Ahmedabad News/ અમદાવાદીઓને ટ્રાફિકમાંથી મોટી રાહત, કર્ણાવતીથી સરખેજ-સાણંદ ચોકડી સુધીનો 6 લેન ઓવરબ્રિજ ખુલ્લો મુકાયો

Ahmedabad Overbridge: અમદાવાદના એસ.જી. હાઇવે પર કર્ણાવતીથી સરખેજ-સાણંદ ચોકડી સુધીનો 4.03 કિમી લાંબો ઓવરબ્રિજ ખુલ્લો મુકાયો છે. તેનાથી રોજના 1.5થી 2 લાખ વાહનચાલકોને ટ્રાફિકમાંથી રાહત મળવાની અપેક્ષા છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Ahmedabad Overbridge: અમદાવાદમાં ટ્રાફિકમાંથી મોટી રાહત, 4.03 કિમીનો ઓવરબ્રિજ શરૂ

Ahmedabad News: અમદાવાદના એસ.જી. હાઇવે પર કર્ણાવતીથી સરખેજ-સાણંદ ચોકડી સુધીના ઓવરબ્રિજને (Ahmedabad Overbridge) વાહનચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા આ 4.03 કિલોમીટર લાંબા બ્રિજ (6 Lane Flyover)નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બ્રિજ શરૂ થતાં ગાંધીનગર તરફ અવરજવર કરતા વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળશે.

Ahmedabad Overbridge: વાહનચાલકોને ત્રણ મુખ્ય સ્થળોએ મળશે રાહત

આ બ્રિજ શરૂ થવાથી વાહનચાલકોને વાયએમસીએ, પ્રહલાદનગર અને કર્ણાવતી ક્લબ જંક્શન પર ટ્રાફિકમાં અટવાવાની સમસ્યામાંથી રાહત મળશે. કર્ણાવતીથી સરખેજ-સાણંદ ચોકડી (Karnavati to Sarkhej) તરફ જવા માટે વાહનચાલકો પકવાન બ્રિજ પૂર્ણ થયા બાદ ઇસ્કોન બ્રિજ પરથી ઓવરબ્રિજ પર ચડી શકશે. આ માર્ગ પર કર્ણાવતી, હોનેસ્ટ ક્રોસ રોડ (પ્રહલાદનગર) અને વાયએમસીએ પાસે નીચે ઉતરવા માટે ત્રણ રેમ્પ બનાવવામાં આવ્યા છે.

તેવી જ રીતે, સરખેજ-સાણંદ ચોકડીથી કર્ણાવતી તરફ આવવા માટે વાયએમસીએ ક્રોસ રોડ, હોનેસ્ટ ક્રોસ રોડ (પ્રહલાદનગર) અને કર્ણાવતી પાસે બ્રિજ પર ચડવાની સુવિધા આપવામાં આવી (Ahmedabad Infrastructure) છે.

Ahmedabad Overbridge: અમદાવાદમાં ટ્રાફિકમાંથી મોટી રાહત, 4.03 કિમીનો ઓવરબ્રિજ શરૂ
Ahmedabad Overbridge: અમદાવાદમાં ટ્રાફિકમાંથી મોટી રાહત, 4.03 કિમીનો ઓવરબ્રિજ શરૂ

‘ઊંધી ટી’ ડિઝાઇન છે ખાસ વિશેષતા

આ કોરિડોરની ખાસિયત તેની ‘ઊંધી ટી’ આકારની ડિઝાઇન છે. આખો બ્રિજ સિંગલ પિલર પર ઊભો કરવામાં આવ્યો છે. તેના કારણે બ્રિજની નીચે બંને તરફનો રસ્તો ખુલ્લો અને પહોળો રહેશે. આ ડિઝાઇનથી નીચેના રસ્તા પર વાહનવ્યવહારને પણ સરળતા રહેશે.

Ahmedabad Overbridge: અમદાવાદમાં ટ્રાફિકમાંથી મોટી રાહત, 4.03 કિમીનો ઓવરબ્રિજ શરૂ
Ahmedabad Overbridge: અમદાવાદમાં ટ્રાફિકમાંથી મોટી રાહત, 4.03 કિમીનો ઓવરબ્રિજ શરૂ

રોજના 2 લાખ વાહનચાલકોને ફાયદો

આ કોરિડોર શરૂ થતાં દરરોજ અહીંથી પસાર થતા અંદાજે 1.5થી 2 લાખ વાહનચાલકોને ટ્રાફિકમાંથી રાહત મળવાની અપેક્ષા છે. ખાસ કરીને એસ.જી. હાઇવે પર કર્ણાવતી, પ્રહલાદનગર અને સરખેજ-સાણંદ ચોકડી તરફ અવરજવર કરતા લોકોને આ બ્રિજથી મોટો ફાયદો થશે.


આ પણ વાંચો: SG હાઇવેના ઇસ્કોનથી સરખેજ એલિવેટેડ કોરિડોરનું 9 નવેમ્બરે લોકાર્પણ, અમિત શાહના હસ્તે ખુલ્લો મુકાશે

આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે ગુજરાતમાં ઉજવશે દિવાળી, સાથે વિકાસ કાર્યોનું પણ કરશે લોકાર્પણ

આ પણ વાંચો: PM મોદીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી, 400 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ