Junagadh News: જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના રબારીકા ગામમાં (Rabarika Village) સિંહણના હુમલામાં (Junagadh Lioness Attack) 55 વર્ષીય ખેડૂતનું મોત થયું છે. ખેડૂત પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક સિંહણે તેમના પર હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ખેડૂતનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે ગામમાં ભયનો માહોલ અને પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે.
Junagadh Lioness Attack: ખેતરમાં કામ કરતા ખેડૂત પર અચાનક હુમલો
મળતી માહિતી મુજબ, 55 વર્ષીય ખેડૂત પોતાના ખેતરમાં ખેતીકામ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક સિંહણે તેમના પર હુમલો કર્યો હતો. સિંહણના જીવલેણ હુમલામાં ખેડૂત ગંભીર રીતે ઘવાયા હતા અને તેમનું મોત (Farmer Dies) થયું હતું.
વન વિભાગે સિંહણને પકડવા પાંજરાં ગોઠવ્યાં
ઘટનાની જાણ થતાં જ વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સિંહણને પકડવા માટે વન વિભાગ દ્વારા વિસ્તારમાં પાંજરાં ગોઠવવામાં આવ્યાં છે.
વિસાવદરનો આ વિસ્તાર ગીરના જંગલની નજીક આવેલો હોવાથી અહીં ખેતરો અને રહેણાંક વિસ્તારોની આસપાસ વન્યજીવોની અવરજવર રહેતી હોય છે. અગાઉ પણ આ વિસ્તારમાં વન્યજીવોના હુમલાની ઘટનાઓ બની હોવાનું જણાવાયું છે. આ બનાવને પગલે ખેડૂતો અને ગ્રામજનોમાં વન્યજીવોની અવરજવરને લઈને ચિંતા વધી છે.
આ પણ વાંચો: કોડીનારના વલાદરમાં સિંહણના હુમલામાં 30 વર્ષીય યુવકનું મોત, રૂ.40 લાખના વળતરની માગ
આ પણ વાંચો: અમરેલીમાં સતત બીજા દિવસે સિંહણના હુમલાની ઘટના
આ પણ વાંચો: ગુજરાતની શાન હવે બની રહી છે લોકો માટે ખતરો? હુમલા ક્યારે અટકશે?
