Rajkot News: રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ઈશ્વરિયા ગામ નજીક બોલેરો પીકઅપ વાહનનું ટાયર ફાટતાં ગંભીર અકસ્માત (Jasdan Bolero Pickup Accident) સર્જાયો હતો. જૂનાગઢની લીલી પરિક્રમા (Girnar Lili Parikrama) માટે જઈ રહેલા શ્રદ્ધાળુઓ ભરેલું વાહન ટાયર ફાટ્યા બાદ પલટી ખાઈ ગયું હતું. આ અકસ્માતમાં કુલ 15 શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 6ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
Jasdan Bolero Pickup Accident: ચાર 108 એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ ખસેડાયા
અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને વાહનમાં ફસાયેલા શ્રદ્ધાળુઓને બહાર કાઢવામાં મદદ કરી હતી. ઘટનાની જાણ થતાં ચાર 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ 15 ઈજાગ્રસ્તોને (15 Devotees Injured) સારવાર માટે આટકોટની કે.ડી. પરવાડિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ગંભીર ઈજાગ્રસ્તોને રાજકોટ ખસેડાયા
આટકોટની કે.ડી. પરવાડિયા હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા અને વધુ સારવારની જરૂરિયાત ધરાવતા દર્દીઓને રાજકોટ ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. લીલી પરિક્રમાએ જતા શ્રદ્ધાળુઓ સાથે બનેલી આ દુર્ઘટનાને પગલે ચિંતાનો માહોલ છવાયો હતો.
આ પણ વાંચો: ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન ભાવિકનું મોત: ચિથરીયા પીર પાસે હાર્ટ એટેક આવતા કરુણ ઘટના
આ પણ વાંચો: અમરેલીમાં ST બસ-બાઈક વચ્ચે ભયાનક અકસ્માત, પિતા અને 2 બાળકો સહિત 4નાં મોત
આ પણ વાંચો: વડોદરાના પંડ્યા બ્રિજ પર કાળ બનીને આવ્યું ટેન્કર, અકસ્માતમાં દંપતીના કરુણ મોત
