Dahod News/ સત્તાનો ઠાઠ છોડી જમીન પર બેઠા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સરાબલી ગામે આદિજાતિ પરિવાર સાથે લીધું દેશી ભોજન

ગરબાડાના 72 કલાકના પ્રવાસના પ્રથમ દિવસે CM ભૂપેન્દ્ર પટેલે સરાબલી ગામે આદિજાતિ પરિવારના ઘરે જમીન પર બેસી સાદું ભોજન લીધું

Gujarat Others Breaking News
CM

Dahod News: ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે દાહોદ જિલ્લાના અંતરિયાળ આદિજાતિ વિસ્તાર ગણાતા ગરબાડા તાલુકાના ગામોનો 3 દિવસીય એટલે કે 72 કલાકનો સઘન પ્રવાસ શરૂ કર્યો છે. રાજ્યના સર્વોચ્ચ વહીવટી પદ પર હોવા છતાં સામાન્ય નાગરિકોની વચ્ચે જઈને તેમની વાસ્તવિક પરિસ્થિતિ જાણવાના હેતુથી હાથ ધરાયેલા આ પ્રવાસના પ્રથમ દિવસે જ એક હૃદયસ્પર્શી દૃશ્ય જોવા મળ્યું હતું, જેની ગ્રામજનોમાં ભારે ચર્ચા છે.

સરાબલી ગામના આદિજાતિ પરિવારના આંગણે પહોંચ્યા CM

CM
CM had a meal with a tribal family.

પ્રવાસના પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગરબાડા તાલુકાના સરાબલી ગામે પહોંચ્યા હતા. અહીં તેમણે કોઈ વીઆઈપી પ્રોટોકોલ કે ભવ્ય આયોજનને બદલે એક સામાન્ય આદિજાતિ પરિવારના ઘરે બપોરનું ભોજન લેવાનું પસંદ કર્યું હતું. મુખ્યમંત્રી કોઈ પણ આડંબર વિના સીધા ગ્રામીણ પરિવારના આંગણે પહોંચતા પરિવારજનો સહિત સમગ્ર ગામમાં આનંદ અને આશ્ચર્યની લાગણી છવાઈ ગઈ હતી.

જમીન પર બેસી ભોજન લઈ સાદગીનો પરિચય આપ્યો

ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)રાજ્યમાં ‘મૃદુ અને મક્કમ’ મુખ્યમંત્રીની છાપ ધરાવે છે અને પોતાની સરળ કાર્યશૈલીને કારણે લોકોમાં ‘આપણા ભૂપેન્દ્ર દાદા’ તરીકે જાણીતા છે. સરાબલી ગામના આદિજાતિ પરિવારના ઘરે તેમણે ખુરશી કે ટેબલનો આગ્રહ રાખ્યા વિના પરિવારના સભ્યો સાથે જમીન પર પલાંઠી વાળીને બેસી સાદું દેશી ભોજન લીધું હતું. તેમની આ સાદગી જોઈને ઉપસ્થિત ગ્રામજનો ભાવવિભોર થઈ ગયા હતા.

વડીલોના ખબરઅંતર પૂછી બાળકોના અભ્યાસ અને આજીવિકાની વિગતો મેળવી

ભોજન દરમિયાન મુખ્યમંત્રીએ માત્ર ઔપચારિક મુલાકાત ન રાખતા પરિવારના વડીલો અને બહેનો સાથે આત્મીયતાપૂર્વક સંવાદ કર્યો હતો. તેમણે પરિવારની આર્થિક અને સામાજિક સ્થિતિ અંગે ઊંડાણપૂર્વક માહિતી મેળવી હતી. સાથે જ ઘરના બાળકોના અભ્યાસ તેમજ પરિવારની રોજગારી અને આજીવિકાના સાધનો અંગે પણ સ્નેહપૂર્વક પૃચ્છા કરી હતી.

આદિજાતિ સમાજમાં વિશ્વાસ અને પોતીકાપણાની લાગણી દૃઢ બની

મુખ્યમંત્રીની આ સંવેદનશીલતા અને ડાઉન-ટુ-અર્થ સ્વભાવથી સરાબલી સહિત આસપાસના આદિજાતિ (Tribal)ગ્રામજનોમાં નવો વિશ્વાસ જાગ્યો છે. સરકારના વડા પોતે છેવાડાના માનવીના ઘરે બેસીને તેમનું સુખ-દુઃખ વહેંચે, ત્યારે શાસન અને પ્રજા વચ્ચેનું અંતર ઘટે છે. ગરબાડા (Garbada)પ્રવાસના પ્રથમ દિવસની આ ઘટના રાજ્યભરમાં લોકસેવા અને સાદગીના ઉદાહરણ તરીકે ચર્ચાઈ રહી છે.


આ પણ વાંચો: ગરબાડામાં મુખ્યમંત્રીનો 72 કલાકનો આદિવાસી પ્રવાસ શરૂ, ધરતી આંબાથી બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ

આ પણ વાંચો: ગાંધીનગરમાં મુખ્યમંત્રીની સરપ્રાઇઝ વિઝિટ, મુખ્ય સચિવ અને અધિક મુખ્ય સચિવ પણ રહ્યા હાજર

આ પણ વાંચો: વાઇબ્રન્ટ સમિટની તૈયારીના ભાગરૂપે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જશે જાપાનના પ્રવાસે