World News/ જેપી મોર્ગન પર મોટો સાયબર એટેક: 16 હજાર ગ્રાહકોનો ડેટા લીક

જેપી મોર્ગને (JPMorgan)ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ ઘટનાની જાણકારી આપી હતી.

Top Stories World
અમેરિકાની દિગ્ગજ બેંક જેપી મોર્ગન ચેઝ (JPMorgan) પર થયેલા સાયબર હુમલાએ વૈશ્વિક બેંકિંગ ક્ષેત્રમાં ચિંતા વધારી છે

World News : અમેરિકાની દિગ્ગજ બેંક જેપી મોર્ગન ચેઝ (JPMorgan) પર થયેલા સાયબર હુમલાએ વૈશ્વિક બેંકિંગ ક્ષેત્રમાં ચિંતા વધારી છે. આ હુમલામાં બેંક સાથે જોડાયેલા થર્ડ-પાર્ટી સર્વિસ પ્રોવાઇડર્સની સિસ્ટમમાંથી અંદાજે 16,000 ગ્રાહકોની અંગત માહિતી લીક (Data Leak)થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ ઘટનામાં ખાસ કરીને કરોડોની સંપત્તિ ધરાવતા હાઈ-નેટ-વર્થ ગ્રાહકોની વિગતો સામે આવી હોવાનું કહેવાય છે.

JPMorgan Cyber Attack: 16 હજાર ગ્રાહકોની માહિતી લીક

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સાયબર હુમલાની (Cyber Attack)જવાબદારી ‘નોન-પ્રોફિટ’ નામના રેન્સમવેર ગ્રુપે (Non-Profits Ransomware Group)સ્વીકારી છે. આ ગ્રુપે જેપી મોર્ગન ઉપરાંત માસ્ટરકાર્ડ અને વીઝા સાથે જોડાયેલા ગ્રાહકોનો ડેટા પણ લીક (JPMorgan Cyber Attack)કરવાનો દાવો કર્યો છે.

લીક થયેલી માહિતીમાં ગ્રાહકોનાં નામ, ઈમેલ એડ્રેસ, રહેઠાણનાં સરનામાં, ફોન નંબર અને એકાઉન્ટ ID જેવી વિગતો સામેલ હોવાનું કહેવાય છે. આ માહિતી બેંકના થર્ડ-પાર્ટી બિઝનેસ પાર્ટનર્સની સિસ્ટમમાંથી હેકર્સે મેળવી હોવાની આશંકા છે.

રિઝર્વ પ્રોગ્રામના ગ્રાહકોને મોટો ફટકો

આ ઘટનામાં જેપી મોર્ગનના (JPMorgan)પ્રતિષ્ઠિત રિઝર્વ પ્રોગ્રામ સાથે જોડાયેલા ગ્રાહકોની માહિતી પણ પ્રભાવિત થઈ હોવાના અહેવાલ છે. આ ખાસ આમંત્રણથી મળતો ક્રેડિટ કાર્ડ પ્રોગ્રામ છે. તેમાં સામાન્ય રીતે 10 મિલિયન ડોલર એટલે કે અંદાજે 84 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ ધરાવતા ગ્રાહકોને સ્થાન મળે છે. જોકે, લીક થયેલા તમામ ડેટાની (Data Leak)સંપૂર્ણ વિગતો હજુ સ્પષ્ટ થઈ નથી.

બેંકે સોશિયલ મીડિયા પર આપી જાણકારી

જેપી મોર્ગને ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ ઘટનાની જાણકારી આપી હતી. બેંકના જણાવ્યા અનુસાર, તેને સેવાઓ પૂરી પાડતા કેટલાક થર્ડ-પાર્ટી વેન્ડર્સ પર સાયબર હુમલો થયો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે હેકર્સે વેન્ડર્સ પાસે રહેલા કેટલાક માર્કેટિંગ ડેટા સુધી પહોંચ મેળવી હતી.બેંકે ગ્રાહકોની માહિતી પ્રભાવિત થઈ હોવાની સંભાવના સ્વીકારી છે અને સંબંધિત ગ્રાહકોનો સીધો સંપર્ક કરવાની ખાતરી આપી છે.

બેંકિંગ સેવાઓ ચાલુ, ગ્રાહકોને મળશે સુરક્ષા સહાય

બેંકે સ્પષ્ટ કર્યું છે કે આ ઘટનાને કારણે તેની મુખ્ય બેંકિંગ સેવાઓ પર કોઈ અસર થઈ નથી. ગ્રાહકોના સામાન્ય બેંકિંગ વ્યવહારો પણ ચાલુ છે. સપ્તાહની શરૂઆતમાં કેટલીક ટેકનિકલ સમસ્યાઓ સર્જાઈ હતી, તેને આ સાયબર હુમલા સાથે કોઈ સંબંધ નથી.

પ્રભાવિત ગ્રાહકોને બેંક દ્વારા મફત ક્રેડિટ મોનિટરિંગ (Credit Monitoring) સહિતની સુરક્ષા સુવિધાઓ આપવામાં આવશે. આ વ્યવસ્થાથી ગ્રાહકોના નાણાકીય રેકોર્ડ પર શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં મદદ મળશે.

વિશ્વભરમાં વધી રહ્યા છે સાયબર હુમલાના પડકારો

છેલ્લા કેટલાક સમયથી મોટી ટેકનોલોજી અને નાણાકીય સંસ્થાઓ સાયબર સુરક્ષાના પડકારોનો સામનો કરી રહી છે. બેંકિંગ, ઈમેલ અને ક્રિપ્ટોકરન્સી ક્ષેત્ર સાથે જોડાયેલી ઘટનાઓએ ડિજિટલ સુરક્ષાનું મહત્ત્વ ફરી એકવાર વધાર્યું છે.

જેપી મોર્ગન જેવી વિશ્વની અગ્રણી નાણાકીય સંસ્થા સાથે જોડાયેલી આ ઘટના દર્શાવે છે કે કંપનીઓની પોતાની સિસ્ટમ ઉપરાંત તેમની સાથે કામ કરતા થર્ડ-પાર્ટી વેન્ડર્સની સુરક્ષા પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે. ગ્રાહકોની અંગત માહિતીનો દુરુપયોગ ન થાય તે માટે હવે બેંકિંગ ક્ષેત્રે વધુ કડક સુરક્ષા વ્યવસ્થાની જરૂરિયાત ઊભી થઈ છે.


આ પણ વાંચો: અમેરિકામાં સાયબર હુમલાનો અણધારો આંચકો; સંરક્ષણ સચિવ પીટ હેગસેથ સહિત 15 કરોડ નાગરિકોની વિગતો ડાર્ક વેબ પર લીક

આ પણ વાંચો: સરકારે દેશભરના એરપોર્ટ પર સાયબર હુમલાઓની વાત સ્વીકારી, ફ્લાઇટ્સને ખોટા સિગ્નલો મળ્યા

આ પણ વાંચો: યુરોપિયન એરપોર્ટ હજુ પણ સાયબર હુમલામાંથી બહાર આવી રહ્યુ છે, કામગીરી ચોથા દિવસે પણ સ્થગિત…..