Uttar Pradesh News:/ યમુના એક્સપ્રેસ-વે પર દોડતી ડબલ ડેકર બસમાં આગ, 40 મુસાફરોએ સમયસર બહાર નીકળી બચાવ્યો જીવ

Mathura Bus Fire: મથુરાના યમુના એક્સપ્રેસ-વે પર દોડતી ડબલ ડેકર એસી બસમાં આગ લાગી હતી. બસમાં સવાર તમામ 40 મુસાફરો સુરક્ષિત બહાર નીકળી ગયા, પરંતુ બસ અને સામાન બળીને ખાખ થઈ ગયા.

Top Stories India Breaking News
Mathura Bus Fire: મથુરામાં એક્સપ્રેસ-વે પર બસમાં ભીષણ આગ, 40 મુસાફરોનો ચમત્કારિક બચાવ

Uttar Pradesh News: ઉત્તર પ્રદેશના મથુરામાં યમુના એક્સપ્રેસ-વે પર દોડતી ડબલ ડેકર એસી બસમાં અચાનક આગ (Mathura Bus Fire) લાગી હતી. બસમાંથી ધુમાડો નીકળતો જોઈ મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે, બસમાં સવાર તમામ 40 મુસાફરો સમયસર નીચે ઉતરી જતાં મોટી દુર્ઘટના ટળી હતી.

આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે થોડી જ વારમાં આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી. આગની જ્વાળાઓ આશરે 20 ફૂટ ઊંચે સુધી પહોંચી હતી અને ધુમાડો એક કિલોમીટર દૂરથી પણ દેખાતો હતો. ફાયર બ્રિગેડે લગભગ દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં બસ અને મુસાફરોનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

Mathura Bus Fire: દિલ્હીથી છતરપુર જઈ રહી હતી બસ

મળતી માહિતી મુજબ, બસ નંબર MP14ZH5063 ખજુરાહો ટ્રાવેલ્સની હતી. બસના ચાલક જિતેન્દ્ર મોહનલાલ, મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના નૌગાંવના રહેવાસી હતા. તેઓ આશરે 40 મુસાફરોને લઈને દિલ્હીથી મધ્યપ્રદેશના છતરપુર જઈ રહ્યા હતા.

આ દરમિયાન રાયા પોલીસ સ્ટેશન વિસ્તારના યમુના એક્સપ્રેસ-વે (Yamuna Expressway) પર રાયા કટ પુલ પાસે બસની વાયરિંગમાં શોર્ટ સર્કિટ (Bus Short Circuit) થતાં આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ જણાવાયું છે. આગ ઝડપથી ફેલાતાં મુસાફરો પોતાનો જીવ બચાવવા બસમાંથી બહાર નીકળી ગયા હતા.

રાત્રે 1:38 વાગ્યે પોલીસને જાણ કરાઈ

પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે રાત્રે આશરે 1:38 વાગ્યે PRV 5840ને બસમાં આગ લાગવાની જાણ થઈ હતી. ત્યારબાદ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમોએ સ્થળ પર પહોંચીને આગ ઓલવવાની કામગીરી શરૂ કરી (Fire Brigade Rescue) હતી.

લગભગ દોઢ કલાકની મહેનત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવાયો હતો. મહાવનના સીઓ સંજીવ કુમાર રાયે જણાવ્યું હતું કે, આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી. ફરિયાદ મળ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


આ પણ વાંચો: મોરબી હાઇવે પર સ્કૂલ બસમાં આગ, 112 ટીમે બાળકોને બચાવ્યા; મોટી દુર્ઘટના ટળી

આ પણ વાંચો: બાપુનગરમાં AMTS બસમાં આગ, ફાયર બ્રિગેડે આગ બુઝાવી

આ પણ વાંચો: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે અથડાયા બાદ સ્લીપર બસમાં આગ લાગી, 10 લોકોના મોત