Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લા(Surendranagar)માં ખનીજ માફિયાઓ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. લીંબડી-રાજકોટ હાઈવે પરથી કાર્બોસેલ ભરેલા ત્રણ ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા છે. આ ત્રણેય ડમ્પર પોલીસના સકંજામાં આવતા ખનીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
Surendranagar : બે ડમ્પર પાસે રોયલ્ટી પાસ નહીં, એકમાં વધુ જથ્થો
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ઝડપાયેલા ત્રણ ડમ્પરમાંથી બે ડમ્પર પાસે રોયલ્ટી પાસ મળી આવ્યા નહોતા. જ્યારે એક ડમ્પરમાં મંજૂરી કરતાં વધુ જથ્થો ભરેલો હોવાનું સામે આવ્યું છે.
ત્રણેય ડમ્પર જોરાવરનગર પોલીસ સ્ટેશને લવાયા
પોલીસે ત્રણેય ડમ્પરને જોરાવરનગર પોલીસ સ્ટેશન (Joravarnagar Police Station)ખાતે લાવીને તપાસ હાથ ધરી હતી. મોટર વ્હીકલ (MV) એક્ટ હેઠળ ત્રણેય વાહનોને ડિટેઈન કરવામાં આવ્યા છે.
ખાણ-ખનીજ વિભાગે હાથ ધરી કાયદેસરની કાર્યવાહી
આ મામલે ખાણ-ખનીજ વિભાગે (Department of Mines and Minerals)પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિભાગ દ્વારા ડમ્પરોના દસ્તાવેજો અને ખનીજના જથ્થાની ચકાસણી કરીને નિયમ મુજબ આગળના પગલાં લેવાશે.
આ પણ વાંચો: બનાસકાંઠા ખાણ-ખનીજ વિભાગે રચ્યો નવો કીર્તિમાન, 201 કરોડથી વધુ આવક સાથે રાજ્યમાં પ્રથમ સ્થાન
આ પણ વાંચો: પાટણમાં ખોદકામ દરમિયાન માનવ કંકાલ મળતા ચકચાર, ખનીજ વિભાગની ટીમ દોડતી થઈ
આ પણ વાંચો: નવસારીમાં ખાણ ખનીજ વિભાગના નિવૃત્ત સહાયક ભૂસ્તરશાસ્ત્રીની ધરપકડ
