Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-ધંધુકા હાઈવે પર ડુંગર તળાવ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ભાવનગરથી રણુજા તરફ પદયાત્રા કરી રહેલા સંઘને ઈક્કો કારે ટક્કર મારતાં ત્રણથી વધુ પદયાત્રીઓ ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલોને તાત્કાલિક લીંબડી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી બેની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરાયા છે.
મળતી માહિતી મુજબ, ભાવનગરથી 30થી વધુ પદયાત્રીઓનો સંઘ રણુજા તરફ જઈ રહ્યો હતો. સંઘે બોરણા ગામે રાત્રિ રોકાણ કર્યા બાદ સવારે ફરી પદયાત્રા શરૂ કરી હતી. આ દરમિયાન ડુંગર તળાવ નજીક પૂરઝડપે આવતી ઈક્કો કાર પદયાત્રીઓ સાથે અથડાઈ હતી. અકસ્માતમાં ત્રણથી વધુ પદયાત્રીઓને ઈજા પહોંચી હતી.
108ની ટીમે ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા
અકસાતની જાણ થતાં 108ની ટીમના પાયલોટ રઘુભાઈ જોગરાણા અને EMT છાયાબેન ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. ત્યારબાદ ઘાયલોને લીંબડી સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. ફરજ પરના તબીબ હર્ષ છત્રોલાએ ઘાયલોને પ્રાથમિક સારવાર આપી હતી. બે પદયાત્રીઓની હાલત ગંભીર જણાતાં તેમને સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં અકસ્માત અંગે MLC નોંધવામાં આવી છે. બીજી તરફ, પોલીસે પણ ઘટનાની નોંધ લઈ અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે વધુ તપાસ શરૂ કરી છે. ઘટનાને પગલે પદયાત્રીઓના સંઘમાં ચિંતા ફેલાઈ હતી.
આ પણ વાંચો: આસામના કાઝીરંગામાં ગમખ્વાર અકસ્માત: 23નાં મોત, અનેક ઘાયલ
આ પણ વાંચો: અંબાજી-માઉન્ટ રોડ પર ગમખ્વાર અકસ્માત! પરિવારથી ભરેલી ટેમ્પો ટ્રાવેલર ખીણમાં ખાબકી
આ પણ વાંચો: ભાવનગર જતાં અમદાવાદના પરિવારને નડ્યો અકસ્માત: કાર પલટી જતાં 2નાં કરુણ મોત
