Junagadh News/ ગિરનાર પરિક્રમા વચ્ચે ગામમાં સિંહણોની એન્ટ્રી! વાડલના રહીશોમાં ભયનો માહોલ

જૂનાગઢના વંથલી તાલુકાના વાડલ ગામમાં મધરાતે 4થી 5 સિંહણો (Vadal Village Lionesses) બજાર અને રહેણાક વિસ્તારમાં ફરતી જોવા મળી. 15 દિવસથી વિસ્તારમાં સિંહોની અવરજવરથી લોકોમાં ભય.

Top Stories Gujarat Breaking News
Vadal Village Lionesses: 4થી 5 સિંહણોનું ટોળું ગામમાં ઘૂસ્યું

Junagadh News: જૂનાગઢ જિલ્લાના વંથલી (Vanthali) તાલુકાના વાડલા ગામમાં ગત રાત્રે 4થી 5 સિંહણોનું (Vadal Village Lionesses) ટોળું આવી પહોંચતાં સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ ફેલાયો હતો. શિકારની શોધમાં સિંહણોએ ગામના બજાર અને રહેણાક વિસ્તારોમાં આંટાફેરા કર્યા હતા. અચાનક વન્યજીવોની હાજરીથી ગ્રામજનોમાં ચિંતા જોવા મળી રહી છે.

હાલ જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા ચાલી રહી છે. આ દરમિયાન ગિરનાર જંગલ નજીક સિંહોના (Girnar Forest Lions) આંટાફેરાના વીડિયો અગાઉ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. છેલ્લા કેટલાક સમયથી ‘સિટી ગ્રુપ’ તરીકે ઓળખાતું સિંહોનું ટોળું ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત શહેરની સોસાયટીઓ તરફ પણ આવી રહ્યું હોવાની ચર્ચા છે. ત્યારે વાડલા ગામમાં સિંહણોના ટોળાની હાજરીએ સ્થાનિકોની ચિંતામાં વધારો કર્યો છે.

Vadal Village Lionesses: 15 દિવસથી વાડલા અને મધુરમ વિસ્તારમાં સિંહોની અવરજવર

સ્થાનિકોના જણાવ્યા મુજબ, છેલ્લા 15 દિવસથી વાડલા અને મધુરમ આસપાસના વિસ્તારોમાં સિંહોની અવરજવર જોવા મળી રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે સિંહણોનું ટોળું રહેણાક વિસ્તારમાં આવી પહોંચતાં લોકોમાં ભય ફેલાયો છે. આ કારણે રહીશો રાત્રિના સમયે ઘરની બહાર નીકળતી વખતે સાવચેતી રાખી રહ્યા છે.

વન વિભાગ દ્વારા દેખરેખ રાખવાની માંગ

વાડલા સહિત આસપાસના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં (Residential Area) વન્યજીવોના વધતા આંટાફેરાને પગલે લોકોમાં સુરક્ષાને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. ગ્રામજનોએ આ અંગે વહેલી તકે યોગ્ય પગલાં લેવામાં આવે અને વન વિભાગ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવે તેવી માંગ કરી છે.


આ પણ વાંચો: ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન ભાવિકનું મોત: ચિથરીયા પીર પાસે હાર્ટ એટેક આવતા કરુણ ઘટના

આ પણ વાંચો: ખેતરમાં કામ કરી રહેલા ખેડૂત પર સિંહણનો હુમલો: જૂનાગઢના રબારીકામાં 55 વર્ષીય ખેડૂતનું મોત

આ પણ વાંચો: અમરેલીમાં હાહાકાર મચાવનાર સિંહણનું મોત, હડકવાના લક્ષણો મળતાં ચિંતા વધી