Tech News/ પૃથ્વીથી 1 લાઇટ ડે દૂર પહોંચનારું પ્રથમ માનવસર્જિત યાન

NASAના Voyager 1એ પૃથ્વીથી 1 લાઇટ ડે એટલે કે આશરે 25.9 અબજ કિલોમીટરનું અંતર કાપીને ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. 1977માં લોન્ચ થયેલું આ યાન આજે પણ ઇન્ટરસ્ટેલર સ્પેસમાં પ્રવાસ કરી રહ્યું છે.

Breaking News Top Stories Tech & Auto
Voyager 1: પૃથ્વીથી 1 લાઇટ ડે દૂર પહોંચનારું પ્રથમ માનવસર્જિત યાન

Tech News: Voyager 1 એ અંતરિક્ષમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. (NASA) નું આ અવકાશયાન પૃથ્વીથી 1 લાઇટ ડે એટલે કે એક પ્રકાશ દિવસ જેટલું અંતર કાપનારું પ્રથમ માનવસર્જિત યાન બની ગયું છે. 5 દાયકા પહેલાં લોન્ચ કરવામાં આવેલું આ અવકાશયાન હવે પૃથ્વીથી આશરે 25.9 અબજ કિલોમીટર દૂર પહોંચી ગયું છે. 18 નવેમ્બર 2026ના રોજ ભારતીય સમય અનુસાર સાંજે 3:46 વાગ્યે(Voyager 1 )એ આ ઐતિહાસિક અંતર પૂર્ણ કર્યું હોવાનું જણાવવામાં આવ્યું છે.

એક પ્રકાશ દિવસ એટલે પ્રકાશ એક દિવસમાં જેટલું અંતર કાપે છે. આ અંતર લગભગ 25.9 અબજ કિલોમીટર જેટલું થાય છે. માનવસર્જિત કોઈપણ અવકાશયાન માટે આટલું વિશાળ અંતર કાપવું મોટી સિદ્ધિ છે. (Voyager 1 ) નો પ્રવાસ માત્ર તેની ઝડપ અને અંતર માટે જ નહીં, પરંતુ છેલ્લા લગભગ પાંચ દાયકાથી સતત અંતરિક્ષમાં સંશોધન સાથે જોડાયેલો હોવાથી પણ વિશેષ છે.

Voyager 1નું અંતરિક્ષમાં ઐતિહાસિક સફર

 

NASAએ Voyager 1ને 5 સપ્ટેમ્બર 1977ના રોજ Titan IIIE-Centaur રોકેટની મદદથી લોન્ચ કર્યું હતું. શરૂઆતમાં આ અવકાશયાનને લગભગ 5 વર્ષના ગ્રહ સંશોધન મિશન માટે મોકલવામાં આવ્યું હતું. જોકે, તેની કામગીરી અને વૈજ્ઞાનિક ઉપયોગિતાને કારણે મિશનનો સમયગાળો ઘણો આગળ વધ્યો.

લોન્ચ થયા બાદ Voyager 1એ સૌરમંડળના વિવિધ ગ્રહોનો અભ્યાસ શરૂ કર્યો. 5 માર્ચ 1979ના રોજ તે ગુરુ એટલે કે ગુરુ ગ્રહ (Jupiter) ની નજીક પહોંચ્યું હતું. તે સમયે યાન પૃથ્વીથી આશરે 0.78 અબજ કિલોમીટર દૂર હતું. ત્યારબાદ 12 નવેમ્બર 1980ના રોજ Voyager 1 શનિ એટલે કે Saturn ની નજીક પહોંચ્યું.

આ દરમિયાન Voyager 1એ ગુરુ અને શનિ ઉપરાંત તેમના કેટલાક ચંદ્રો અંગે પણ મહત્વપૂર્ણ તસવીરો અને વૈજ્ઞાનિક માહિતી પૃથ્વી પર મોકલી હતી. આ ડેટાએ વૈજ્ઞાનિકોને આપણા સૌરમંડળના વિશાળ ગ્રહો અને તેમના ઉપગ્રહોને વધુ સારી રીતે સમજવામાં મદદ કરી.

2012માં સૌરમંડળની બહારની યાત્રા શરૂ કરી

Voyager 1ની સૌથી મોટી ઉપલબ્ધિઓમાંની એક તેની હેલિયોપોઝ સુધીની યાત્રા છે. 25 ઓગસ્ટ 2012ના રોજ આ અવકાશયાન પૃથ્વીથી આશરે 18.2 અબજ કિલોમીટર દૂર હેલિયોપોઝ સુધી પહોંચ્યું હતું.

હેલિયોપોઝ એ એવો વિસ્તાર છે જ્યાં સૂર્યના પ્રભાવ હેઠળનો હેલિયોસ્ફિયર વિસ્તાર સમાપ્ત થવા લાગે છે અને તેના બહાર ઇન્ટરસ્ટેલર સ્પેસ એટલે કે તારાઓ વચ્ચેનું અંતરિક્ષ શરૂ થાય છે. આ તબક્કોના મિશન માટે અત્યંત મહત્વપૂર્ણ હતો, કારણ કે ત્યારબાદ તે સૂર્યના સીધા પ્રભાવથી બહારના અંતરિક્ષમાં પોતાની યાત્રા આગળ વધારતું રહ્યું.

હાલ Voyager 1 ઇન્ટરસ્ટેલર સ્પેસમાં પ્રવાસ કરી રહ્યું છે અને ત્યાંથી વૈજ્ઞાનિક માહિતી એકત્રિત કરીને પૃથ્વી તરફ મોકલવાનું ચાલુ રાખ્યું છે.

ગુરુ અને શનિના સંશોધનમાં મોટી ભૂમિકા

Voyager 1 ના મિશનનો એક મહત્વપૂર્ણ હિસ્સો ગુરુ અને શનિના અભ્યાસ સાથે જોડાયેલો રહ્યો છે. આ અવકાશયાને બંને ગ્રહો તેમજ તેમના ચંદ્રોની તસવીરો અને વિવિધ પ્રકારના વૈજ્ઞાનિક આંકડા પૃથ્વી પર મોકલ્યા હતા.

Voyager 1 ની મદદથી NASA ને શનિના ચંદ્ર  ના વાતાવરણ અંગે પણ મહત્વપૂર્ણ માહિતી મળી હતી. તેના અભ્યાસથી જાણવા મળ્યું હતું કે ના વાતાવરણમાં લગભગ 90 ટકા નાઇટ્રોજન છે. અંગે મળેલી આ માહિતી ગ્રહવિજ્ઞાન અને સૌરમંડળના ચંદ્રોના અભ્યાસ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ હતી.

આ ઉપરાંત Voyager 1એ ગુરુ અને શનિની આસપાસના વાતાવરણ, ચુંબકીય ક્ષેત્ર અને અન્ય વૈજ્ઞાનિક પરિબળોના અભ્યાસમાં પણ યોગદાન આપ્યું છે.

Voyager 1નું વજન કેટલું છે?

NASAની માહિતી અનુસાર  નું વજન આશરે 1,592 પાઉન્ડ એટલે કે લગભગ 721.9 કિલોગ્રામ છે. આ અવકાશયાનને લાંબા સમય સુધી અંતરિક્ષમાં કાર્યરત રાખવા માટે તેમાં ત્રણ રેડિયોઆઇસોટોપ થર્મોઇલેક્ટ્રિક જનરેટર એટલે કે RTG લગાવવામાં આવ્યા છે.

આ જનરેટરની મદદથી અવકાશયાનને જરૂરી વીજળી મળે છે. લગભગ પાંચ દાયકા સુધી અંતરિક્ષમાં યાત્રા કર્યા બાદ પણ Voyager 1ના કેટલાક વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ કરીને માહિતી મેળવવામાં આવી રહી છે.

અનેક વૈજ્ઞાનિક સાધનોથી સજ્જ છે અવકાશયાન

 માં વિવિધ પ્રકારના વૈજ્ઞાનિક સાધનો લગાવવામાં આવ્યા છે. તેમાં Imaging Science System, Ultraviolet Spectrometer, Infrared Interferometer Spectrometer, Planetary Radio Astronomy Experiment, Photopolarimeter, Cosmic Ray Telescope, Radio Science System, Low Energy Charged Particles Experiment, Plasma Waves Experiment, Plasma Spectrometer અને Triaxial Fluxgate Magnetometer જેવા સાધનોનો સમાવેશ થાય છે.

આ સાધનોની મદદથી અંતરિક્ષમાં વિવિધ પ્રકારના કણો, ચુંબકીય ક્ષેત્ર, પ્લાઝ્મા તરંગો અને અન્ય વૈજ્ઞાનિક પરિબળો અંગે માહિતી એકત્રિત કરી શકે છે.

માનવસર્જિત યાન માટે ઐતિહાસિક સિદ્ધિ

એ 1 લાઇટ ડેનું અંતર પૂર્ણ કરીને માનવસર્જિત અવકાશયાનની યાત્રામાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. 1977માં શરૂ થયેલી તેની સફર લગભગ પાંચ દાયકા બાદ પણ ચાલુ છે. શરૂઆતમાં મર્યાદિત સમયના ગ્રહ સંશોધન માટે મોકલવામાં આવેલું આ યાન આજે પૃથ્વીથી અબજો કિલોમીટર દૂર ઇન્ટરસ્ટેલર સ્પેસમાં પ્રવાસ કરી રહ્યું છે. ની આ સિદ્ધિ માત્ર અંતર કાપવાનો રેકોર્ડ નથી, પરંતુ લાંબા ગાળાના અંતરિક્ષ સંશોધન અને માનવ ટેક્નોલોજીની ક્ષમતાનું પણ ઉદાહરણ છે. પૃથ્વીથી 1 પ્રકાશ દિવસ જેટલું અંતર કાપીને આ અવકાશયાને માનવજાતના અંતરિક્ષ સંશોધનના ઇતિહાસમાં વધુ એક મહત્વપૂર્ણ અધ્યાય ઉમેર્યો છે.


આ પણ વાંચો:NASAનું હાઈ એલર્ટ, 24 સપ્ટેમ્બરની રાત્રે દુનિયાને પર જોરદાર આફત, પૃથ્વી પર 72 લાખ KMની ઝડપે આવી રહી છે તબાહી  

આ પણ વાંચો:NASAની ચેતવણી ‘પૃથ્વી પર થશે જોરદાર વિસ્ફોટ, સમુદ્રમાં સર્જાઈ શકે છે ભયંકર તોફાન’

આ પણ વાંચો:મુંબઈ-ચેન્નાઈને ડૂબતું બચાવશે NASAનું રોબોટ, જાણો Ice Robot પ્રોજેક્ટ…