Rajkot News/ રાજકોટના જેતપુર નજીક ટ્રેનની અડફેટે બે સિંહનાં કરુણ મોત, વનવિભાગ ઘટનાસ્થળે

રાજકોટ જિલ્લાના જેતપુર નજીક ટ્રેન (Train)ની અડફેટે બે સિંહનાં મોત, પેસેન્જર ટ્રેન અટકાવાઈ, વનવિભાગની ટીમે તપાસ હાથ ધરી

Gujarat Rajkot Breaking News
train

Rajkot News: રાજકોટ જિલ્લાના જેતપુર નજીક રેલવે ટ્રેક પર ટ્રેન (Train)ની અડફેટે આવી જવાથી બે સિંહનાં કરુણ મોત થયાં છે. આ દુઃખદ ઘટનાથી વન્યપ્રેમીઓમાં શોકની લાગણી ફેલાઈ છે.

પેસેન્જર ટ્રેન તાત્કાલિક અટકાવાઈ

અકસ્માતની જાણ થતાં જ તંત્રે સાવચેતીના ભાગરૂપે ત્યાંથી પસાર થતી પેસેન્જર ટ્રેન (Passenger Train)ને તરત અટકાવી દીધી હતી. ઘટનાની ગંભીરતા જોતાં વનવિભાગની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

વનવિભાગે તપાસ શરૂ કરી

વનવિભાગ (Forest Department)ની ટીમે ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગેની વિગતો તપાસ બાદ બહાર આવશે.


આ પણ વાંચો: નાના સમઢિયાળામાં કૂવામાં પડ્યો સિંહ, વન વિભાગે સિંહનું સફળ રેસ્ક્યૂ કર્યું

આ પણ વાંચો: રાજકોટના ઉપલેટામાં દીપડાનો આતંક, વન વિભાગ એક્શનમાં

આ પણ વાંચો: જૂનાગઢમાં ઓઝત નદીમાંથી સિંહનો મૃતદેહ મળ્યો