Junagadh News/ જૂનાગઢમાં બુલડોઝર એક્શન! બે દિવસમાં રૂ.8 કરોડની સરકારી જમીન દબાણમુક્ત

જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં ચાર સ્થળે ડિમોલિશન (Junagadh Demolition Drive) કરીને 1500 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ. બે દિવસમાં કુલ રૂ.8 કરોડની સરકારી જમીન દબાણમુક્ત.

Top Stories Gujarat Breaking News
Junagadh Demolition Drive: બે દિવસમાં ₹8 કરોડની જમીન ખુલ્લી

Junagadh News: જૂનાગઢમાં ગેરકાયદેસર દબાણો (Junagadh Demolition Drive) સામે વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાએ સતત બીજા દિવસે મેગા ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરી છે. 14 નવેમ્બરે ગાંધીગ્રામ વિસ્તારના સંજયનગર, સિંધી સોસાયટી અને બ્રજવિહાર સોસાયટી સહિત ચાર સ્થળે બુલડોઝર ફેરવીને (Junagadh Bulldozer Action) અંદાજે રૂ.2 કરોડની કિંમતની 1,500 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. આ સાથે બે દિવસમાં તંત્રએ કુલ રૂ.8 કરોડની સરકારી જમીન દબાણમુક્ત (Government Land Encroachment) કરાવી છે.

Junagadh Demolition Drive: પાંચમાંથી ચાર સ્થળે કાર્યવાહી, એક સ્થળે કામગીરી મોકૂફ

પ્રાંત અધિકારી વૃશાલી કામલેએ જણાવ્યું હતું કે, શનિવારે સવારે 9 વાગ્યાથી ગાંધીગ્રામ (Gandhigram Junagadh) વિસ્તારની કુલ પાંચ જગ્યાએ ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે, પાંચ પૈકી વીરભાઈ પારેડા ખાતે માનવીય કારણોસર હાલ પૂરતી કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી છે. બાકીનાં ચાર સ્થળે સઘન કામગીરી કરીને આશરે 1,500 ચોરસ મીટર જમીન પરનાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યાં હતાં.

કોર્ટના આદેશ બાદ 10 વર્ષ જૂનાં દબાણો દૂર કરાયાં

તંત્રના જણાવ્યા અનુસાર, ગાંધીગ્રામ વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી થયેલાં ગેરકાયદેસર દબાણો સામે અગાઉથી કાયદેસરની નોટિસ આપવામાં આવી હતી. આ અંગેની પ્રક્રિયા છેલ્લા એક મહિનાથી ચાલી રહી હતી. કોર્ટના આદેશ બાદ શનિવારે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ગઈકાલે બુગદા વિસ્તારમાં 22 દબાણો તોડાયાં હતાં

આ પહેલાં શુક્રવારે મોહબ્બત મકબરા પાછળ આવેલા બુગદા વિસ્તારમાં પણ મેગા ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. અહીં 10થી 15 વર્ષ જૂનાં 22 કાચાં-પાકાં મકાનો તોડી પાડીને આશરે 1,425 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. આ જમીનની અંદાજિત કિંમત રૂ.6 કરોડ હોવાનું જણાવાયું હતું.

આમ, જૂનાગઢમાં બે દિવસ દરમિયાન અલગ-અલગ વિસ્તારોમાં થયેલી કાર્યવાહીથી અંદાજે રૂ.8 કરોડની સરકારી જમીન દબાણમુક્ત કરાવવામાં આવી છે.


આ પણ વાંચો: અમદાવાદના વટવા તળાવમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની મોટી કાર્યવાહી, 350થી વધુ દબાણ હટાવાયા

આ પણ વાંચો: અમદાવાદમાં વટવા વિસ્તારના વાંદરવટ તળાવમાંથી 400થી વધુ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની મોટી કાર્યવાહી આજે શરૂ

આ પણ વાંચો: ગાંધીનગરમાં મેગા ડિમોલિશન ડ્રાઈવ,700થી વધુ ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવાયું !