Navsari News: નવસારી જિલ્લાના અમલસાડમાં લાભ પાંચમના દિવસે ચીકુની નવી સીઝનનું (Amalsad Chikoo Season) મુહૂર્ત કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે જ બજારમાં 10થી 12 હજાર મણ ચીકુની આવક નોંધાઈ હતી. ખેડૂતોને (Chikoo Farmers Navsari) પ્રતિ મણ રૂ.900થી રૂ.1,400 સુધીના ભાવ (Chikoo Price Gujarat) મળ્યા હતા. અતિવૃષ્ટિ અને પૂરના કારણે પાકને નુકસાન થયું હોવા છતાં મુહૂર્તના દિવસે ધારણા કરતાં વધુ આવક નોંધાતાં વેપારીઓ અને ખેડૂતો આશ્ચર્યમાં મુકાયા હતા.
Amalsad Chikoo Season: આગામી 10 દિવસ ચીકુની આવક સારી રહેવાની શક્યતા
વેપારી એસોસિએશનના પ્રમુખ અને APMCના પૂર્વ વાઇસ ચેરમેન અશોકે જણાવ્યું હતું કે હવામાનની પ્રતિકૂળ પરિસ્થિતિ હોવા છતાં બજારમાં ધારણા કરતાં વધુ ચીકુની આવક થઈ છે. વેપારીઓના અંદાજ મુજબ, આગામી 10 દિવસ સુધી બજારમાં આવક સારી રહેશે. ત્યારબાદ આવકમાં થોડો ઘટાડો થઈ શકે છે. બજારની સ્થિતિ પ્રમાણે ચીકુના ભાવમાં પણ વધઘટ જોવા મળી શકે છે.
અતિવૃષ્ટિને કારણે ઉત્પાદન ઘટવાનો અંદાજ
અમલસાડ મંડળીના સેક્રેટરી આશિષ નાયકે જણાવ્યું હતું કે આ વર્ષે અતિવૃષ્ટિ અને પૂરના કારણે ચીકુના પાકને નુકસાન થયું છે. ઝાડ પર ફૂલ સારા પ્રમાણમાં હોવા છતાં ચીકુનું ઉત્પાદન ઓછું રહેવાનો અંદાજ છે.
ગત વર્ષે અમલસાડ મંડળીએ સમગ્ર સીઝન દરમિયાન અંદાજે 6.5 લાખ મણ ચીકુનું વેચાણ કર્યું હતું. જોકે, આ વર્ષે વેચાણ ઘટીને લગભગ 5 લાખ મણ રહેવાની શક્યતા છે.
દિલ્હી માર્કેટમાં મોકલાતી ગાડીઓની સંખ્યા ઘટશે
સહકારી સંસ્થાઓના કુલ ચીકુના જથ્થામાંથી લગભગ 99 ટકા માલ દિલ્હી માર્કેટમાં મોકલવામાં આવે છે. આ વર્ષે શરૂઆતમાં દિલ્હી માર્કેટમાં સારા ભાવ મળવાની આશા છે. સીઝનના સૌથી વધુ આવકવાળા દિવસોમાં અગાઉ દિલ્હી માટે 40થી 60 ગાડીઓ મોકલવામાં આવતી હતી. જોકે, આ વર્ષે આ સંખ્યા ઘટીને 30થી 40 ગાડી રહેવાનો અંદાજ છે. માર્ચ મહિનામાં ચીકુની આવક વધે ત્યારે ગરમી અને ટ્રાન્સપોર્ટની સમસ્યાઓ ઊભી થવાની પણ શક્યતા છે.
ટ્રેનો મોડી પડતાં આ વર્ષે ટ્રકથી ચીકુ મોકલાશે
ગત વર્ષે રેલવે દ્વારા ચીકુ મોકલવામાં ટ્રેનો 24થી 36 કલાક મોડી પહોંચતાં વેપારીઓ અને સહકારી સંસ્થાઓને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. આ ઉપરાંત, રેલવે મંત્રાલય દ્વારા અગાઉ મળતી 45 ટકા સબસિડી પણ છેલ્લા ચાર વર્ષથી બંધ છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ વર્ષે સહકારી સંસ્થાઓએ રેલવેને બદલે ટ્રક એટલે કે રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા ચીકુ મોકલવાની રણનીતિ બનાવી છે. આ વ્યવસ્થાથી ચીકુનો માલ સમયસર અને સુરક્ષિત રીતે દિલ્હી પહોંચાડી શકાય તેવી આશા છે.
આ પણ વાંચો: અમુલ દૂધ બાદ હવે દહીંના ભાવમાં વધારો, અમુલે પ્રતિ કિલો 5 રૂપિયા વધાર્યા, લસ્સી પણ મોંઘી
આ પણ વાંચો: લાભપાંચમથી હાપા યાર્ડમાં હરાજી શરૂ, મગફળીનો ભાવ રૂ. 2,725 સુધી પહોંચ્યો; કપાસની 2,500 ગાંસડીની આવક
આ પણ વાંચો: ખેડૂતો માટે ખુશીના સમાચાર! લાભપાંચમની હરાજીમાં મગફળી અને મગના સારા ભાવ
