sports news/ IPL 2027 Retention: 44 ખેલાડી OUT, 14ના ટ્રેડ, ધોનીની નિવૃત્તિ

આગામી IPL સિઝન પહેલાં ક્રિકેટ જગતમાં મોટા ફેરફારો (IPL 2027 Retention)જોવા મળી રહ્યા છે

Sports
આગામી IPL સિઝન પહેલાં ક્રિકેટ જગતમાં મોટા ફેરફારો (IPL 2027 Retention)જોવા મળી રહ્યા છે

Sports News : આગામી IPL સિઝન પહેલાં ક્રિકેટ જગતમાં મોટા ફેરફારો (IPL 2027 Retention)જોવા મળી રહ્યા છે. મિની ઓક્શન પહેલાં ફ્રેન્ચાઇઝીઓએ પોતાની ટીમમાં મોટા ફેરફારો શરૂ કરી દીધા છે. અત્યાર સુધીમાં છ ટીમોમાંથી કુલ 44 ખેલાડીઓને રિલીઝ કરવામાં આવ્યા છે, જ્યારે 14 ખેલાડીઓ ટ્રેડ વિન્ડો મારફતે નવી ટીમમાં સામેલ થયા છે. આ ઉપરાંત પાંચ ખેલાડીઓની સેલેરીમાં ઘટાડો થયો છે. સૌથી મોટો ઝટકો ચેન્નાઈ સુપર કિંગ્સના ચાહકોને લાગ્યો છે, કારણ કે મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની 19 વર્ષની IPL કારકિર્દીમાંથી નિવૃત્તિ (MS Dhoni Retirement)જાહેર કરી છે.

ધોનીની નિવૃત્તિથી CSKમાં મોટો ફેરફાર

મહેન્દ્ર સિંહ ધોનીએ IPL 2027 પહેલાં ખેલાડી તરીકે પોતાની સફર પૂર્ણ કરી છે. ચેન્નાઈ સુપર કિંગ્સે તેમને ટીમના મેન્ટર તરીકે નવી જવાબદારી સોંપી છે. CSKના માલિક એન. શ્રીનિવાસને ધોની સાથેના લગભગ બે દાયકાના સંબંધોને યાદ કરીને તેમને ફ્રેન્ચાઇઝીની ઓળખ ગણાવી હતી.

ધોનીની નિવૃત્તિ સાથે ચેન્નાઈએ પોતાના કોચિંગ સ્ટાફમાં પણ ફેરફાર કર્યા છે. ઝહીર ખાનને હેડ કોચની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત એલ્બી મોર્કેલ, ગેરેથ બેટી, શ્રીધરન શ્રીરામ, મોહિત શર્મા અને જેમ્સ ફોસ્ટર કોચિંગ સ્ટાફનો ભાગ બનશે.

IPL 2027 Retention : છ ટીમોમાંથી 44 ખેલાડીઓની છૂટ્ટી

ઓક્શન પહેલાં વિવિધ ટીમોએ પોતાના સ્ક્વોડમાં મોટા ફેરફારો કર્યા છે. પંજાબ કિંગ્સે લોકી ફર્ગ્યુસન, મિચ ઓવેન, નેહલ વઢેરા સહિત છ ખેલાડીઓને રિલીઝ કર્યા છે. રાજસ્થાન રોયલ્સે એડમ મિલ્ને, તુષાર દેશપાંડે, ક્વેના મફાકા સહિત સાત ખેલાડીઓને બહાર કર્યા છે.

મુંબઈ ઈન્ડિયન્સે દીપક ચહર અને ટ્રેન્ટ બોલ્ટને રિલીઝ કર્યા છે. બીજી તરફ સનરાઇઝર્સ હૈદરાબાદે ટ્રેવિસ હેડ સહિત નવ ખેલાડીઓને ટીમમાંથી મુક્ત કર્યા છે. દિલ્હી કેપિટલ્સે મિચેલ સ્ટાર્ક, નીતીશ રાણા અને પથુમ નિસાંકા સહિત 11 ખેલાડીઓને રિલીઝ કર્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સે પણ ધોનીની નિવૃત્તિ ઉપરાંત પ્રશાંત વીર, મેથ્યુ શોર્ટ, મેટ હેનરી અને આકાશ મધવાલ સહિતના ખેલાડીઓને બહાર કર્યા છે.

હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહની ટીમ બદલાઈ

IPL 2027ના ટ્રેડ માર્કેટમાં (IPL Auction)સૌથી વધુ ચર્ચા મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે થયેલી ડીલની છે. હાર્દિક પંડ્યા (Hardik Pandya)મુંબઈ છોડીને પંજાબ કિંગ્સમાં સામેલ થયો છે, જ્યારે અર્શદીપ સિંહ મુંબઈ ઈન્ડિયન્સનો હિસ્સો બન્યો છે. હાર્દિકની સેલેરી પણ ₹16.35 કરોડથી વધીને ₹18 કરોડ થઈ છે.

બીજી તરફ ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદ પાસેથી હર્ષલ પટેલને (Harshal Patel) ₹4 કરોડની ડીલમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. આ ઉપરાંત રાજસ્થાન રોયલ્સે મોહમ્મદ શમી અને એમ. સિદ્ધાર્થને લખનૌ સુપર જાયન્ટ્સ પાસેથી ટ્રેડ કર્યા છે. સેમ કરન હવે લખનૌ તરફથી રમશે.

ચેન્નાઈ સુપર કિંગ્સે પણ હૈદરાબાદ સાથે મોટી ટ્રેડ ડીલ કરી છે. CSKએ લિયામ લિવિંગસ્ટોન અને જેક એડવર્ડ્સને પોતાની ટીમમાં સામેલ કર્યા છે, જ્યારે ખલીલ અહેમદ અને નાથન એલિસ હૈદરાબાદમાં જોડાયા છે.

પાંચ ખેલાડીઓની સેલેરીમાં મોટો ઘટાડો

ટ્રેડ વિન્ડોમાં ટીમ બદલવાની સાથે કેટલાક ખેલાડીઓની ફીમાં પણ ઘટાડો થયો છે. ઋષભ પંતની સેલેરી ₹27 કરોડથી ઘટીને ₹15 કરોડ થઈ છે. લિયામ લિવિંગસ્ટોનને હવે ₹6 કરોડ મળશે, જ્યારે ટી. નટરાજનની ફી ₹10.75 કરોડથી ઘટીને ₹5 કરોડ થઈ છે.

હર્ષલ પટેલની (Harshal Patel) સેલેરી ₹8 કરોડથી ઘટીને ₹4 કરોડ અને મોહમ્મદ શમીની ફી ₹10 કરોડથી ઘટીને ₹8 કરોડ થઈ છે. બીજી તરફ હાર્દિક પંડ્યા (Hardik Pandya)એકમાત્ર એવો ખેલાડી છે જેની સેલેરીમાં વધારો થયો છે.

આ તમામ ફેરફારો બાદ હવે 16 ડિસેમ્બરે ગોવામાં યોજાનારા મિની ઓક્શન પર ક્રિકેટ ચાહકોની નજર રહેશે. કઈ ટીમ કયા ખેલાડીને ખરીદશે અને કઈ ફ્રેન્ચાઇઝી નવી સિઝન માટે મજબૂત ટીમ બનાવશે તે જોવું રસપ્રદ રહેશે.


આ પણ વાંચો: ભારત-પાકિસ્તાન ફરી આમને-સામને, 22 નવેમ્બરે થશે મોટો મુકાબલો

આ પણ વાંચો: IPLમાંથી ધોનીની નિવૃત્તિ, CSKના નવા મેન્ટર બન્યા

આ પણ વાંચો: ભારત અને ન્યૂઝીલેન્ડ ક્યાં છે? બંને ટીમો વચ્ચે કેટલો તફાવત