Anand News: અમુલે દહીંના ભાવમાં પ્રતિ કિલો 5 રૂપિયાનો વધારો(Amul Curd Price Hike) કર્યો છે. દૂધ બાદ હવે દહીં પણ મોંઘું થતાં લોકોના રસોડાના બજેટ પર અસર પડશે.
ઘી, બટર, દૂધ બાદ દહીં મોંઘું
અગાઉ ઘી (Ghee), બટર અને દૂધના ભાવમાં વધારો થઈ ચૂક્યો છે. હવે દહીંના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે.દહીંના 1 કિલોના બકેટનો ભાવ હવે 120 રૂપિયા થયો છે. 370 ગ્રામ દહીંનો ભાવ 37 રૂપિયા રહેશે.
Amul Curd Price Hike:અમુલ દહીંના ભાવમાં વધારો
દહીંની સાથે મસ્તી દહીં (Masti Dahi) ના ભાવમાં પણ વધારો થયો છે. 1 કિલો મસ્તી દહીં માટે હવે 85 રૂપિયા ચૂકવવા પડશે.લસ્સી (Lassi)ના ભાવમાં પણ વધારો કરાયો છે. અમૂલ પ્રો.બાયોટિક રોઝ લસ્સીમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ચૂંટણી પૂરી થતાં જ મોંઘવારીનો મારઃ અમુલ દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો
આ પણ વાંચો: અમુલના ગોલ્ડના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારોઃ જાણો ગુજરાત કેમ બાકાત
