Junagadh News/ ગીરનાર પંથકમાં વધુ એક સિંહનું મોત: 5થી 7 વર્ષના સિંહનો મૃતદેહ મળતાં તપાસ શરૂ

જૂનાગઢના વંથલી તાલુકાના ધણફૂલીયા ગામની સીમમાંથી 5થી 7 વર્ષના સિંહનો મૃતદેહ (Vanthali Lion Death) મળ્યો. પોસ્ટમોર્ટમ માટે સક્કરબાગ ઝૂ મોકલાયો.

Top Stories Gujarat Breaking News
Vanthali Lion Death: 5થી 7 વર્ષના સિંહનો મૃતદેહ મળ્યો

Junagadh News: જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ધણફૂલીયા ગામની (Dhanfuliya Village) સીમમાંથી એક સિંહનો મૃતદેહ (Vanthali Lion Death) મળી આવતાં વન વિભાગમાં દોડધામ મચી ગઈ છે. અંદાજે 5થી 7 વર્ષની વયના સિંહનું મોત કયા કારણોસર થયું તે હજુ સ્પષ્ટ થયું નથી. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ અને પશુચિકિત્સકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ સિંહના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જૂનાગઢના સક્કરબાગ ઝૂ ખાતે ખસેડવામાં આવ્યો છે.

Vanthali Lion Death: મોતનું કારણ જાણવા પેનલ પોસ્ટમોર્ટમ કરાશે

ધણફૂલીયા ગામની સીમમાંથી સિંહનો (Gir Lion) મૃતદેહ મળી આવતાં વન વિભાગના અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક અંદાજ મુજબ સિંહની ઉંમર 5થી 7 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે. જોકે, તેનું મોત કેવી રીતે થયું અને તેની પાછળ કયા સંજોગો જવાબદાર છે તે હજુ જાણી શકાયું નથી.

સિંહના મૃતદેહને સક્કરબાગ ઝૂ (Sakkarbaug Zoo) ખાતે લઈ જવામાં આવ્યો છે, જ્યાં નિષ્ણાત પશુચિકિત્સકોની ટીમ દ્વારા પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ સામે આવશે.

સિંહોની સુરક્ષાને લઈને વન્યજીવ પ્રેમીઓમાં ચિંતા

ગિરનાર અને આસપાસના જંગલ વિસ્તારોમાં વન્યજીવોની સુરક્ષાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. અગાઉ વિસાવદર પંથક નજીક રેલવે ટ્રેનની અડફેટે આવતાં એક સિંહનું મોત થયું હતું. વારંવાર બનતી આવી ઘટનાઓને કારણે સિંહોની સુરક્ષા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. હાલ વન વિભાગ ધણફૂલીયા ગામની સીમમાં બનેલી ઘટનાની તપાસ કરી રહ્યું છે. સિંહનું મોત કુદરતી રીતે થયું છે કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.


આ પણ વાંચો: ગીર ગઢડામાં કૂવામાંથી સિંહનો મૃતદેહ મળ્યો, 3 દિવસ બાદ વનવિભાગને જાણ થતાં અનેક તર્ક વિતર્ક

આ પણ વાંચો: ગીરમાં ટ્રેનની અડફેટે સિંહણનું મોત, વિસાવદર પાસે અકસ્માત

આ પણ વાંચો: પાંચ સિંહ પાછળ કાર દોડાવી! ધારી ગીરનો વીડિયો વાયરલ થતાં વનવિભાગ દોડતું થયું