Ahmedabad News/ AMC શહેરમાં મહિલાઓ માટે વધુ 19 આધુનિક જાહેર શૌચાલય બનાવશે, એક વર્ષની સમયમર્યાદા

ahmedabad pink toilet: AMC દ્નારા શહેરમાં મહિલાઓ માટે 19 પિંક ટોઇલેટ બનાવામાં આવશે

Gujarat Ahmedabad Breaking News
ahmedabad pink toilet

Ahmedabad News: અમદાવાદ પિંક ટોઇલેટ (Ahmedabad pink toilet)ની સંખ્યા વધારવા માટે વધુ 19 પિંક ટોઇલેટ બનાવવાનું આયોજન કરાયું છે. વર્લ્ડ ટોઇલેટ ડે એટલે કે 19 નવેમ્બર નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગએ આ જાહેરાત કરી છે. તેનો હેતુ મહિલાઓ માટે સ્વચ્છ, સુરક્ષિત અને આધુનિક જાહેર શૌચાલયની સુવિધા વધુ મજબૂત બનાવવાનો છે.

અમદાવાદ પિંક ટોઇલેટ (Ahmedabad pink toilet)ની હાલની સ્થિતિ અને ખર્ચ

ahmedabad pink toilet
ahmedabad pink toilet plan 19 more for women

શહેરમાં અગાઉ 16 પિંક ટોઇલેટ બન્યા છે, અને તે બધા હાલ કાર્યરત છે. હવે વિવિધ ઝોનમાં અંદાજે રૂ. 5.77 કરોડના ખર્ચે નવા 19 પિંક ટોઇલેટ બનાવવામાં આવશે.બાંધકામ માટે ટેન્ડર પ્રક્રિયા પૂરી થયા પછી મંજૂર થયેલા કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર અપાશે. વર્ક ઓર્ડર મળ્યા બાદ એક વર્ષની અંદર બાંધકામ પૂર્ણ કરવાની સમયમર્યાદા રાખવામાં આવી છે.

ઝોન પ્રમાણે ક્યાં બનશે પિંક ટોઇલેટ

આયોજન મુજબ નવા પિંક ટોઇલેટ આ રીતે બનાવાશે:

દક્ષિણ ઝોન: લાંભા, વટવા, દાણીલીમડા અને ઇસનપુર, કુલ 4

ઉત્તર પશ્ચિમ ઝોન: ગોતા, 1

પશ્ચિમ ઝોન: સાબરમતી અને નવરંગપુરા, 2

ઉત્તર ઝોન: સૈજપુર, નરોડા, ઇન્ડિયા કોલોની, સરદારનગર અને કુબેરનગર વિસ્તાર, કુલ 6

પૂર્વ ઝોન: અમરાઈવાડી, નિકોલ અને વસ્ત્રાલ, 3

મધ્ય ઝોન: અસારવા, શાહપુર અને જમાલપુર, 3

શહેરના તમામ ઝોનમાં તબક્કાવાર આ સુવિધાનો વિસ્તાર કરવામાં આવશે. સ્થળની ઉપલબ્ધ જગ્યા અને જરૂરિયાત મુજબ પૂરતી ટોઇલેટ સીટની વ્યવસ્થા કરાશે.

અમદાવાદ પિંક ટોઇલેટમાં મળનારી સુવિધાઓ

ahmedabad pink toilet
ahmedabad pink toilet plan 19 more for women

દિવ્યાંગ મહિલાઓ માટે સુલભ ટોઇલેટ અને જરૂરી સહાયક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. દરેક પિંક ટોઇલેટમાં બેબી ફીડિંગ રૂમ અને બેબી ડાયપર ચેન્જિંગ રૂમ બનાવવાનું આયોજન છે.સાથે સેનેટરી પેડ વેન્ડિંગ મશીન (sanitary pad vending machine) અને વપરાયેલા સેનેટરી પેડના યોગ્ય નિકાલ માટે ઇન્સિનરેટર પણ મુકાશે.

સફાઈ, સુરક્ષા અને જાળવણીની વ્યવસ્થા

સ્વચ્છતા, સુરક્ષા અને નિયમિત જાળવણી માટે AMC જરૂરી વ્યવસ્થા કરશે. સફાઈ, પાણીની ઉપલબ્ધતા અને અન્ય સુવિધાઓની દેખરેખ માટે મહિલા કેરટેકર (women caretaker)ની નિમણૂક કરાશે, જેથી મહિલાઓને સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણ મળે.પિંક ટોઇલેટ બનાવનાર એજન્સી કે કોન્ટ્રાક્ટરને જ બાંધકામ સાથે પાંચ વર્ષના ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સ (O&M)ની જવાબદારી સોંપવામાં આવશે.


આ પણ વાંચો: વડોદરા કોર્પોરેશન પર ₹1039 કરોડનો બોજ યથાવત, ₹4193 કરોડનું વ્યાજ માફ છતાં તિજોરી પર આર્થિક સંકટની આશંકા

આ પણ વાંચો: સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું અંધેર તંત્રઃ લગભગ 10 હજાર ફાઇલ ગાયબ

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હવે ‘વહીવટદાર શાસન’, મુકેશ કુમારની એડમિનિસ્ટ્રેટર તરીકે નિમણૂક