Jamnagar News: જામનગરના પડાણા પાટિયા પાસે મારુતિ શો-રૂમની પાછળ આવેલી ડેલ્ટા કંપનીની ઓરડીમાં રહેતા બિહારના 26 વર્ષીય શ્રમિકે કોઈ અગમ્ય કારણોસર(Padana Labourer Suicide) પોતાની જિંદગીનો અંત લાવી દીધો હતો. બનાવને પગલે પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Padana Labourer Suicide : ઓરડીમાં જીવન ટૂંકાવ્યું
મૂળ બિહારના સીવાન જિલ્લાના વતની અને હાલ લાલપુર(Lalpur Padana)ના પડાણા પાટિયા પાસે ડેલ્ટા કંપનીની ઓરડીમાં રહેતા વિનીતકુમાર નાગેન્દ્રગીરી (ઉ.વ.26)એ ગત તા.7ના બપોરે 12:30 વાગ્યા પહેલાં કોઈ પણ સમયે પોતાની ઓરડીમાં જીવન ટૂંકાવ્યું હતું. બિહારના શ્રમિક(Bihar Labourer)ના આ પગલાનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી.
પોલીસે હાથ ધરી તપાસ
બનાવ અંગે મેઘપર (પડાણા) પોલીસ(Meghpar Police)ને જાણ કરવામાં આવતાં પોલીસે સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે. જામનગર(Jamnagar News) જિલ્લામાં બનેલી આ ઘટનાથી પરપ્રાંતીય શ્રમિકોમાં શોકનો માહોલ છે.
આ પણ વાંચો: કોર્ટે સજા સંભળાવી અને બીજા જ દિવસે લાજપોર જેલમાં આપઘાત! મોતનું કારણ જાણવા તપાસ
આ પણ વાંચો: વડોદરા સોની પરિવારના સામૂહિક આપઘાત કેસમાં નવા ખુલાસા, ₹1.10 કરોડના મકાનના સોદાની તપાસ
આ પણ વાંચો: વડોદરા આપઘાત કેસ: ₹35 લાખનું દેવું ચૂકવવા મકાન વેચ્યું, પુત્રીએ 1 લાખ વખત લખ્યું રામનામ
