Ahmedabad News/ અમદાવાદ રિવરફ્રન્ટ પર ગંદકીના દૃશ્યો: છઠ્ઠ પૂજાના 24 કલાક બાદ પણ સફાઈ નહીં

Ahmedabad Riverfront પર છઠ્ઠ પૂજા (Chhath Puja)બાદ સર્જાયેલી આ સ્થિતિ સ્વચ્છતાની વ્યવસ્થા સામે સવાલ ઊભા કરે છે.

Gujarat Ahmedabad
સ્વચ્છતાના મોટા દાવા વચ્ચે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ (Ahmedabad Riverfront)પરથી સામે આવેલા દૃશ્યોએ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે

Ahmedabad News : સ્વચ્છતાના મોટા દાવા વચ્ચે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ (Ahmedabad Riverfront)પરથી સામે આવેલા દૃશ્યોએ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે. છઠ્ઠ પૂજાની ઉજવણી પૂર્ણ થયાના 24 કલાક બાદ પણ ઘાટ પર સફાઈ ન થતાં ઠેર-ઠેર કચરાના ઢગલા જોવા મળ્યા હતા. ઇન્દિરા બ્રિજ નજીક આવેલા છઠ્ઠ પૂજા (Chhath Puja)ઘાટ પર પૂજાની સામગ્રી અને ડેકોરેશનનો કચરો યથાવત્ પડ્યો હતો.

Ahmedabad Riverfront પર સ્વચ્છતાના દાવા વચ્ચે ગંદકી

અમદાવાદ અને સાણંદને સ્વચ્છતા સર્વેક્ષણ 2025માં ‘સ્વચ્છ જોડી શહેર’નો એવોર્ડ મળ્યો છે. એક તરફ શહેરને સ્વચ્છતા માટે સન્માન મળી રહ્યું છે, તો બીજી તરફ રિવરફ્રન્ટ જેવા મહત્વના સ્થળે ગંદકીના દૃશ્યો સામે આવ્યા છે. Ahmedabad Riverfront પર છઠ્ઠ પૂજા (Chhath Puja)બાદ સર્જાયેલી આ સ્થિતિ સ્વચ્છતાની વ્યવસ્થા સામે સવાલ ઊભા કરે છે.

Chhath Puja બાદ ઘાટ પર કચરાના ઢગલા

ગત 16 નવેમ્બરના રોજ સવારે ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યા બાદ છઠ્ઠ પર્વની ઉજવણી પૂર્ણ થઈ હતી. ત્યારબાદ શ્રદ્ધાળુઓ પોતપોતાના ઘરે પરત ફર્યા હતા. જોકે, ઉજવણી પૂર્ણ થયા બાદ પણ સાબરમતી રિવરફ્રન્ટના (Sabarmati Riverfront)ઘાટ પર સફાઈ કરવામાં આવી નહોતી.

ઘાટના ઉપરના રસ્તા સહિત નીચેના ભાગમાં પૂજામાં વપરાયેલી સામગ્રી, ડેકોરેશનના સામાન અને અન્ય કચરો વેરવિખેર જોવા મળ્યો હતો. પરિણામે સમગ્ર વિસ્તારમાં ગંદકી ફેલાઈ હતી.

AMCના સોલિડ વેસ્ટ વિભાગની કામગીરી સામે સવાલ

શહેરમાં દરરોજ સવારના સમયે નિયમિત સફાઈ કરવામાં આવે છે. ખાસ કરીને રિવરફ્રન્ટ જેવા જાહેર સ્થળોએ મોટા તહેવારો અને કાર્યક્રમો પૂર્ણ થયા બાદ તાત્કાલિક સફાઈ કરવી જરૂરી હોય છે. તેમ છતાં છઠ્ઠ પૂજા (Chhath Puja)પૂર્ણ થયાના 24 કલાક બાદ પણ ઘાટની સફાઈ ન થતાં AMC Cleaning વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આવા પ્રસંગો માટે અગાઉથી સફાઈની વ્યવસ્થા ગોઠવવામાં આવે તે જરૂરી છે. તહેવાર પૂર્ણ થયા બાદ જાહેર સ્થળો પર કચરો લાંબા સમય સુધી પડ્યો રહે તો સ્વચ્છતા જાળવવાના પ્રયાસો પર પણ અસર પડે છે.

એવોર્ડ મળ્યો, પરંતુ જમીની હકીકત અલગ?

અમદાવાદને સ્વચ્છતાના ક્ષેત્રમાં એવોર્ડ મળવો ગૌરવની બાબત છે, પરંતુ શહેરની સ્વચ્છતા માત્ર પુરસ્કાર કે રેન્કિંગથી નક્કી થતી નથી. જાહેર સ્થળોની નિયમિત સફાઈ અને નાગરિકોને સ્વચ્છ વાતાવરણ પૂરું પાડવું પણ એટલું જ મહત્ત્વનું છે.

સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati Riverfront)પર જોવા મળેલી ગંદકી બાદ હવે સવાલ એ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર આ મામલે ક્યારે સફાઈ કરાવશે અને ભવિષ્યમાં આવા પ્રસંગો બાદ તાત્કાલિક સફાઈની વ્યવસ્થા કેવી રીતે સુનિશ્ચિત કરશે?


આ પણ વાંચો: અમદાવાદમાં પ્લાસ્ટિક, ગંદકી સામે AMCનુ મહાઅભિયાન, 900થી વધુ એકમોને નોટિસ

આ પણ વાંચો: પ્રજાના રૂપિયા પાણીની જેમ વહાવતો સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ

આ પણ વાંચો: સાબરમતી નદીમાં ગંદકીનું સામ્રાજ્ય