Ahmedabad News/ દિલજીત દોસાંજના અમદાવાદ કોન્સર્ટ પહેલાં વિવાદ, ગીતો અને બુલેટ બેલ્ટને લઈને DCPOએ પોલીસ કમિશનરને કરી રજૂઆત

Diljit Dosanjh Ahmedabad Concert: 21 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલાં DCPUએ પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે. તેમાં ચાર ગીતો ન ગાવા, બાળકોને સ્ટેજ પર ન બોલાવવા અને બુલેટ બેલ્ટ ન પહેરવા રજૂઆત કરાઈ છે.

Top Stories Ahmedabad Gujarat
Diljit Dosanjh Ahmedabad Concert: દિલજીત દોસાંજના અમદાવાદ કોન્સર્ટ પહેલાં વિવાદ, 4 ગીતો અને બુલેટ બેલ્ટ સામે રજૂઆત

Ahmedabad News: પંજાબી ગાયક દિલજીત દોસાંજના અમદાવાદમાં યોજાનારા લાઇવ કોન્સર્ટ (Diljit Dosanjh Ahmedabad Concert) પહેલાં વિવાદ ઊભો થયો છે. 21 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium), મોટેરા ખાતે યોજાનારા ‘RuPay Aura India Tour’ કોન્સર્ટને લઈને અમદાવાદના જિલ્લા બાળ સુરક્ષા એકમ (DCPU)ના જિલ્લા બાળ સુરક્ષા અધિકારીએ પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે. તેમાં કોન્સર્ટ દરમિયાન દારૂ, નશીલા પદાર્થો અને હથિયારોનું મહિમાગાન કરતાં ગીતો ન ગાવા, બાળકોને સ્ટેજ પર ન બોલાવવા અને બુલેટ બેલ્ટ ન પહેરવા અંગે યોગ્ય કાર્યવાહી કરવાની વિનંતી કરવામાં આવી છે.

આ રજૂઆત ડૉ. પંડિતરાવ ધારેનાવર દ્વારા કરવામાં આવેલી અરજીના આધારે કરાઈ છે. પત્રમાં જણાવાયું છે કે પાંચ વર્ષથી વધુ ઉંમરનાં બાળકોને પણ કોન્સર્ટમાં પ્રવેશની મંજૂરી હોવાથી તેમના હિત અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પગલાં લેવા જરૂરી છે.

Diljit Dosanjh Ahmedabad Concert: દિલજીત દોસાંજના અમદાવાદ કોન્સર્ટ પહેલાં વિવાદ, 4 ગીતો અને બુલેટ બેલ્ટ સામે રજૂઆત
Diljit Dosanjh Ahmedabad Concert: દિલજીત દોસાંજના અમદાવાદ કોન્સર્ટ પહેલાં વિવાદ, 4 ગીતો અને બુલેટ બેલ્ટ સામે રજૂઆત

Diljit Dosanjh Ahmedabad Concert: ‘પટિયાલા પેગ’ સહિત ચાર ગીતો સામે વાંધો

DCPUના પત્રમાં દિલજીતનાં ચાર ગીતોનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં ‘Patiala Pegg’, ‘5 Taara Theeke’, ‘Jeeb Vicho Feem Labbiya’ અને ‘Jatt Uthe Fire Karda Jithe Pabandi Hathiyara Di’નો સમાવેશ થાય છે.

પત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે આ ગીતોમાં દારૂ, અફીણ અને અન્ય નશીલા પદાર્થો તેમજ હથિયારો અને હિંસાનું મહિમાગાન થતું હોવાનો આક્ષેપ છે. ગીતોના શબ્દોમાં ફેરફાર કરીને રજૂ કરવામાં આવે તો પણ તેની બાળકો અને યુવાનોના માનસ પર નકારાત્મક અસર થઈ શકે છે. તેથી કોન્સર્ટમાં આવાં ગીતો રજૂ ન થાય તે માટે કાર્યવાહી કરવાની વિનંતી કરાઈ છે.

Diljit Dosanjh Ahmedabad Concert: દિલજીત દોસાંજના અમદાવાદ કોન્સર્ટ પહેલાં વિવાદ, 4 ગીતો અને બુલેટ બેલ્ટ સામે રજૂઆત
Diljit Dosanjh Ahmedabad Concert: દિલજીત દોસાંજના અમદાવાદ કોન્સર્ટ પહેલાં વિવાદ, 4 ગીતો અને બુલેટ બેલ્ટ સામે રજૂઆત

બાળકોને સ્ટેજ પર ન બોલાવવા પણ રજૂઆત

પત્રમાં કોન્સર્ટ દરમિયાન બાળકોને સ્ટેજ પર બોલાવવા સામે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો છે. રજૂઆત મુજબ, લાઇવ શો દરમિયાન અવાજનું સ્તર 120 ડેસિબલથી વધુ હોઈ શકે છે. આ ઉપરાંત ફ્લેશ લાઇટ્સ, સ્પોટ લાઇટ્સ અને બીમ લાઇટ્સનો ઝડપથી બદલાતો પ્રકાશ નાના બાળકોના સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. આ કારણોસર બાળકોને સ્ટેજ પર બોલાવવાની મંજૂરી ન આપવાની વિનંતી કરવામાં આવી છે.

Diljit Dosanjh Ahmedabad Concert: દિલજીત દોસાંજના અમદાવાદ કોન્સર્ટ પહેલાં વિવાદ, 4 ગીતો અને બુલેટ બેલ્ટ સામે રજૂઆત
Diljit Dosanjh Ahmedabad Concert: દિલજીત દોસાંજના અમદાવાદ કોન્સર્ટ પહેલાં વિવાદ, 4 ગીતો અને બુલેટ બેલ્ટ સામે રજૂઆત

બુલેટ બેલ્ટને લઈને પણ વાંધો

DCPUએ દિલજીત દોસાંજ સ્ટેજ પરફોર્મન્સ દરમિયાન છાતી પર કારતૂસ અથવા બુલેટ બેલ્ટ પહેરે નહીં તેવી પણ રજૂઆત કરી છે. પત્રમાં જણાવાયું છે કે આવા પ્રતીકો ગન કલ્ચર અને હિંસક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતા હોવાની આશંકા છે, જેની પ્રેક્ષકો અને બાળકો પર નકારાત્મક અસર પડી શકે છે.

Diljit Dosanjh Ahmedabad Concert: દિલજીત દોસાંજના અમદાવાદ કોન્સર્ટ પહેલાં વિવાદ, 4 ગીતો અને બુલેટ બેલ્ટ સામે રજૂઆત
Diljit Dosanjh Ahmedabad Concert: દિલજીત દોસાંજના અમદાવાદ કોન્સર્ટ પહેલાં વિવાદ, 4 ગીતો અને બુલેટ બેલ્ટ સામે રજૂઆત

પંજાબ-હરિયાણા હાઈકોર્ટના ચુકાદાનો ઉલ્લેખ

આ રજૂઆતમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના 22 જુલાઈ, 2019ના ચુકાદાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પત્ર મુજબ, હાઈકોર્ટે બાળકો પર નકારાત્મક અસર કરી શકે તેવાં નશા અને હિંસાનું મહિમાગાન કરતાં ગીતો અંગે નિર્દેશ આપ્યા હતા. સાથે જ કેન્દ્ર સરકારના ‘નશા મુક્ત ભારત અભિયાન’ (Nasha Mukt Bharat Abhiyaan)નો પણ સંદર્ભ આપવામાં આવ્યો છે.

Diljit Dosanjh Ahmedabad Concert: દિલજીત દોસાંજના અમદાવાદ કોન્સર્ટ પહેલાં વિવાદ, 4 ગીતો અને બુલેટ બેલ્ટ સામે રજૂઆત
Diljit Dosanjh Ahmedabad Concert: દિલજીત દોસાંજના અમદાવાદ કોન્સર્ટ પહેલાં વિવાદ, 4 ગીતો અને બુલેટ બેલ્ટ સામે રજૂઆત

ઇન્દોરમાં પણ આવી રજૂઆત થઈ હતી

ડૉ. પંડિતરાવ ધારેનાવર (Dr Panditrao Dharenavar) અગાઉ ઇન્દોરમાં પણ દિલજીતના કોન્સર્ટને લઈને આવી જ રજૂઆત કરી ચૂક્યા છે. તેઓ લાંબા સમયથી દારૂ, નશીલા પદાર્થો અને બંદૂક સંસ્કૃતિનું મહિમાગાન કરતાં ગીતો સામે વાંધો ઉઠાવતા રહ્યા છે.

હાલ અમદાવાદમાં યોજાનારા કોન્સર્ટને લઈને DCPUએ પોલીસ કમિશનરને જરૂરી કાર્યવાહી કરવા વિનંતી કરી છે. જોકે, આ પત્ર રજૂઆત અને વિનંતીરૂપ છે; કોન્સર્ટમાં ગીતો પર પ્રતિબંધ મૂકાયો હોવાની કે પોલીસ કમિશનર દ્વારા કોઈ અંતિમ નિર્ણય લેવાયો હોવાની માહિતી પત્રમાં આપવામાં આવી નથી.


આ પણ વાંચો: કેનેડામાં દિલજીત દોસાંઝના કોન્સર્ટમાં હંગામો, ખાલિસ્તાની ઝંડા સાથે ઉપદ્રવીઓનો તાંડવ

આ પણ વાંચો: તારા સુતારિયા : એપી ધિલ્લોનના કોન્સર્ટ વિવાદ પર તારા અને વીર પહાડિયાનું મૌન તૂટ્યું

આ પણ વાંચો: બાંગ્લાદેશમાં પ્રખ્યાત ગાયક જેમ્સના કોન્સર્ટ પર ટોળાએ હુમલો કર્યો, જેમાં ઘણા લોકો ઘાયલ થયા