Ahmedabad News/ પાણીની ટાંકી ભરી રાખજો! અમદાવાદના આ વિસ્તારોમાં 16 નવેમ્બરે પાણી પુરવઠો બંધ

AMC દ્વારા જાસપુરના 200 MLD પ્લાન્ટની ટ્રંક મેઈન લાઇનમાં સમારકામ કરાશે. ગોતા, બોડકદેવ, થલતેજ, બોપલ-ઘુમા સહિતના વિસ્તારોમાં 16 નવેમ્બરે પાણીકાપ (Ahmedabad Water Cut) રહેશે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Ahmedabad Water Cut: 16 નવેમ્બરે પાણીકાપ, જાણો અસરગ્રસ્ત વિસ્તારો

Ahmedabad News: અમદાવાદ શહેરના ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનના અનેક વિસ્તારોમાં 16 નવેમ્બરે પાણી પુરવઠો બંધ (Ahmedabad Water Cut) રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા જાસપુર ખાતે આવેલા 200 MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આધારિત ટ્રંક મેઈન લાઇનમાં (AMC Water Supply) સમારકામ હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરીને કારણે 16 નવેમ્બરના રોજ સવારના પાણી પુરવઠા બાદ સંબંધિત વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. જ્યારે 17 નવેમ્બરે ઉપલબ્ધ પાણીના જથ્થા અનુસાર પુરવઠો કરવામાં આવશે.

Ahmedabad Water Cut: બે સ્થળોએ ટ્રંક મેઈન લાઇનનું સમારકામ

AMCની સૂચના મુજબ, એન્જિનિયરિંગ વોટર પ્રોજેક્ટ હેઠળ 16 નવેમ્બરે (Water Cut 16 November) બે સ્થળોએ સમારકામની કામગીરી કરવામાં આવશે. પ્રથમ કામગીરી લીલાપુર ગામ નજીક આવેલા લીલાપુર તળાવ પાસે 1300 MM વ્યાસની ટ્રંક મેઈન લાઇન પર કરવામાં આવશે. અહીં સ્ક્રુ વાલ્વનો ક્ષતિગ્રસ્ત સ્પિન્ડલ રોડ બદલીને નવો સ્પિન્ડલ રોડ નાખવામાં આવશે.

બીજી કામગીરી સરખેજ નેશનલ હાઈવે પર કેડિલા સર્કલથી APMC એમ્બર ટાવર તરફ જતી 750 MM વ્યાસની MS ટૌનકેમ લાઇન પર ક્લાસિક હોમ લાઇન પાસે ડ્રેનેજ રી-હબની રહેશે.

ઉત્તર પશ્ચિમ ઝોનના આ વિસ્તારોમાં પાણીકાપ

સમારકામની અસર ઉત્તર પશ્ચિમ ઝોનના ગોતા, બોડકદેવ અને થલતેજ વોર્ડ સહિતના વિસ્તારોમાં થશે. ગોતા TP-55, બોડકદેવના રાજપથ TP-50, થલતેજના ભાડજ TP-406, હેબતપુર TP-53/A, શિલજ ગામ તેમજ બોપલ-ઘુમા (Bopal Ghuma) વિસ્તારમાં પાણી પુરવઠો ખોરવાશે.

આ ઉપરાંત દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેજ-મકતમપુરા વોર્ડના તમામ વિસ્તારોમાં પણ 16 નવેમ્બરે સવારના પુરવઠા બાદ પાણી વિતરણ બંધ રહેશે.

AMCની નાગરિકોને પાણીનો સંગ્રહ કરવાની અપીલ

AMC દ્વારા સંબંધિત વિસ્તારોના નાગરિકોને 16 નવેમ્બરના રોજ સવારના પાણી પુરવઠા બાદ જરૂરી પાણીનો સંગ્રહ કરી રાખવા અપીલ કરવામાં આવી છે. સાથે જ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. 17 નવેમ્બરના રોજ ઉપલબ્ધ પાણીના જથ્થા પ્રમાણે પુરવઠો કરવામાં આવશે. જેથી અસરગ્રસ્ત વિસ્તારોના રહીશોને અગાઉથી પાણીની વ્યવસ્થા કરી લેવા જણાવાયું છે.


આ પણ વાંચો: બાપ રે! વડોદરામાં એક મહિના સુધી પાણી કાપ, હજારો પરિવારો મુશ્કેલીમાં

આ પણ વાંચો: રાજકોટમાં આકરા તાપ વચ્ચે પાંચ વોર્ડમાં પાણી કાપ, તાપમાન અને લોકોનો મિજાજ બંને આસમાને

આ પણ વાંચો: રાજકોટવાસીઓ સાવધાન! અઠવાડિયામાં બીજીવાર પાણી કાપ, શહેરના આ 5 વોર્ડના વિસ્તારોમાં નહીં આવે પાણી