National News : બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત અકવાન (Cyclone Akvan) હવે ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના તાજેતરના બુલેટિન મુજબ, 20 નવેમ્બર 2026ના રોજ બપોર સુધીમાં ઉત્તર આંધ્રપ્રદેશ, યાનમ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકવાની (Andhra Pradesh Cyclone Alert)સંભાવના છે. આ દરમિયાન પવનની ઝડપ 90થી 100 કિમી પ્રતિ કલાક અને ઝટકાની ઝડપ 110 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. વાવાઝોડાને પગલે દરિયાકાંઠાના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
1. Cyclone Akvanનો ખતરો: દરિયાકાંઠે રેડ એલર્ટ
હવામાન વિભાગના 18 નવેમ્બરના બપોરના બુલેટિન પ્રમાણે, વાવાઝોડું બંગાળની ખાડીના (Bay of Bengal)પશ્ચિમ-મધ્ય ભાગમાં સક્રિય છે. તે ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. 18 નવેમ્બરની સવારે વાવાઝોડું ઓડિશાના ગોપાલપુરથી આશરે 710 કિલોમીટર અને પુરીથી 770 કિલોમીટર દૂર હતું.
20 નવેમ્બરે બપોર સુધીમાં નરસાપુરથી પુરી વચ્ચેના દરિયાકાંઠાના વિસ્તારમાં તેની અસર જોવા મળી શકે છે. આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં વહીવટી તંત્રને સાવચેત (Andhra Pradesh Cyclone Alert)રહેવા સૂચના આપવામાં આવી છે.
2. આંધ્રપ્રદેશ અને ઓડિશામાં અતિભારે વરસાદની આગાહી
19 અને 20 નવેમ્બરે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને ઓડિશામાં ભારે વરસાદની (Heavy Rain)શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. પશ્ચિમ ગોદાવરી, કોનાસીમા, કાકીનાડા, વિશાખાપટ્ટનમ, ગંજમ, ખુર્દા અને પુરીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની આશંકા છે.
હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં 0.5થી 1 મીટર સુધીના તોફાની મોજાથી પાણી ફરી વળવાની ચેતવણી આપી છે. માછીમારોને દરિયો ન ખેડવા અને દરિયાકાંઠાના નબળા મકાનોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની સલાહ આપવામાં આવી છે.
3. ઝારખંડ, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં પણ અસર
આ વાવાઝોડાની અસર માત્ર દરિયાકાંઠાના રાજ્યો સુધી મર્યાદિત નહીં રહે. હવામાન વિભાગે 20 અને 21 નવેમ્બરે ઝારખંડમાં ભારે વરસાદની આગાહી કરી છે. પૂર્વ મધ્યપ્રદેશમાં 21 નવેમ્બરે કેટલાક સ્થળોએ ભારે વરસાદ (Heavy Rain)પડી શકે છે.
આ ઉપરાંત છત્તીસગઢ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. પૂર્વોત્તરના રાજ્યો માટે પણ હવામાનમાં ફેરફારની આગાહી કરવામાં આવી છે.
4. દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ધુમ્મસની શક્યતા
ચક્રવાતની અસર વચ્ચે ઉત્તર ભારતના હવામાનમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. IMDના હવામાન ચેતવણી (IMD Alert)નકશા મુજબ 19થી 22 નવેમ્બર દરમિયાન ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં ધુમ્મસ છવાઈ શકે છે.
ખાસ કરીને સવારના સમયે દૃશ્યતા ઘટવાની શક્યતા હોવાથી વાહનચાલકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. બીજી તરફ પૂર્વ અને મધ્ય ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના છે.
હવામાન વિભાગે લોકોને આગામી દિવસોમાં સત્તાવાર હવામાન બુલેટિન પર નજર રાખવા અને સ્થાનિક વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.
