Narmada News/ સાગબારામાં જમીન હકનો મુદ્દો ગરમાયો: લીલા વસાવાએ આત્મવિલોપનની ચેતવણી આપી

નર્મદાના સાગબારામાં જંગલની જમીનના હક્કપત્રો (Narmada Forest Land Rights) મુદ્દે વિવાદ વકર્યો. 15 નવેમ્બર સુધીમાં હક નહીં મળે તો લીલા વસાવાએ આત્મવિલોપનની ચીમકી આપી.

Top Stories Gujarat Others Breaking News
Narmada Forest Land Rights: 15 નવેમ્બર સુધીનો સરકારને સમય

Narmada News: નર્મદા જિલ્લાના સાગબારામાં જંગલની જમીનના હક્કપત્રો આપવાના મુદ્દે વિવાદ વધુ વકર્યો છે. આદિવાસી ખેડૂતોને જમીનના હક્કપત્રો આપવાની માગ (Narmada Forest Land Rights)સાથે આદિવાસી આગેવાન લીલા વસાવાએ સરકાર અને વહીવટી તંત્રને 15 નવેમ્બર સુધીની સમયમર્યાદા આપી છે. આ સમયગાળામાં ખેડૂતોને હક્કપત્રો નહીં મળે તો આત્મવિલોપન કરવાની ચીમકી તેમણે ઉચ્ચારી છે. બીજી તરફ, ખેડૂતોના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે 12 નવેમ્બરે માંડવીની TSP કચેરીએ રજૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

Narmada Forest Land Rights: હક્કપત્રો આપવાની માગ સાથે 15 નવેમ્બર સુધીનું અલ્ટિમેટમ

લીલા વસાવાની (Leela Vasava) માગ છે કે જંગલની જમીન પર વર્ષોથી ખેતી કરતા આદિવાસી ખેડૂતોને (Tribal Farmers) તેમના હક અને અધિકારના લેખિત હક્કપત્રો આપવામાં આવે. તેમણે જણાવ્યું છે કે 15 નવેમ્બર સુધીમાં તમામ ખેડૂતોને હક્કપત્રો આપવામાં આવે અને જંગલ ખાતા સાથે જોડાયેલો જમીનના હકનો પ્રશ્ન ઉકેલવામાં આવે. જો ખેડૂતોને ન્યાય નહીં મળે તો 15 નવેમ્બરે આત્મવિલોપન કરશે તેવી ચીમકી પણ તેમણે આપી છે.

12 નવેમ્બરે માંડવીની TSP કચેરીએ રજૂઆત

આ મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલાએ પણ સરકારની નીતિ અંગે સવાલો ઉઠાવ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, જંગલની જમીનના હક સહિતના પડતર પ્રશ્નોને લઈને 12 નવેમ્બરે આદિવાસી ખેડૂતો માંડવીની ટ્રાઇબલ સબ પ્લાન (TSP) કચેરી ખાતે એકત્ર થશે અને અધિકારીઓ સમક્ષ પોતાની રજૂઆતો કરશે.

માગણીઓ નહીં સંતોષાય તો આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી

સંદીપ માંગરોલાના જણાવ્યા મુજબ, ખોપી ગામે ખેડૂતો સાથે આ મુદ્દે પ્રાથમિક ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ 12 નવેમ્બરે TSP કચેરીએ જઈને જમીન સંબંધિત દાવાઓ અને અન્ય પડતર પ્રશ્નો રજૂ કરવાનો નિર્ણય લેવાયો છે. જો રજૂઆત બાદ પણ પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી આપવામાં આવી છે. આંદોલન માત્ર બાર ગામ પૂરતું સીમિત નહીં રહે, પરંતુ ગુજરાતના સમગ્ર પૂર્વ પટ્ટામાં ફેલાઈ શકે છે તેવી પણ તેમણે વાત કરી છે. હવે આદિવાસી ખેડૂતોના જમીન હકના પ્રશ્ને સરકાર અને વહીવટી તંત્ર શું પગલાં લે છે તેના પર સૌની નજર છે.


આ પણ વાંચો: નર્મદામાં આદિવાસી ખેડૂતોનું આંદોલન ઉગ્ર! વરસાદ વચ્ચે પણ સાગબારામાં 5મા દિવસે ધરણાં યથાવત

આ પણ વાંચો: નર્મદાના સાગબારામાં જંગલ જમીન મુદ્દે ચોથા દિવસે પણ ધરણાં, ધારાસભ્યએ આપ્યું આશ્વાસન

આ પણ વાંચો: સાગબારામાં જંગલ જમીનના હક્ક માટે 300થી વધુ ખેડૂતોના ધરણાં, મનસુખ વસાવાની CM સાથે મુલાકાત