Dwarka News/ ખંભાળિયા GIDCમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, 3 થી વધુ ફાયર ગાડીઓ દોડી, અફરાતફરીનો માહોલ

જામ ખંભાળિયા GIDCમાં કેતન એન્ટરપ્રાઇઝના ભંગાર ગોડાઉનમાં વિકરાળ આગ, કાબૂ મેળવવા 3 થી વધુ ફાયર ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી

Gujarat Others Breaking News
GIDC

Dwarka News: જામ ખંભાળિયા GIDC ખાતે કેતન એન્ટરપ્રાઇઝના ભંગાર ગોડાઉનમાં વિકરાળ આગ લાગી હતી. આગ પર કાબૂ મેળવવા 3 થી વધુ ફાયર ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી.

દેવભૂમિ દ્વારકા(Dwarka) જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળિયામાંથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. ખંભાળિયા GIDC વિસ્તારમાં આવેલા ‘કેતન એન્ટરપ્રાઇઝ’ નામના ભંગારના ગોડાઉન(Scrap Godown)માં અચાનક ભીષણ આગ(Fire Incident) ભભૂકી ઉઠી હતી. ગોડાઉનમાં રહેલો ભંગાર અને જ્વલનશીલ સામગ્રીના કારણે આગે થોડી જ વારમાં અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

આગના કારણે આકાશમાં ધુમાડાના કાળા ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. આથી આસપાસના વિસ્તારમાં ભારે ભય અને કુતૂહલનું વાતાવરણ સર્જાયું હતું અને લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.

GIDC  : ફાયર વિભાગ અને સ્થાનિકોની ભારે જહેમત

ઘટનાની ગંભીરતા જોતાં તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. સ્થળ પર 3 થી વધુ ફાયર ફાઇટર ગાડીઓ અને 2 પાણીના ટેન્કરો દોડી આવ્યા હતા. ફાયર વિભાગ(Fire Brigade)ના જવાનો અને સ્થાનિક લોકોએ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા યુદ્ધના ધોરણે પ્રયાસો કર્યા હતા.

GIDC
Dwarka Khambhalia GIDC Scrap Godown Big Fire

આ વિકરાળ આગમાં ગોડાઉનમાં રહેલો મોટા ભાગનો ભંગાર અને માલસામાન બળીને સંપૂર્ણપણે ભસ્મ થઈ ગયો છે, જેનાથી મોટું આર્થિક નુકસાન થયું હોવાની આશંકા છે. નુકસાનના આંકડા અને આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસ બાદ સામે આવે તેવી શક્યતા છે.


આ પણ વાંચો:  સુરતના સિંગણપોરમાં ગોડાઉનમાં આગથી અફરાતફરી: ધુમાડાના ગોટેગોટા દૂરથી દેખાયા

આ પણ વાંચો:  અમદાવાદ સરખેજ-સાણંદ ચોકડી પાસે ટાયરના ગોડાઉનમાં ભીષણ આગ, ફાયરની 8 ગાડીઓ દોડી આવી

આ પણ વાંચો:  અમદાવાદમાં કેમિકલ ગોડાઉનમાં ભીષણ આગ