uttarpradesh news/ અખિલેશ યાદવના રોડ શોમાં દુર્ઘટના: ભાજપ નેતાના 14 વર્ષના પુત્રનું JCBની ટક્કરથી મોત

14 વર્ષીય આર્યવર્ધન સિંહ (Aryavardhan Singh)સ્કૂટર પર રસ્તો પાર કરી રહ્યો હતો, ત્યારે JCB સાથે તેની ટક્કર (JCB Accident)થઈ હતી

Top Stories India
રોડ શોમાં સ્વાગત માટે ફૂલો વરસાવતું JCB એક સ્કૂટર સાથે અથડાયું (JCB Accident)હતું, જેમાં ભાજપના સ્થાનિક નેતા ઓમકાર સિંહના 14 વર્ષના પુત્ર આર્યવર્ધન સિંહનું (Aryavardhan Singh)મોત થયું હતું

Uttarpradesh News : ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવના (Akhilesh Yadav)રોડ શો (Gorakhpur Road Show)દરમિયાન એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. રોડ શોમાં સ્વાગત માટે ફૂલો વરસાવતું JCB એક સ્કૂટર સાથે અથડાયું (JCB Accident)હતું, જેમાં ભાજપના સ્થાનિક નેતા ઓમકાર સિંહના 14 વર્ષના પુત્ર આર્યવર્ધન સિંહનું (Aryavardhan Singh)મોત થયું હતું. ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને રોડ પર વિરોધ પ્રદર્શન શરૂ થયું હતું.

Gorakhpur Road Show (Gorakhpur Road Show) દરમિયાન કેવી રીતે સર્જાયો અકસ્માત?

અખિલેશ યાદવ એરપોર્ટથી દેવકાહી ગામ તરફ PDA રથમાં જઈ રહ્યા હતા. કુઢાઘાટ વિસ્તારમાં મહાદેવ ઝારખંડી ગેટ નજીક સમાજવાદી પાર્ટીના કાર્યકરોએ તેમના સ્વાગત માટે JCB ગોઠવ્યું હતું. JCBમાંથી ફૂલો અને માળા વરસાવવામાં આવી રહ્યા હતા.

આ દરમિયાન 14 વર્ષીય આર્યવર્ધન સિંહ (Aryavardhan Singh)સ્કૂટર પર રસ્તો પાર કરી રહ્યો હતો, ત્યારે JCB સાથે તેની ટક્કર (JCB Accident)થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે આર્યવર્ધનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મૃતક ધોરણ 10માં અભ્યાસ કરતો હતો.

અકસ્માત બાદ રસ્તા પર વિરોધ, અખિલેશ સામે સૂત્રોચ્ચાર

અકસમાતના સમાચાર ફેલાતાં જ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થયા હતા. ભાજપના કાર્યકરો અને સ્થાનિક આગેવાનો પણ વિરોધમાં જોડાયા હતા. લોકોએ રસ્તો રોકીને અખિલેશ યાદવ અને રોડ શોના આયોજકો સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.

પરિવારની માંગ છે કે અકસ્માત માટે જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને રોડ શોના આયોજકો સામે પણ કેસ નોંધવામાં આવે. સ્થિતિને કાબૂમાં લેવા વરિષ્ઠ પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કાર્યવાહી કરવાની ખાતરી બાદ લોકોએ રસ્તા પરથી અવરોધ હટાવ્યો હતો.

CM Yogi (CM Yogi)એ પરિવાર માટે ₹5 લાખની સહાય જાહેર કરી

ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath)મૃતકના પરિવાર માટે ₹5 લાખની આર્થિક સહાય જાહેર કરી છે. મુખ્યમંત્રી આજે ગોરખપુરના પ્રવાસે છે અને પરિવારની મુલાકાત લે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ ઘટનાએ રાજકીય કાર્યક્રમોમાં ભારે મશીનરીના ઉપયોગ અને સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઊભા કર્યા છે. સ્વાગત માટે રસ્તા પર JCB જેવા વાહનો ગોઠવવામાં આવે ત્યારે રાહદારીઓ અને વાહનચાલકોની સલામતી માટે પૂરતી વ્યવસ્થા કેમ ન કરવામાં આવી, તે મુદ્દે ચર્ચા શરૂ થઈ છે.

અખિલેશ યાદવના 20 કિમી રોડ શોમાં મોટી ભીડ

અખિલેશ યાદવે (Akhilesh Yadav)ગોરખપુરમાં PDA રથ દ્વારા અંદાજે 20 કિલોમીટર લાંબો રોડ શો (Gorakhpur Road Show)કર્યો હતો. આ દરમિયાન સમાજવાદી પાર્ટીના હજારો કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા. રોડ શો બાદ યોજાયેલી રેલીમાં પણ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

અખિલેશ યાદવે ગોરખપુરમાં મળેલા જનસમર્થનને લઈને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે ભીડ ભાજપ માટે આગામી ચૂંટણીમાં પડકાર બની શકે છે. જોકે, સ્વાગત કાર્યક્રમ દરમિયાન થયેલા અકસ્માતે રોડ શોની ખુશી પર દુઃખની છાયા પાથરી દીધી છે. એક પરિવારના 14 વર્ષના દીકરાના મોતથી સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છે.


આ પણ વાંચો: અખિલેશ યાદવ 12 ડિસેમ્બરે પરિવાર સાથે રામલલ્લાનાં દર્શન કરશે, રાજકારણ ગરમાયું

આ પણ વાંચો: અખિલેશ યાદવની અયોધ્યા મુલાકાત પર રાજકીય ઘમાસાણ,સપાનું નિવેદન

આ પણ વાંચો: અખિલેશ યાદવ 2027ની વિધાનસભા ચૂંટણી નહીં લડે? વારાણસીમાં કહ્યું, “હું ચૂંટણી નથી લડતો ત્યારે CM બનું છું”