Ahmedabad News: અમદાવાદના સરદાર પટેલ (SP) રિંગ રોડ (SP Ring Road) પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે શીલજ જંકશન પર વિશાળ ઓવરબ્રિજનું (Shilaj Overbridge) નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અંદાજે રૂ.120 કરોડના ખર્ચે બની રહેલો આ બ્રિજ 834 મીટર લાંબો અને 27 મીટર પહોળો હશે. 6 લેન ધરાવતા આ બ્રિજથી બોપલથી સાયન્સ સિટી સુધીના વિસ્તારમાં ટ્રાફિક હળવો થવાની સાથે દરરોજ અવરજવર કરતા 1 લાખથી વધુ વાહનચાલકોને રાહત મળવાની આશા છે.
Shilaj Overbridge: રૂ.120 કરોડના ખર્ચે 834 મીટર લાંબો બ્રિજ
શહેરના SP રિંગ રોડ પર વાહનોની સંખ્યા સતત વધી રહી છે. ખાસ કરીને શીલજ જંકશન પર પીક અવર્સ દરમિયાન ટ્રાફિકનું (Ahmedabad Traffic) ભારણ જોવા મળે છે. આ સમસ્યાના ઉકેલ માટે અંદાજે રૂ.120 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે.
આ બ્રિજ કુલ 834 મીટર લાંબો અને 27 મીટર પહોળો હશે. 6 લેન ધરાવતા આ ઓવરબ્રિજથી (6 Lane Bridge Ahmedabad) જંકશન પર વાહનોની અવરજવર વધુ સરળ બનશે અને ટ્રાફિક જામની સમસ્યામાં ઘટાડો થવાની શક્યતા છે.
બોપલથી સાયન્સ સિટી સુધી ટ્રાફિક હળવો થશે
શીલજ જંકશન પર બ્રિજ કાર્યરત થયા બાદ બોપલથી સાયન્સ સિટી (Bopal Science City) સુધીના સમગ્ર વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ હળવું થવાની આશા છે. આ પ્રોજેક્ટથી દરરોજ આ માર્ગ પરથી પસાર થતા 1 લાખથી વધુ વાહનચાલકોને સીધી રાહત મળી શકે છે. ખાસ કરીને રોજિંદા મુસાફરો, નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓનો મુસાફરીનો સમય બચવાની સાથે ઇંધણની પણ બચત થઈ શકે છે. આ ઉપરાંત અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફની કનેક્ટિવિટી વધુ સરળ અને ઝડપી બનવાની અપેક્ષા છે.
આ પણ વાંચો: રૂ.450 કરોડના સરખેજ-ઇસ્કોન બ્રિજ પર રોડ ઉબડખાબડ? વાહનચાલકનો વીડિયો વાયરલ
આ પણ વાંચો: રાજકોટના ગોંડલ ચોકડી બ્રિજની હાલત પર સવાલ! ફરી પડ્યા પોપડા, રસ્તા પર કાટમાળથી ટ્રાફિકજામ
