Chanakya Niti Sutra: ઘણી વખત આપણને લાગે છે કે કોઈને યોગ્ય સલાહ (Advice) આપીને આપણે એની મુશ્કેલીને હળવી કરી શકીએ છીએ. પરંતુ દરેક વ્યક્તિ સલાહ સાંભળવા અને એને સમજવા માટે તૈયાર હોય એ તો જરુરી નથી! કેટલીક પરિસ્થિતિઓમાં જરુરતથી વધુ બોલવું અથવા સામેવાળાને સમજાવવાની કોશિશ કરવાનું તમારા માટે સમસ્યા સર્જી શકે છે. આચાર્ય ચાણક્યે પોતાની નીતિઓમાં આવા અવસર પર મૌન (Silent) રહેવાને બુદ્ધિમાની કહી છે. એમના અનુસાર, યોગ્ય સમયે ચૂપ રહેવું પણ એક પ્રકારની સમજદારી છે!
આચાર્ય ચાણક્ય એમની અચૂક નીતિઓ (Chanakya Niti Sutra) અને અગાધ જ્ઞાન માટે પ્રસિદ્ધ હતા અને આજે પણ છે. કેટલાય લોકો ચાણક્યની નીતિઓને પોતાના જીવનમાં ઉતારીને સફળતા મેળવી રહ્યાં છે. તેઓ એક મહાન શિક્ષણવિદ્ હોવાની સાથે-સાથે ધુરંધર અર્થશાસ્ત્રી પણ હતા.
કૌટિલ્ય ચાણક્ય (Chanakya) અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્રના રચયિતા
ચાણક્યે ‘અર્થશાસ્ત્ર’ (Arthshastra) નામના વિશ્વપ્રસિદ્ધ ગ્રંથની રચના કરીને રાજ્ય કેવી રીતે ચલાવવું તેની નીતિઓ અંગે એમા સવિસ્તાર માર્ગદર્શન આપ્યું જે આજના સમયમાં પણ રાજનીતિ અને અર્થશાસ્ત્રમાં સંદર્ભ ગ્રંથ તરીકે ઉપયુક્ત છે. તેમણે ‘નીતિશાસ્ત્ર’ (Nitishastra) જેવા મહાન ગ્રંથોની પણ રચના કરી, જેમાં જીવન શી રીતે જીવવું એની શિક્ષા અને ચાણક્ય નીતિસૂત્રો (Chanakya Niti Sutra) સામેલ છે. આજના અર્વાચીન સમયમાં પણ એ એટલા જ સુસંગત છે. સામ, દામ, દંડ અને ભેદ (Sam, Daam, Dand, Bhed) એ ચાર એમની નીતિના ચાર મુખ્ય સ્તંભ ગણાય છે
ચાણક્ય નીતિ સૂત્ર – ચાર સંજોગોમાં સલાહ ન આપશો (Chanakya Niti Sutra)
કેટલીક પરિસ્થિતિઓમાં જરુરતથી વધુ બોલવું અથવા સામેવાળાને સમજાવવાની કોશિશ કરવાનું તમારા માટે સમસ્યા સર્જી શકે છે. આચાર્ય ચાણક્યે પોતાની નીતિઓમાં આવા અવસર પર મૌન રહેવાને બુદ્ધિમાની કહી છે.

1. જ્યારે સામેની વ્યક્તિ તમારી વાત સમજવા ન ઈચ્છતું હોય
જો કોઈ વ્યક્તિ પોતાની ભૂલ સ્વીકારવાની અથવા તો યોગ્ય વાતને સમજવામાં કોઈ પ્રકારની રસ રુચિ ન દાખવે ત્યારે એમને વારંવાર સલાહ આપવાનું વ્યર્થ થઈ શકે છે. ચાણક્ય નીતિ અનુસાર આવા વ્યક્તિને સમજાવવામાં પોતાની ઊર્જા ખર્ચ કરવાના બદલે મૌન રહેવું બહેતર છે.
ઘણી વાર ચર્ચામાં સાચા સાબિત થવાથી વધારે જરુરી એ હોય છે કે આપણે એ સમજીએ કે સામેવાળી વ્યક્તિ આપણી વાત સાંભળવાની સ્થિતિમાં છે કે નહિં?
2. જ્યાં વાતે-વાતે વાદ-વિવાદ હોય
એવી જગ્યા જ્યાં લોકો કોઈ વિષયને સમજવાને બદલે કેવળ વાદ-વિવાદ કરવા અને પોતાની વાત સાબિત કરવા મથતા હોય ત્યાં સમજી-વિચારીને બોલવું જોઈએ.
ચાણક્ય અનુસાર, વિના કારણ કે જરુર વગર કોઈ પણ વિવાદમાં પડવું એ બુદ્ધિમાની નથી. દરેક સવાલનો જવાબ આપવો અથવા તો દરેક વાદ-વિવાદમાં સામેલ થવું જરુરી નથી હોતું. કેટલાક અવસર પર ચૂપ રહીને ત્યાંથી દૂર થઈ જવું જ બહેતરીન વિકલ્પ હોય છે.

3. જ્યાં તમને સન્માન ન મળતું હોય
જે સ્થળે તમારી વાતને મહત્વ આપવામાં ન આવતું હોય અને લોકો કેવળ તમને નીચા દેખાડવાની કોશિશ કરી રહ્યાં હોય ત્યાં તમારે કોઈ પણ જાતની સફાઈ આપવી ઉચિત નથી.
ચાણક્ય નીતિમાં પોતાની યોજનાઓ અને મહત્વપૂર્ણ વાતોને દરેક જણ સામે પ્રગટ ન કરવાની સલાહ આપવામાં આવેલી છે. આવા વાતાવરણમાં શાંત રહીને પોતાના કામ પર ધ્યાન આપવું એ જ વધુ સમજદારીભર્યુ પગલું હોઈ શકે છે.
4. જ્યારે કોઈ વિષય પર પૂર્ણ જાણકારી ન હોય
કોઈ મુદ્દા પર અપૂરતી કે અધૂરી જાણકારી હોય તો તરત જ પોતાનું મંતવ્ય આપવું ક્યારેક નુકસાન પહોંચાડી શકે છે. અધૂરી જાણકારીના આધારે કહેવામાં આવેલી વાત અન્યો સામે તમને ક્ષોભની સ્થિતિમાં મૂકી શકે છે.
આથી જ્યારે કોઈ વિષયની પૂર્ણ જાણકારી ન હોય તો પહેલા એને સમજવું અને પછી પોતાની વાત મૂકવી બહેતર રહેશે. કેટલીક વાર થોડું મૌન ખોટી માહિતી આપવાથી વધારે યોગ્ય હોય છે.
આ અવસરો પર રાખવું મૌન (Do not give Advice at such conditions)
ચાણક્ય નીતિ અનુસાર કેટલીક પરિસ્થિતિઓમાં વ્યક્તિએ વિશેષ કરીને પોતાની જીભ પર નિયંત્રણ રાખવું જોઈએ.

1. ગુસ્સામાં હો ત્યારે
ક્રોધમાં કહેલી વાતો સંબંધોમાં લાંબા સમય માટે કડવાશ પેદા કરી શકે છે.
2. કૌટુંબિક વિવાદ અંગે
ઘરની અંગત અને ગુપ્ત વાતોને અન્યો સામે કહેવાથી બચવું જોઈએ.
3. નિંદા થતી હોય ત્યારે
કોઈની નિંદામાં સામેલ થવાને બદલે સ્વયંને એ વાતચીતથી દૂર રાખવું બહેતર છે.
આ પણ વાંચો: ચાણક્ય નીતિ સૂત્ર: કઠિન સમયમાં કામ આવશે આ 5 વસ્તુઓ, દરેક વ્યક્તિએ એનો સંગ્રહ અવશ્ય કરવો જોઇએ…
આ પણ વાંચો: ચાણક્ય નીતિ સૂત્ર…ચાણક્યના મતે આ 5 વાતોને કોઈ સાથે શૅર ન કરવી…થશે નુકસાન!
આ પણ વાંચો: ચાણક્ય નીતિ સૂત્ર: કોઈ ગમે તેટલું અંગત કેમ ન હોય, ભૂલેચૂકેય ના ખોલશો આ 7 ભેદ…
