Food Recipe/ શિયાળુ સ્પેશ્યલ બથુઆ પરોઠા રેસિપી…કાપીને અથવા ભરીને બંને રીતે બનાવી શકો છો…નોંધી લો રેસિપી…

બથુઆના ભરેલા પરોઠા (Bathua Paratha Recipe) બનાવવાનું લોકોને કઠિન લાગતું હોય છે પરંતુ અહિં તમને બે પ્રકારની રેસિપી દર્શાવવા જઈ રહ્યાં છીએ….

Trending Food Lifestyle
Bathua Paratha...શિયાળામાં healthy બથુઆ ભાજીનું કરો સેવન...2 પ્રકારની રેસિપી!

Food Recipe: શિયાળો આવતાની સાથે જ નાસ્તા અને ડિનરમાં પરોઠાની ભરમાર શરુ થઈ જાય છે. અઠવાડિયામાં 7 દિવસ તમે વિવિધ પ્રકારના પરોઠા બનાવીને ખાઈ શકો છો. આજે અહિં તમને બથુઆ પરોઠા (Bathua Paratha Recipe)ની રેસિપી વિશે જણાવવા જઇ રહ્યાં છીએ. બથુઆની પ્રકૃતિ ગરમ હોય છે અને એના પરોઠા ખાસ કરીને શિયાળામાં વધુ ખાવામાં આવે છે. બથુઆના ભરેલા પરોઠા બનાવવાનું લોકોને કઠિન લાગતું હોય છે પરંતુ અહિં તમને બે પ્રકારની રેસિપી (Two types of Bathua Paratha Recipes) દર્શાવવા જઈ રહ્યાં છીએ. તમે ગમે તે રેસિપીને ફૉલો કરી શકો છો. તો ચાલો જાણીએ વિન્ટર સ્પેશ્યલ બથુઆ પરોઠા (Winter Special Dish)ની રેસિપી….

શું છે આ ચીલની ભાજી? (Bathua Health Benefits)

બથુઆનું વૈજ્ઞાનિક નામ છે Chenopodium album, તેને ચીલની ભાજી (Bathua), ચિલવડો કે ટાંકિયો જેવા નામો લોકભોગ્ય નામથી પણ ઓળખવામાં આવે છે. તેમાં કુલ 8 એમિનો એસિડ (Amino Acids) હાજર હોય છે જેમના નામ છે લાઇસિન, લ્યૂસિન, આઇસોલ્યૂસિન, થ્રોનિન, વેલિન, મેથિયોનિન, ટ્રિપ્ટોફૅન તથા ફેનિલએલનિન…આ તમામ એમિનો એસિડ શરીરની માંસપેશીઓ (Muscles)ને મજબૂત બનાવવા ઉપરાંત, એનર્જી બુસ્ટર તરીકે કાર્ય કરે છે. આ એસિડ દ્વારા હિમોગ્લોબીન (Hemoglobin) બને છે અને તણાવ પણ નિયંત્રિત થાય છે.

Bathua Health Benefits
Bathua Health Benefits

ડૉક્ટર બથુઆના સેવનની સલાહ આપે છે 

ત્વચા રોગ નિષ્ણાત (Dermatologist)ના મતે, “આ ભાજી આહારનો એક ખજાનો છે, જેની તાસીર ગરમ હોય છે અને આ કારણથી જ એને શિયાળામાં ખાવાથી શરીરને ખૂબ ફાયદો મળે છે. બપોરના ભોજનમાં બથુઆ (Bathua) ખાવી શ્રેષ્ઠ રહેશે કારણ કે, આ સમયે જ પાચન શક્તિ (Digestion) મજબૂત હોય છે. બથુઆને સૂપ (Soup) કે શાકના સ્વરુપે રાંધીને ખાઇ શકાય છે. એને ખાલી પેટ હોય ત્યારે અથવા તો રાત્રે મોડા ખાવાનું ટાળવું કેમ કે, એનાથી અમુક વ્યક્તિઓને ગૅસ કે પેટ ભારે થવું જેવી સમસ્યા સર્જાઇ શકે છે. અઠવાડિયામાં 2 થી 3 વાર બથુઆનું સેવન કરી શકાય છે.”

સંશોધન અનુસાર, બથુઆમાં હાજર એન્ટિ ઓક્સિડન્ટ્સ લોહીના વિકારો દૂર કરવામાં (Natural Blood Purifier) અને વિષાર્ધ પદાર્થો (Toxins)નો શરીરમાંથી નિકાલ કરવામાં મદદરુપ છે. બથુઆના સેવનથી ખીલ (Pimples) ઓછા થાય છે અને ચહેરા પર ચમક અને નિખાર આવે છે.

Bathua Paratha Recipe
Bathua Paratha Recipe

બથુઆ પરોઠા રેસિપી (Bathua Paratha Recipe)

1. બથુઆના સ્ટફ પરોઠા (Bathua Stuff Paratha) બનાવવા માટે તમારે બથુઆની ભાજીને સારી રીતે ધોઈ લેવાની રહેશે. હવે એને કોઈ મોટા વાસણમાં નાખીને થોડી વરાળે બાફી લેવી. બથુઆને ઓછા પાણીમાં બાફવી. કેવળ અડધો કપ પાણી પૂરતું છે. બથુઆ પોતે ઘણું પાણી છોડી દે છે. બથુઆ હળવી બફાઈ જાય એટલે ગૅસ બંધ કરીને હળવી ઠંડી થાય પછી પાણીમાંથી કાઢી લેવી.

2. હવે બથુઆને સારી રીતે દબાવીને એને હાથથી નીચોવી લેવી. એનું તમામ પાણી કાઢી દેવું. એમાં મીઠું, લાલ મરચું, સમારેલા લીલા મરચાં, વાટેલું લસણ અને ગરમ મસાલો મિક્સ કરી લો. તમારું સ્ટફિંગ તૈયાર છે.

3. ઘઉંના લોટમાં સ્વાદાનુસાર મીઠું ઉમેરીને નરમ લોટ બાંધી લેવો. લોટ બાંધવામાં બથુઆનું નીચોવેલું પાણી પણ વાપરી શકો છો.

4. હવે લુવા બનાવીને એમાં એક ચમચી સ્ટફિંગ ભરી લો અને પરોઠા વણી લો. તમે ઈચ્છો તો બે પાતળી-પાતળી રોટલી બનાવીને બથુઆનું સ્ટફિંગ (Bathua Stuffing) વચ્ચે ભરીને બંને રોટલીને બંધ કરીને થોડી વણી લો.

5. આ સ્ટફ પરોઠાને ગરમ તવી પર બંને તરફ શેકીને તૈયાર કરી લો. જરુર પડ્યે ઘી કે તેલ વાપરવું. આ પ્રમાણે તમામ પરોઠા તૈયાર કરી લો.

જો તમને આ રીત ન ફાવતી હોય એવું લાગે તો તમે બથુઆને ધોઈને સમારી લો અને વરાળે બાફીને અથવા એમ જ કે પછી મિક્સર જારમાં પીસીને લોટમાં મિક્સ કરી દો. લોટમાં મીઠું, થોડા સમારેલા લીલા મરચાં, લાલ મરચું અને તમારા પસંદના મસાલા ભેળવી શકો છો. તમે ઈચ્છો તો એને ઢેબરા (Dhebra)ની જેમ લોટ બાંધીને પણ બનાવી શકો છો. ત્યાર બાદ એને ઉપર જણાવ્યા પ્રમાણે શેકી લેવા. આ રીતે પરોઠા (Bathua Paratha Recipe) બનાવવાનું સરળ છે કારણ કે એ ફાટતા નથી. આ પરોઠા પણ સ્વાદિષ્ટ લાગે છે પણ ભરેલા પરોઠાની તો વાત જ કંઇક ઓર છે!


આ પણ વાંચો: લીલા અને લાલ પરોઠા બનાવવાની સરળ રેસિપી….રંગ જોઈને બાળકો ડાઇનિંગ ટેબલ સુધી દોડી આવશે..!

આ પણ વાંચો: હવે ઘરે જ બનાવો ઢાબા સ્ટાઈલ એકદમ કરારા આલુ પરોઠા..! આટલી ટિપ્સ ધ્યાનમાં રાખો..!

આ પણ વાંચો: બ્રેકફાસ્ટ માટે બેસ્ટ ઑપ્શન છે સાબુદાણા પરોઠા…વ્રતમાં પણ કરી શકાય છે સેવન…નોંધી લો રેસિપી…