓ પર ભાજપ તથા NDAની સાથે છે, જ્યારે બાકીના 20 ટકા મતદારો વિરોધ પક્ષ તરફ ઝુકાવ ધરાવે છે. આ નિવેદન દ્વારા તેમણે આગામી ચૂંટણીમાં ભાજપની સ્થિતિ મજબૂત હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

‘બટેંગે તો કટેંગે’ સૂત્રનો ફરી કર્યો બચાવ

ઇન્ટરવ્યૂ દરમિયાન યોગી આદિત્યનાથે ‘બટેંગે તો કટેંગે’ના સૂત્રનો પણ બચાવ કર્યો હતો. તેમણે સ્પષ્ટતા કરી કે આ સૂત્રનો હેતુ કોઈ પ્રકારનું ધ્રુવીકરણ કરવાનો નથી, પરંતુ સમાજને ઇતિહાસમાંથી બોધપાઠ લેવાનો સંદેશ આપવાનો છે.

યોગીના મતે, જાતિ, પ્રદેશ અને ભાષાના આધારે સમાજમાં ભાગલા પડશે તો તેનું નુકસાન સૌને ભોગવવું પડશે. જ્યારે એકતા જળવાશે ત્યારે સમાજ વધુ મજબૂત અને સુરક્ષિત બની શકશે. આમ, SIRથી લઈને આગામી વિધાનસભા ચૂંટણી સુધીના મુદ્દાઓ પર યોગી આદિત્યનાથનાં નિવેદનોથી ઉત્તર પ્રદેશનું રાજકીય વાતાવરણ ગરમાયું છે.


આ પણ વાંચો: સપાના 3 ધારાસભ્યો ભાજપમાં, અખિલેશ યાદવને ચૂંટણી પહેલાં ઝટકો

આ પણ વાંચો: યુપી ચૂંટણી પહેલાં BJPનું ડેમેજ કંટ્રોલ, અદિતિ સિંહથી સંજય નિષાદ સુધી નેતાઓ સાથે મુલાકાતો

આ પણ વાંચો: સપાના 3 ધારાસભ્યો ભાજપમાં, અખિલેશ યાદવને ચૂંટણી પહેલાં ઝટકો