World News/ Nvidia CEO વિવાદ: ટ્રમ્પનો મોટો બચાવ, ચીની મહિલા પર જાસૂસીની શંકા

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે Nvidia CEO જેન્સન હુઆંગને સન્માનિત વ્યક્તિ ગણાવ્યા છે

World Top Stories
અમેરિકાની અગ્રણી ટેક્નોલોજી કંપની Nvidiaના CEO (Nvidia CEO)જેન્સન હુઆંગને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા શરૂ થઈ છે.

World News : અમેરિકાની અગ્રણી ટેક્નોલોજી કંપની Nvidiaના CEO (Nvidia CEO)જેન્સન હુઆંગને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા શરૂ થઈ છે. ચીનની એક બિઝનેસવુમન સાથે નજીકના સંબંધો અને ચીનને ગુપ્ત માહિતી પહોંચાડવાના આરોપો (China Espionage)વચ્ચે હવે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump)તેમનો બચાવ કર્યો છે. જોકે, આ મામલે હજુ સુધી આરોપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

Nvidia CEO વિવાદમાં ટ્રમ્પે શું કહ્યું?

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે Nvidiaના CEO (Nvidia CEO)જેન્સન હુઆંગને (Jensen Huang)સન્માનિત વ્યક્તિ ગણાવ્યા છે. રવિવારે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન તેમને હુઆંગ સાથે જોડાયેલા વિવાદ અંગે સવાલ કરવામાં આવ્યો હતો.

જવાબમાં ટ્રમ્પે કહ્યું કે તેમણે આ મુદ્દે હુઆંગ સાથે કોઈ વાતચીત કરી નથી. જોકે, તેમણે હુઆંગના કામની પ્રશંસા કરતાં કહ્યું કે તેઓ એક સારા અને સન્માનિત વ્યક્તિ છે. તેમણે અમેરિકાની પ્રગતિ માટે શાનદાર કામ કર્યું છે. ટ્રમ્પે વધુમાં આશા વ્યક્ત કરી કે સમગ્ર મામલો યોગ્ય રીતે ઉકેલાઈ જશે. જોકે, તેમણે આરોપો અંગે કોઈ સ્પષ્ટ અભિપ્રાય આપવાનું ટાળ્યું હતું.

ચીની બિઝનેસવુમન સાથેના સંબંધોની તપાસ

મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે જેન્સન હુઆંગ (Jensen Huang)ના ચીનની એક બિઝનેસવુમન સાથે નજીકના સંબંધો હતા. આ મહિલા બેઇજિંગ સુધી મહત્વપૂર્ણ માહિતી પહોંચાડતી હોવાની પણ શંકા (China Espionage)વ્યક્ત કરવામાં આવી છે.

આ અહેવાલો સામે આવ્યા બાદ Nvidia દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. તપાસનો મુખ્ય મુદ્દો એ છે કે હુઆંગ કોઈ વિદેશી ગુપ્તચર એજન્સીના નિશાન પર હતા કે કેમ અને આ સમગ્ર મામલે કંપનીની સુરક્ષા સાથે જોડાયેલા કોઈ પ્રશ્નો ઊભા થાય છે કે નહીં.

આ આરોપો અંગે ટ્રમ્પે પણ હુઆંગનો પક્ષ સાંભળવાની જરૂરિયાત દર્શાવી હતી.

એશિયા પ્રવાસમાં હુઆંગને સાથે લઈ જશે ટ્રમ્પ?

ટ્રમ્પ આગામી અઠવાડિયે એશિયાના પ્રવાસે જવાના છે. આ દરમિયાન Nvidiaના CEOને પણ પોતાની સાથે લઈ જવા અંગે તેમને સવાલ પૂછવામાં આવ્યો હતો.ટ્રમ્પે જવાબ આપતાં કહ્યું હતું કે તેમને આ અંગે ચોક્કસ ખબર નથી, પરંતુ તેઓ હુઆંગને ચોક્કસ સાથે લઈ જશે.

આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા અને ચીન વચ્ચે ટેક્નોલોજી, સેમિકન્ડક્ટર અને રાષ્ટ્રીય સુરક્ષાને લઈને તણાવ યથાવત છે. Nvidia વિશ્વની અગ્રણી AI ચિપ ઉત્પાદક કંપનીઓમાં સામેલ હોવાથી તેના CEO સાથે જોડાયેલો આ વિવાદ હવે ટેક્નોલોજી જગતમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.


આ પણ વાંચો: ચીન અને અમેરિકા વચ્ચે જાસૂસી પર ટ્રમ્પનું વલણ

આ પણ વાંચો: શું તમે પણ વાયરલેસ ઈયરબડ્સ વાપરો છો? ચેતી જજો! હેકર્સ તમારી જાસૂસી કરી શકે અને લોકેશન પણ ટ્રેક કરી શકે છે!

આ પણ વાંચો: પુતિનનો ઇન્ટરનેટ દૃષ્ટિકોણ: નિયંત્રણ, જાસૂસી અને રશિયાની અલગ ઓળખ