Gandhinagar News: ગાંધીનગર મહાનગરપાલિકાની દબાણ હટાવવાની કામગીરી (Encroachment Removal Drive) સામે તંત્રની કથિત બેધારી નીતિને લઈને નાગરિકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે. શહેરના ટી.પી. સ્કીમ નંબર 409/બીમાં 36 મીટરના રસ્તાની વચ્ચે આવેલા બિનઅધિકૃત ધાર્મિક બાંધકામને એસ્ટેટ અને દબાણ શાખાએ દૂર કર્યું છે. જોકે, બીજી તરફ શહેરના મુખ્ય માર્ગો અને સર્કલ પાસે ખાણીપીણીની લારીઓ તથા અન્ય ગેરકાયદેસર દબાણો યથાવત્ હોવાને કારણે તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
Encroachment Removal Drive: 36 મીટરના રસ્તા વચ્ચેનું બાંધકામ દૂર કરાયું
ગાંધીનગર મહાનગરપાલિકાની એસ્ટેટ અને દબાણ શાખા દ્વારા ટી.પી. સ્કીમ નંબર 409/બી ખાતે કાર્યવાહી કરવામાં આવી હતી. અહીં 36 મીટરના રસ્તાની વચ્ચે આવેલા બિનઅધિકૃત ધાર્મિક બાંધકામને (Religious Encroachment) દૂર કરવામાં આવ્યું હતું. મનપાના જણાવ્યા અનુસાર, શહેરમાં ટ્રાફિકનું યોગ્ય સંચાલન, વાહનચાલકોની અવરજવર અને ટાઉન પ્લાનિંગ સ્કીમના અમલીકરણ માટે મુખ્ય માર્ગો ખુલ્લા રાખવા જરૂરી છે. આ હેતુથી બાંધકામ હટાવી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે.
મુખ્ય માર્ગો પર લારી-ગલ્લાનાં દબાણો યથાવત્
જોકે, શહેરના અન્ય વિસ્તારોમાં જાહેર માર્ગો અને સર્કલ પાસે ખાણીપીણીની લારીઓ તથા ગેરકાયદેસર દબાણો જોવા મળી રહ્યાં હોવાની ફરિયાદો છે. આ દબાણોને કારણે વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડે છે અને અનેક સ્થળોએ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે.
ચોક્કસ દબાણો સામે જ કાર્યવાહી થતી હોવાની ચર્ચા
શહેરીજનોમાં સવાલ ઊઠી રહ્યો છે કે જો ટ્રાફિક અને જાહેર માર્ગો ખુલ્લા રાખવા માટે દબાણો દૂર કરવામાં આવે છે, (GPMC Action) તો શહેરના અન્ય મુખ્ય માર્ગો પરના લારી-ગલ્લાનાં દબાણો સામે પણ આવી જ કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી? તંત્રની કામગીરીમાં પસંદગીયુક્ત વલણ હોવાની ચર્ચા વચ્ચે નાગરિકો તમામ ગેરકાયદેસર દબાણો સામે સમાન રીતે કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે.
આ પણ વાંચો: જૂનાગઢમાં બુલડોઝર એક્શન! બે દિવસમાં રૂ.8 કરોડની સરકારી જમીન દબાણમુક્ત
આ પણ વાંચો: જામનગરમાં મનપાનું દબાણો પર બુલડોઝર! કર્મચારી પર હુમલા બાદ 13થી વધુ રેકડી-કેબિન સહિતનો સામાન જપ્ત
આ પણ વાંચો: ગુજરાતમાં સરકારી જમીન પરના દબાણ સામે સરકારનું કડક વલણ, વારંવાર દબાણ કરનાર સામે FIRના આદેશ
