Kutch News/ કચ્છના અંજારમાં ટ્રક-બાઈક વચ્ચે અકસ્માત, 14થી 16 વર્ષના 3 કિશોરોનાં મોત

Anjar Accident: કચ્છના અંજાર નજીક અજાપરની પ્લાયવુડ ફેક્ટરી પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતમાં ત્રણ કિશોરોનાં મોત થયાં હતાં. અંજાર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Top Stories Gujarat Others
Anjar Accident: કચ્છમાં માર્ગ અકસ્માતમાં 3 કિશોરોનાં મોત, અંજારમાં ટ્રક-બાઈક વચ્ચે ટક્કર

Kutch News: કચ્છના અંજાર નજીક અજાપર વિસ્તારમાં ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત (Anjar Accident) સર્જાતાં ત્રણ કિશોરોનાં મોત થયાં (Three Teenagers Killed) હતાં. અજાપરની પ્લાયવુડ ફેક્ટરી પાસે બનેલી આ ઘટનામાં બાઈક ટ્રક સાથે અથડાતાં ત્રણેય કિશોરોએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાને પગલે મૃતકોના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

Anjar Accident: અકસ્માતમાં ત્રણ કિશોરોનાં મોત

મળતી માહિતી મુજબ, અજાપરની પ્લાયવુડ ફેક્ટરી પાસે ટ્રક અને બાઈક વચ્ચે ટક્કર થઈ હતી. બાઈક પર ત્રણ કિશોર સવાર હતા. અકસ્માતમાં ત્રણેયને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટનાસ્થળે જ તેમનાં મોત નીપજ્યાં હતાં.

મૃતકોની ઓળખ 14 વર્ષીય ઉમલ રામજી આશા રબારી, 16 વર્ષીય માધવ ધના રબારી અને ઈશ્વર કમા રબારી તરીકે થઈ છે. ત્રણેય કિશોર રબારી સમાજના હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં અંજાર પોલીસે (Anjar Police) ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

મુન્દ્રામાં પણ પિતા-પુત્રનાં મોત થયાં હતાં

પૂર્વ કચ્છમાં તાજેતરમાં માર્ગ અકસ્માતની બીજી ઘટના પણ સામે આવી હતી. મુન્દ્રાના લુણી-વડાલા રોડ પર ગાયને બચાવવાના પ્રયાસમાં બાઈક સવાર પિતા-પુત્ર અકસ્માતનો ભોગ બન્યા હતા.

અંજારના સિનુગ્રા ગામના 40 વર્ષીય કાનજી દેવજી માંગલિયા અને તેમના 8 વર્ષીય પુત્ર રુદ્રનું આ અકસ્માતમાં મોત થયું (Gujarat Accident News) હતું. બંને લુણી ગણેશ મંદિરમાં યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં જઈ રહ્યા હતા. આ ઘટનાથી પરિવાર અને સ્થાનિક વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ હતી.


આ પણ વાંચો: સિગ્નલ પર કાર રોકી હોય તો સાવધાન! અકસ્માતનું નાટક કરી લૂંટવાનો પ્રયાસ?

આ પણ વાંચો: UAEમાં 23 વાહનો વચ્ચે ભીષણ અકસ્માત, 14નાં મોત; મૃતકોમાં ગુજરાતનો 13 વર્ષીય કિશોર સહિત 4 ભારતીયો

આ પણ વાંચો: ઉત્તર પ્રદેશમાં ભયાનક અકસ્માતમાં ચાર મિત્રોના મોત, કાર 5 વખત પલટાઈને ખાડામાં ખાબકી