china news/ ચીનના AI શેરબજારમાં અચાનક ભૂકંપ, ત્રણ ઈન્ડેક્સના રોકાણકારોના રૂ. 158 લાખ કરોડ સ્વાહા!

China AI Stocks: ચીનના ત્રણ મુખ્ય ટેક્નોલોજી ઈન્ડેક્સમાં સામેલ કંપનીઓનું માર્કેટ કેપ જૂનના અંતથી અત્યાર સુધીમાં 1.7 ટ્રિલિયન ડોલર ઘટ્યું છે. અમેરિકાના નિયંત્રણો અને AI ક્ષેત્રની ધીમી ગતિ વચ્ચે શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે.

Top Stories World
China AI Stocks: ચીનના AI શેરબજારમાં મોટો કડાકો, રૂ. 158 લાખ કરોડનું માર્કેટ કેપ ઘટ્યું

China News: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રમાં અમેરિકાને ટક્કર આપવાની તૈયારી કરી રહેલા ચીનના ટેક્નોલોજી સેક્ટરને મોટો આર્થિક ઝટકો (China AI Stocks) લાગ્યો છે. થોડા મહિના પહેલાં સુધી નફાનું મશીન ગણાતી AI કંપનીઓના શેરમાં હવે ભારે વેચવાલી જોવા મળી રહી છે. જૂનના અંતથી અત્યાર સુધીમાં ચીનના ત્રણ મુખ્ય ટેક્નોલોજી ઈન્ડેક્સમાં સામેલ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન આશરે 1.7 ટ્રિલિયન ડોલર એટલે કે રૂ. 158.10 લાખ કરોડ ઘટ્યું (AI Market Crash) છે.

China AI Stocks: ત્રણ મોટા ઈન્ડેક્સમાં ભારે ઘટાડો

ચીનના શેરબજારમાં AI ક્ષેત્રની કંપનીઓના ઘટાડાની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. અલીબાબા અને ટેનસેન્ટ જેવી મોટી કંપનીઓ ધરાવતો હેંગસેંગ ટેક ઈન્ડેક્સ (China Technology Index) બે વર્ષના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે.

બીજી તરફ, હાર્ડવેર કંપનીઓ પર કેન્દ્રિત ચીનેક્સ્ટ ઈન્ડેક્સ ઉનાળામાં નોંધાયેલી વિક્રમી ઊંચાઈથી આ વર્ષે 31 ટકા સુધી તૂટી ગયો છે. ચિપ કંપનીઓનો સમાવેશ ધરાવતો STAR-50 ઈન્ડેક્સ (STAR 50 Index) પણ મોટા ઘટાડાનો સામનો કરી રહ્યો છે.

અમેરિકાના નિયંત્રણોની પણ અસર

ચીનના AI શેરોમાં ઘટાડા પાછળ વૈશ્વિક સ્તરે AI ક્ષેત્રની ગતિ ધીમી પડવાની સાથે અમેરિકાનાં ટેક્નોલોજી નિયંત્રણો પણ એક કારણ તરીકે સામે આવી રહ્યાં છે. અમેરિકાએ અદ્યતન AI ટેક્નોલોજી ચીન સુધી પહોંચતી અટકાવવા માટે કડક નિયંત્રણો મૂક્યાં છે. તેના કારણે ચીનની ટેક્નોલોજી કંપનીઓ અને રોકાણકારો પર દબાણ વધ્યું છે.

અમેરિકાને પાછળ છોડીને AI ક્ષેત્રમાં અગ્રેસર બનવાની મહત્ત્વાકાંક્ષા ધરાવતા ચીન માટે શેરબજારમાં આવેલો આ ઘટાડો મોટો પડકાર બની રહ્યો છે.


આ પણ વાંચો: રાજસ્થાન પંચાયત ચૂંટણીમાં દિગ્ગજોને મોટો ઝટકો! મંત્રીઓના પરિવારજનો હાર્યા

આ પણ વાંચો: ચાંદીના ભાવમાં મોટો કડાકો! એક મહિનામાં 25% સસ્તી થઈ Silver, રોકાણકારોને મોટો ઝટકો

આ પણ વાંચો: કુંવરજી બાવળિયાને ઝટકો: ચૂંટણી લડવા સામે સમાજના આગેવાનનો વિરોધ