Sport news/ IPL 2027 પહેલાં મોટો ખેલાડી ટ્રેડ, હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સ છોડીને આ ટીમમાં સામેલ

IPL 2027 પહેલાં હાર્દિક પંડ્યાની ટીમ બદલાઈ છે. મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે થયેલા ટ્રેડમાં હાર્દિક પંજાબ અને અર્શદીપ સિંહ મુંબઈમાં જોડાયા છે.

Trending Sports
IPL 2027: હાર્દિક પંડ્યાની ટીમ બદલાઈ, મુંબઈ છોડીને પંજાબ કિંગ્સમાં એન્ટ્રી

Sport News: IPL 2027 ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન શરૂ થાય તે પહેલાં જ એક મોટો ખેલાડી ટ્રેડ સત્તાવાર રીતે સામે આવ્યો છે. ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ટીમ ફરી એકવાર બદલાઈ છે. હાર્દિક પંડ્યા હવે મુંબઈ ઇન્ડિયન્સનો ભાગ નહીં રહે અને આગામી સિઝનમાં તે પંજાબ કિંગ્સ તરફથી રમતા જોવા મળશે.

બીજી તરફ, પંજાબ કિંગ્સના મહત્વના ઝડપી બોલર અર્શદીપ સિંહ હવે મુંબઈ ઇન્ડિયન્સમાં જોડાઈ ગયા છે. એટલે કે મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે એક મોટી ખેલાડી અદલાબદલી થઈ છે. આ ટ્રેડને (IPL 2027) પહેલાંની સૌથી ચર્ચાસ્પદ ડીલમાંથી એક માનવામાં આવી રહી છે.

હાર્દિક પંડ્યા હવે પંજાબ કિંગ્સ સાથે રમશે

મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે થયેલા ટ્રેડમાં હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહની અદલાબદલી કરવામાં આવી છે. હાર્દિક હવે પંજાબ કિંગ્સની ટીમમાં જોડાશે, જ્યારે અર્શદીપ Mumbai Indians ના કેમ્પમાં જશે.

આ ડીલ બાદ હાર્દિકની સેલેરીમાં પણ વધારો થયો છે. મુંબઈ ઇન્ડિયન્સમાં હાર્દિકને ₹16.35 કરોડ મળતા હતા. હવે પંજાબ કિંગ્સમાં તેની કિંમત વધીને ₹18 કરોડ થઈ ગઈ છે. બીજી તરફ અર્શદીપ સિંહને પણ મુંબઈ ઇન્ડિયન્સ તરફથી ₹18 કરોડની રકમ મળશે.

આ ટ્રેડ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે હાર્દિક પંડ્યા એક અનુભવી ઓલરાઉન્ડર છે, જ્યારે અર્શદીપ સિંહ ડાબોડી ઝડપી બોલર તરીકે સતત પોતાની અસર છોડી રહ્યો છે.

શું હાર્દિક પંડ્યા પંજાબ કિંગ્સનો કેપ્ટન બનશે?

હાર્દિક પંડ્યાના પંજાબ કિંગ્સમાં જવાથી સૌથી મોટો સવાલ તેની ભૂમિકાને લઈને ઉભો થયો છે. શું હાર્દિક માત્ર ખેલાડી તરીકે ટીમનો ભાગ બનશે કે પછી તેને ટીમની કેપ્ટનશિપની જવાબદારી પણ આપવામાં આવશે?

હાલમાં પંજાબ કિંગ્સની કમાન શ્રેયસ અય્યરના હાથમાં છે. તેથી આગામી IPL 2027 સિઝનમાં ટીમ હાર્દિકને કઈ જવાબદારી સોંપે છે તે જોવું રસપ્રદ રહેશે.

હાર્દિક અગાઉ પણ IPLમાં કેપ્ટન તરીકે પોતાની ક્ષમતા સાબિત કરી ચૂક્યો છે. ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશિપ કરતી વખતે તેણે પોતાની પહેલી જ સિઝનમાં ટીમને ચેમ્પિયન બનાવી હતી. ત્યારબાદ ટીમને બીજી વખત ફાઇનલ સુધી પહોંચાડવામાં પણ તેની મહત્વની ભૂમિકા રહી હતી.

આ કારણે પંજાબ કિંગ્સમાં હાર્દિકની એન્ટ્રી માત્ર એક ખેલાડીના ટ્રેડ તરીકે નહીં, પરંતુ ભવિષ્યની ટીમની રચનાના દૃષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ બની શકે છે.

હાર્દિક પંડ્યાનું મુંબઈ ઇન્ડિયન્સ સાથે ફરી છૂટ્યું જોડાણ

હાર્દિક પંડ્યાનું મુંબઈ ઇન્ડિયન્સ સાથેનું જોડાણ અગાઉ પણ તૂટ્યું હતું. એ પોતાના કરિયરની શરૂઆત મુંબઈ ઇન્ડિયન્સ સાથે કરી હતી અને લાંબા સમય સુધી ટીમ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. હવે  પહેલાં ફરી એકવાર હાર્દિક અને મુંબઈ ઇન્ડિયન્સના રસ્તા અલગ થઈ ગયા છે.

IPL 2022 પહેલાં મુંબઈ ઇન્ડિયન્સે Hardik Pandya ને રિલીઝ કર્યો હતો. ત્યારબાદ તે નવી ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સમાં જોડાયો હતો. ગુજરાત ટાઇટન્સે તેને ટીમની કમાન સોંપી હતી અને હાર્દિકે પોતાની પહેલી જ સિઝનમાં ટીમને IPL ટ્રોફી અપાવી હતી.

2023માં પણ ગુજરાત ટાઇટન્સેની આગેવાની હેઠળ ફાઇનલ સુધી સફર કરી હતી. જોકે 2024ની સિઝન પહેલાં હાર્દિક ફરી મુંબઈ ઇન્ડિયન્સમાં પરત ફર્યો હતો.

મુંબઈ પરત ફર્યા બાદ Hardik Pandya ને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જોકે ત્યારબાદ ટીમનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નહોતું. હવે IPL 2027 પહેલાં થયેલા ટ્રેડ બાદ હાર્દિક ફરી મુંબઈ ઇન્ડિયન્સથી અલગ થઈ ગયો છે અને આગામી સિઝનમાં પંજાબ કિંગ્સ તરફથી રમતો જોવા મળશે.

અર્શદીપ સિંહ પહેલીવાર નવી IPL ટીમમાં જશે

હાર્દિકની સાથે આ ટ્રેડમાં અર્શદીપ સિંહનું નામ પણ ખૂબ મહત્વનું છે. અર્શદીપે IPLમાં પોતાની શરૂઆત પંજાબ કિંગ્સ સાથે કરી હતી અને ત્યારથી તે સતત આ ફ્રેન્ચાઇઝીનો ભાગ રહ્યો હતો.

હવે પહેલીવાર તેની IPL ટીમ બદલાઈ છે. અર્શદીપ મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમશે અને નવી ટીમ સાથે પોતાની બોલિંગથી અસર પાડવાનો પ્રયાસ કરશે.

પંજાબ કિંગ્સ માટે અર્શદીપ લાંબા સમયથી સૌથી વિશ્વસનીય ઝડપી બોલરોમાંનો એક રહ્યો છે. અત્યાર સુધી તેણે પંજાબ માટે 96 IPL મેચમાં 111 વિકેટ ઝડપી છે. આ આંકડા સાથે તે ફ્રેન્ચાઇઝીના સૌથી વધુ વિકેટ લેનારા બોલરોમાં ટોચ પર છે.

મુંબઈ ઇન્ડિયન્સ માટે અર્શદીપનો સમાવેશ પણ મહત્વપૂર્ણ છે, કારણ કે ટીમને ડાબોડી ઝડપી બોલરનો વિકલ્પ મળશે. નવી ટીમમાં તેની પાસેથી ડેથ ઓવર્સ સહિત મહત્વપૂર્ણ તબક્કામાં સારા પ્રદર્શનની અપેક્ષા રહેશે.

IPL 2027 પહેલાં બંને ટીમોમાં મોટો ફેરફાર

હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહની અદલાબદલી બાદ મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સની ટીમ કોમ્બિનેશનમાં મોટો ફેરફાર થશે. મુંબઈને અર્શદીપના રૂપમાં એક મહત્વનો ઝડપી બોલર મળ્યો છે, જ્યારે પંજાબને હાર્દિક જેવા અનુભવી ઓલરાઉન્ડરની સેવા મળશે.

હાર્દિક બેટિંગની સાથે બોલિંગમાં પણ યોગદાન આપી શકે છે, જેના કારણે ટીમને પ્લેઇંગ ઇલેવનમાં વધારાનો સંતુલન મળી શકે છે. બીજી તરફ અર્શદીપની ડાબોડી બોલિંગ મુંબઈના પેસ એટેકને વધુ વૈવિધ્ય આપી શકે છે.

હવે નજર કેપ્ટનશિપના નિર્ણય પર

હાર્દિક પંડ્યાના પંજાબ કિંગ્સમાં જોડાયા બાદ હવે સૌથી વધુ ચર્ચા ટીમની કેપ્ટનશિપને લઈને થઈ રહી છે. શ્રેયસ અય્યર હાલમાં ટીમના કેપ્ટન છે અને તેમની જગ્યાએ હાર્દિકને જવાબદારી મળશે કે નહીં તે અંગે હજુ સ્પષ્ટતા થવાની બાકી છે.

જો હાર્દિકને કેપ્ટન બનાવવામાં આવે તો (IPL 2027) પહેલાં પંજાબ કિંગ્સની ટીમમાં વધુ એક મોટો ફેરફાર જોવા મળી શકે છે. જો કે, હાલની સ્થિતિમાં હાર્દિકને ટીમમાં માત્ર ખેલાડી તરીકે સામેલ કરવામાં આવ્યો છે અને કેપ્ટનશિપ અંગે અંતિમ નિર્ણયની રાહ જોવી પડશે.

આ ટ્રેડ બાદ આગામી સિઝનમાં બંને ખેલાડીઓનું પ્રદર્શન ખાસ નજરમાં રહેશે. હાર્દિક પંડ્યા પંજાબ કિંગ્સને કેટલો ફાયદો કરાવે છે અને અર્શદીપ સિંહ મુંબઈ ઇન્ડિયન્સના બોલિંગ એટેકને કેટલો મજબૂત બનાવે છે, તેનો જવાબ IPL 2027 દરમિયાન મળશે.


આ પણ વાંચો:રોહિત શર્મા-નીતા અંબાણીની મુલાકાતે અટકળો તેજ, શું IPL 2027 પહેલાં મુંબઈ ઈન્ડિયન્સમાં બદલાશે કેપ્ટન?

આ પણ વાંચો:IPL: દિલ્હી કેપિટલ્સના ક્રિકેટર અભિષેક પોરેલ સામે રેપનો આરોપ, કોર્ટે આપ્યો મોટો આદેશ

આ પણ વાંચો:IPL માર્કેટમાં બદલાવનો સંકેત : ઋષભ પંતની દિલ્હી કેપિટલ્સમાં વાપસી, વૈભવની માંગ વધી