World News/ અમેરિકામાં તમામ ફ્લાઇટ્સ પર અચાનક રોક, FAAના આદેશથી દેશભરના એરપોર્ટ પર ઉડાન સેવા ખોરવાઈ

US Flight Ground Stop: અમેરિકામાં FAAએ અસાધારણ પરિસ્થિતિ અને સુરક્ષાનાં કારણોસર તમામ ફ્લાઇટ્સ ગ્રાઉન્ડેડ કરવાનો આદેશ આપ્યો હતો. સંચાર વ્યવસ્થામાં ખામીની તપાસ શરૂ કરવામાં આવી હતી.

Top Stories World
US Flight Ground Stop: અમેરિકામાં તમામ ફ્લાઇટ્સ પર રોક, FAAના આદેશથી એરપોર્ટ પર હાહાકાર

America News: અમેરિકામાં ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)એ અસાધારણ પરિસ્થિતિ અને સુરક્ષાનાં કારણોસર દેશભરની તમામ ફ્લાઇટ્સને ગ્રાઉન્ડેડ કરવાનો આદેશ આપ્યો (US Flight Ground Stop) છે. આ નિર્ણયને પગલે અમેરિકાના અનેક મોટા એરપોર્ટ પરથી વિમાનોની ઉડાન અટકી ગઈ હતી. FAAએ નોટિસમાં જણાવ્યું હતું કે અસાધારણ સંજોગો અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પગલું ભરવામાં આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, એર ટ્રાફિક કંટ્રોલ સેન્ટરો પર અસર કરતી સંચાર વ્યવસ્થાની સમસ્યા આ નિર્ણય પાછળનું કારણ હોઈ શકે છે.

US Flight Ground Stop: અમેરિકાના મોટા એરપોર્ટ પરથી ઉડાન બંધ

FAAના આદેશ બાદ શિકાગો સહિત અમેરિકાના અનેક મોટા એરપોર્ટ પરથી કેટલાંક કલાકો સુધી કોઈ વિમાને ઉડાન ભરી નહોતી (America Airport Disruption). ફ્લાઇટરડાર24ની પોસ્ટ મુજબ, સ્થાનિક સમય અનુસાર સાંજે 4 વાગ્યા બાદ દેશના મુખ્ય એરપોર્ટ પરથી નવી ફ્લાઇટ્સ રવાના થઈ નહોતી. ન્યૂયોર્કના જ્હોન એફ. કેનેડી અને વોશિંગ્ટનના રોનાલ્ડ રીગન એરપોર્ટ પરથી છેલ્લી ફ્લાઇટ બપોરે 3:35 વાગ્યે રવાના થઈ હતી.

US Flight Ground Stop: અમેરિકામાં તમામ ફ્લાઇટ્સ પર રોક, FAAના આદેશથી એરપોર્ટ પર હાહાકાર
US Flight Ground Stop: અમેરિકામાં તમામ ફ્લાઇટ્સ પર રોક, FAAના આદેશથી એરપોર્ટ પર હાહાકાર

સંચાર વ્યવસ્થામાં ખામીની તપાસ

ફ્લાઇટ્સ પર રોક લગાવવાનું ચોક્કસ કારણ શરૂઆતમાં સ્પષ્ટ થયું નહોતું. જોકે, FAAના પ્રવક્તાએ સંચાર વ્યવસ્થામાં સમસ્યા હોવાની માહિતી આપી હતી. આ સમસ્યાની અસર દેશભરમાં વિમાનોની અવરજવર સંભાળતા એર ટ્રાફિક કંટ્રોલ સેન્ટરો પર પડી હતી.

અમેરિકાના પરિવહન મંત્રી શોન ડફીએ જણાવ્યું હતું કે FAAના ટેક્નિશિયનો સમસ્યાની તપાસ કરી રહ્યા છે. CNNના અહેવાલ મુજબ, FAAને પણ શરૂઆતમાં સમસ્યાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નહોતું.

US Flight Ground Stop: અમેરિકામાં તમામ ફ્લાઇટ્સ પર રોક, FAAના આદેશથી એરપોર્ટ પર હાહાકાર
US Flight Ground Stop: અમેરિકામાં તમામ ફ્લાઇટ્સ પર રોક, FAAના આદેશથી એરપોર્ટ પર હાહાકાર

રાષ્ટ્રીય સુરક્ષા પર ખતરો હોવાનો ઇનકાર

ડિપાર્ટમેન્ટ ઑફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS)એ સ્પષ્ટ કર્યું હતું કે તમામ ફ્લાઇટ્સ રોકવા પાછળ રાષ્ટ્રીય સુરક્ષાને લગતા કોઈ જોખમ હોવાના સંકેત મળ્યા નથી. અમેરિકાના ગૃહ મંત્રી માર્કવેન મુલિને પણ જણાવ્યું હતું કે આ કોઈ ખતરનાક હુમલો હોવાના સંકેત નથી, પરંતુ ટેલિકમ્યુનિકેશન વ્યવસ્થામાં સર્જાયેલી સમસ્યા છે. તેમણે આ ઘટનાને એક દિવસ અગાઉ થયેલા માઇક્રોસોફ્ટના આઉટેજ સાથે સંબંધિત હોવાનો પણ ઇનકાર કર્યો હતો.

US Flight Ground Stop: અમેરિકામાં તમામ ફ્લાઇટ્સ પર રોક, FAAના આદેશથી એરપોર્ટ પર હાહાકાર
US Flight Ground Stop: અમેરિકામાં તમામ ફ્લાઇટ્સ પર રોક, FAAના આદેશથી એરપોર્ટ પર હાહાકાર

ગ્રાઉન્ડ સ્ટોપનો શું અર્થ થાય છે?

ગ્રાઉન્ડ સ્ટોપ એ FAA દ્વારા આપવામાં આવતો આદેશ છે, જેમાં વિમાનોને જમીન પર જ રાખવામાં આવે છે અને નવી ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવતી નથી. જોકે, જે વિમાનો પહેલેથી જ હવામાં હોય છે, તેમને પોતાના નિર્ધારિત સ્થળે જવાની મંજૂરી રહે છે.

ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઇટરડાર24ના જણાવ્યા મુજબ, તે સમયે આશરે 3,100 વિમાનો અમેરિકાના એરપોર્ટ (American Airlines) તરફ આવી રહ્યાં હતાં, પરંતુ નવા વિમાનોને ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવી નહોતી.

US Flight Ground Stop: અમેરિકામાં તમામ ફ્લાઇટ્સ પર રોક, FAAના આદેશથી એરપોર્ટ પર હાહાકાર
US Flight Ground Stop: અમેરિકામાં તમામ ફ્લાઇટ્સ પર રોક, FAAના આદેશથી એરપોર્ટ પર હાહાકાર

મુસાફરોને એરલાઇનનો સંપર્ક કરવાની સલાહ

અમેરિકાના અનેક મોટા એરપોર્ટ દ્વારા ફ્લાઇટ્સ અટકાવવાની પુષ્ટિ કરવામાં આવી હતી. મુસાફરોને એરપોર્ટ જતાં પહેલાં પોતાની એરલાઇનનો સંપર્ક કરીને ફ્લાઇટની સ્થિતિ તપાસવાની સલાહ આપવામાં આવી હતી. કેટલાક મુસાફરોએ તો વિમાન એરપોર્ટ પર ઉતર્યા બાદ પણ તેને ટેક્સીવે પરથી ગેટ સુધી જવાની મંજૂરી ન મળતી હોવાની માહિતી આપી હતી.

આ સમસ્યાને કારણે અમેરિકાની મોટી એરલાઇન્સની કામગીરી પર પણ અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. અમેરિકન એરલાઇન્સે જણાવ્યું હતું કે હવામાં રહેલી ફ્લાઇટ્સ પોતાના નિર્ધારિત સ્થળે પહોંચશે, પરંતુ દિવસના બાકીના સમયના નિયમિત ફ્લાઇટ શેડ્યૂલમાં વિક્ષેપ પડી શકે છે.


આ પણ વાંચો: 27 ઓક્ટોબર સુધી રિયાધ-જેદ્દાહની તમામ ફ્લાઇટ્સ રદ, મુસાફરોને ફુલ રિફંડ

આ પણ વાંચો: સાઉદી અરેબિયાની 3 શહેરોની ફ્લાઇટ્સ 24 ઓક્ટોબર સુધી રદ, મળશે રિફંડ

આ પણ વાંચો: ફ્લાયદુબઈએ ઇઝરાયલ રૂટની તમામ ફ્લાઇટ્સ કરી સ્થગિત