Amreli News/ આ વર્ષે મોંઘી પડશે કેસર કેરી? અમરેલીમાં ઠંડીના અભાવે ફ્લાવરિંગને લઈને ખેડૂતો ચિંતિત

અમરેલી જિલ્લામાં 8 હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં આંબાની ખેતી થાય છે. ઠંડીનું પ્રમાણ ઓછું રહેતા આંબા પર ફ્લાવરિંગ ઘટવાની ભીતિ છે, જેની અસર કેરીના (Amreli Kesar Mango) ઉત્પાદન અને ભાવ પર પડી શકે છે.

Gujarat Top Stories Breaking News
Amreli Kesar Mango: ઠંડી ન પડતાં આંબા પર મોર ઓછો આવવાની શક્યતા

Amreli News: અમરેલી જિલ્લામાં કેસર કેરીના (Amreli Kesar Mango) ખેડૂતોને આ વર્ષે બદલાતા વાતાવરણની ચિંતા સતાવી રહી છે. દિવાળી વીતી ગઈ હોવા છતાં ઠંડીનું પ્રમાણ ઓછું રહેતાં આંબાના ઝાડ પર ફ્લાવરિંગ (Mango Flowering) એટલે કે મોર આવવાની પ્રક્રિયા પર અસર થવાની ભીતિ છે. જો પૂરતા પ્રમાણમાં ઠંડી નહીં પડે અને ફ્લાવરિંગ ઓછું આવશે તો તેની સીધી અસર કેરીના ઉત્પાદન પર પડી શકે છે. પરિણામે આ વખતે કેસર કેરીના ભાવ પણ ઊંચા રહેવાની શક્યતા છે.

Amreli Kesar Mango: અમરેલી જિલ્લામાં 8 હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં આંબાની ખેતી

અમરેલી જિલ્લો કેસર કેરીના ઉત્પાદન માટે આગવી ઓળખ ધરાવે છે. જિલ્લામાં 8 હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં આંબાની ખેતી થાય છે. ખાસ કરીને સાવરકુંડલા, ધારી, ખાંભા અને રાજુલા પંથકમાં મોટા પ્રમાણમાં આંબાના બગીચા (Gujarat Mango Farming) આવેલા છે. અહીં ખેડૂતો કેસર ઉપરાંત બારમાસી, લંગડો, હાફૂસ અને જમાદાર સહિતની વિવિધ જાતની કેરીનું ઉત્પાદન કરે છે.

ખેડૂતો આખું વર્ષ આંબાના બગીચાની માવજત અને સંભાળ પાછળ મહેનત કરતા હોય છે. સામાન્ય રીતે નવરાત્રી બાદ ઠંડીની શરૂઆત થતાં આંબા પર મોર આવવાની પ્રક્રિયા માટે અનુકૂળ વાતાવરણ ઊભું થાય છે. જોકે આ વર્ષે નવરાત્રી અને દિવાળી વીતી ગયા હોવા છતાં ઠંડીનો ચમકારો જોવા મળતો નથી. જેના કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે.

ફ્લાવરિંગ ઘટશે તો ઉત્પાદન પર સીધી અસર

સામાન્ય રીતે ડિસેમ્બર અને જાન્યુઆરીથી આંબા પર ફ્લાવરિંગની શરૂઆત થાય છે, જ્યારે કેટલીક જગ્યાએ ફેબ્રુઆરી અને માર્ચ સુધી પણ મોર આવવાની પ્રક્રિયા ચાલુ રહે છે. આંબા પર પૂરતા પ્રમાણમાં ફ્લાવરિંગ થવા માટે ઠંડીનું વાતાવરણ અનુકૂળ માનવામાં આવે છે.

જો આગામી દિવસોમાં પૂરતી ઠંડી નહીં પડે તો આંબા પર મોર ઓછો આવવાની શક્યતા છે. ફ્લાવરિંગમાં ઘટાડો થશે તો કેરીના ઉત્પાદનમાં (Mango Production Gujarat) પણ ઘટાડો થઈ શકે છે. આ સ્થિતિમાં બજારમાં કેસર કેરીની આવક ઓછી રહેવાની અને તેના ભાવ ઊંચા રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ફ્લાવરિંગ માટે ઠંડી ઉપરાંત અન્ય પરિબળો પણ મહત્ત્વના

બાગાયત વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, આંબામાં ફ્લાવરિંગ માટે માત્ર ઠંડી જ જવાબદાર નથી. જૂની ડાળીઓ, છોડને પૂરતો આરામ મળવો, પાણીની ખેંચ સહિતનાં ખેતીલક્ષી પરિબળો પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સામાન્ય રીતે જૂની ડાળીઓ પર ફ્લાવરિંગ આવતું હોય છે.

Amreli Kesar Mango: ઠંડી ન પડતાં આંબા પર મોર ઓછો આવવાની શક્યતા
Amreli Kesar Mango: ઠંડી ન પડતાં આંબા પર મોર ઓછો આવવાની શક્યતા

અધિકારીના જણાવ્યા મુજબ, ફ્લાવરિંગને પ્રોત્સાહન આપવા માટે 2 ટકા પોટેશિયમ નાઇટ્રેટના દ્રાવણનો છંટકાવ પણ મદદરૂપ થઈ શકે છે. હાલ નવેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને આગામી ત્રણ મહિના દરમિયાન આંબા પર ફ્લાવરિંગ આવવાની પ્રક્રિયા જોવા મળશે.

હાલ ખેડૂતોની નજર આગામી દિવસોના વાતાવરણ પર છે. ઠંડીનું પ્રમાણ, પાણીની સ્થિતિ અને અન્ય ખેતીલક્ષી પરિબળો આંબાના ફ્લાવરિંગ પર કેવી અસર કરે છે તેના આધારે આગામી કેરીની સિઝનનું ચિત્ર સ્પષ્ટ થશે.


આ પણ વાંચો: શિયાળામાં કેસર કેરીનો ચમત્કાર! બરડામાં ઓક્ટોબરમાં જ પાકી કેરી, 15 દિવસમાં 160 બોક્સનું વેચાણ; જાણો કુદરતનું રહસ્ય

આ પણ વાંચો: આ વખતે કેસર કેરી ખાવા ખિસ્સા ખાલી કરવા પડશે? એક બોક્સનો ભાવ ₹3 હજાર થવાની ભીતિ

આ પણ વાંચો: કેરી ખરીદતી વખતે છેતરાશો નહીં, આ રીતે ચેક કરો કેસર કેરી અસલી છે કે કેમિકલ વાળી