Gujarat News: ગુજરાતમાં હાલ સવારે અને રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ (Gujarat Cold Weather) થઈ રહ્યો છે, જ્યારે બપોરના સમયે ગરમીનો અહેસાસ થાય છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 19 નવેમ્બર સુધી હવામાન મુખ્યત્વે સૂકું રહેશે. આગામી સાત દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જોકે, ત્યારબાદ ઠંડીમાં વધારો થઈ શકે છે.
Gujarat Cold Weather: સવારે ઠંડી, બપોરે ગરમીનો અનુભવ
ઉત્તર ભારત તરફથી આવતા પવનોને કારણે રાજ્યના વાતાવરણમાં મિશ્ર અસર જોવા મળી રહી છે. તેના પરિણામે વહેલી સવારે અને રાત્રે ઠંડક અનુભવાય છે, જ્યારે બપોરે ગરમી રહે છે. આગામી સાત દિવસ સુધી તાપમાનમાં મોટો ઘટાડો કે ઠંડીમાં વિશેષ વધારો થવાની સંભાવના નથી.
અમદાવાદમાં આગામી 24થી 48 કલાક દરમિયાન આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેવાની આગાહી છે. શહેરમાં લઘુત્તમ તાપમાન આશરે 20 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.
રાજકોટમાં સૌથી વધુ ગરમી, અમરેલીમાં ઠંડક
રાજ્યમાં મહત્તમ તાપમાનની વાત કરીએ તો રાજકોટમાં સૌથી વધુ 38.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે, જે સામાન્ય કરતાં 4 ડિગ્રી વધુ છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 36.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 20.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. બીજી તરફ, અમરેલીમાં સૌથી ઓછું 16.5 ડિગ્રી સેલ્સિયસ (Amreli Temperature) લઘુત્તમ તાપમાન નોંધાતાં તે રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું છે.
જમ્મુ નજીક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય
હવામાન વિભાગના (Weather Forecast) ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, જમ્મુ અને આસપાસના વિસ્તારોમાં આશરે 3.51 કિલોમીટરની ઊંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની દિશા ઉત્તર-પશ્ચિમથી ઉત્તર તરફ રહેવાની શક્યતા છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે પવન ઉત્તરથી ઉત્તર-પૂર્વ દિશામાં 15થી 20 નોટની ઝડપે ફૂંકાઈ શકે છે.
આ પણ વાંચો: સુરતમાં ચાલુ લક્ઝરી બસમાંથી 3 વર્ષનું બાળક નીચે પટકાયું, ડ્રાઈવરની સતર્કતાથી બચ્યો જીવ
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગની નવી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
