Dev Diwali: સનાતન હિન્દુ ધર્મમાં દેવ દિવાળી (Dev Diwali 2026) નું વિશેષ મહત્વ છે. દર વર્ષે કાર્તિક પૂર્ણિમાના દિવસે આ પર્વ અત્યંત ઉત્સાહભેર મનાવવામાં આવે છે. આ દિવસે કાશી ઘાટ પર લાખો દીવાઓની રોશની કરવામાં આવે છે અને સમગ્ર ઘાટ રોશનીથી ઝગમગી ઉઠે છે. એવી ધાર્મિક માન્યતા છે કે દેવ દિવાળી પર દેવી-દેવતા સ્વર્ગ (Swarg) છોડીને પૃથ્વી પર આવે છે અને ગંગા કિનારે (Bank of Ganga River) દીપ પ્રગટાવીને ઉત્સવ મનાવે છે. પરંતુ, શું તમે જાણો છો કે આખરે દેવતાઓના ધરતી પર આગમનની આ પરંપરા કેમ શરુ થઈ? આની પાછળ વાસ્તવમાં ભગવાન શિવ અને ત્રિપુરાસુર સાથે જોડાયેલી એક પૌરાણિક રસપ્રદ કથા છે. તો ચાલો જાણીએ આ કથા વિશે વિસ્તૃતપણે…

દેવ દિવાળી (Dev Diwali 2026)એ ધરતી પર પધારે છે દેવતાઓ
પૌરાણિક કથા અનુસાર, દેવ દિવાળીનો સંબંધ ભગવાન શિવ (Lord Shiva)ની એક મોટી વિજય યાત્રા સાથે જોડાયેલો છે. એવું કહે છે કે પ્રાચીન સમયમાં ત્રિપુરાસુર (Tripurasur) નામનો એક શક્તિશાળી અસુર હતો. એણે પોતાની તાકાતના જોરે ત્રણ નગરો પર અધિકાર કરી લીધો હતો. આ નગરોને ત્રિપુર કહેવામાં આવતા હતા. ત્રિપુરાસુરના આતંકથી દેવી-દેવતા અને ધરતીના લોકો હેરાન-પરેશાન હતા. એનો અત્યાચાર વધી રહ્યો હતો.
આથી ત્રસ્ત થઈને તમામ દેવતા (Deities) ભગવાન શિવ પાસે પહોંચ્યા અને એમની સમક્ષ રક્ષણ અર્થે પ્રાર્થના કરી. દેવતાઓનો પોકાર સાંભળીને ભગવાન શિવે ત્રિપુરાસુરનો અંત કરવાનો નિર્ણય કર્યો. ત્યાર બાદ શિવે પોતાના દિવ્ય અસ્ત્ર વડે ત્રિપુરાસુરના ત્રણેય નગરોનો નાશ કરી દીધો અને ત્રિપુરાસુરનો અંત આણ્યો. આ વિજય બાદ ભગવાન શિવને ત્રિપુરારિ (Tripurari) નામથી પણ ઓળખવામાં આવે છે.
ભગવાન શિવના વિજય પર દેવતાઓએ દિવાળી મનાવી
ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન શિવે કાર્તિક મહિનાની પૂર્ણિમા તિથિ (Kartik Poornima) પર ત્રિપુરાસુરનો વધ કર્યો હતો. આ જીત પછી સૌ દેવતાઓ અત્યંત પ્રસન્ન થયા અને એમણે ભગવાન શિવના સન્માનમાં દીપ પ્રગટાવ્યા અને ઉત્સવ મનાવ્યો હતો. આ અવસરે આનંદ મનાવવા માટે દેવતાઓએ ધરતી પર આવીને દીપદાન કર્યુ હતુ. એવી માન્યતા છે કે કાર્તિક પૂર્ણિમાએ ત્યારથી દેવ દિવાળી મનાવવામાં આવે છે. એવું કહે છે કે, આ દિવસે દેવી-દેવતાઓ ધરતી પર આવીને દીવા પ્રગટાવે છે એથી જ આને દેવતાઓની દિવાળી કહેવાય છે.

કાશીમાં કેમ વિશેષ છે દેવ દિવાળી?
દેવ દિવાળીનો સૌથી ભવ્ય નજારો ઉત્તર પ્રદેશના વારાણસી (Varanasi)માં જોવા મળે છે. વારાણસી અર્થાત્ કાશીને ભગવાન શિવની નગરી માનવામાં આવે છે. અહિં કાર્તિક પૂર્ણિમાના દિવસે ગંગાના ઘાટ પર હજારો-લાખો દીવા પ્રગટાવવામાં આવે છે. આખો ઘાટ દીવાઓની રોશનીથી ઝગમગી ઉઠે છે. આ દરમિયાન આરતી, દીપ દાન અને વિશેષ પૂજાનું આયોજન પણ કરવામાં આવે છે.
સનાતન હિન્દુ ધર્મમાં દેવ દિવાળી (Dev Diwali 2026) નું વિશેષ મહત્વ છે. દર વર્ષે કાર્તિક પૂર્ણિમાના દિવસે આ પર્વ અત્યંત ઉત્સાહભેર મનાવવામાં આવે છે. આ દિવસે કાશી ઘાટ પર લાખો દીવાઓની રોશની કરવામાં આવે છે અને સમગ્ર ઘાટ રોશનીથી ઝગમગી ઉઠે છે. એવી ધાર્મિક માન્યતા છે કે દેવ દિવાળી પર દેવી-દેવતા સ્વર્ગ છોડીને પૃથ્વી પર આવે છે અને ગંગા કિનારે દીપ પ્રગટાવીને ઉત્સવ મનાવે છે. એવી માન્યતા છે કે કાર્તિક પૂર્ણિમાએ ત્રિપુરાસુરના અંત સાથે દેવ દિવાળી મનાવવામાં આવે છે. એવું કહે છે કે, આ દિવસે દેવી-દેવતાઓ ધરતી પર આવીને દીવા પ્રગટાવે છે એથી જ આને દેવતાઓની દિવાળી કહેવાય છે.
એવી માન્યતા છે કે દેવ દિવાળી પર ગંગામાં સ્નાન અને દિપદાન (Deep Daan) કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. ભક્તો આ દિવસે ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ (Lord Vishnu)ની પૂજા કરે છે. કેટલાયે લોકો પોતાના નિવાસસ્થાને પણ દીવા (Lamps) પ્રગટાવે છે અને પરિવારની સુખ-સમૃદ્ધિની કામના કરે છે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
