Rajkot News: રાજકોટના (Rajkot) ઉપલેટામાં (Upleta) દીપડાના (Leopard) આતંકથી ડરનો માહોલ ફેલાયો છે. ઉપલેટાના કેરાળા ગામે માલધારીની ભેંસ ઉપર દીપડાએ હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ગઢાળા કેરાળા વિસ્તારમાં ઘણા સમયથી દીપડાનો આતંક મચ્યો છે. વન વિભાગ દ્વારા દીપડાને પકડવા પાંજરું મૂકવામાં આવ્યુ છે.
નવસારી, ડાંગ વગેરે દક્ષિણ ગુજરાતના જીલ્લામાં દીપડા વસવાટ કરે છે. જંગલ નજીક આવેલા ગામડાઓમાં દીપડાના આંટાફેરાથી લોકોમાં ફફડાટ ફેલાઈ જાય છે. નસીલપોર ગામમાં બે દિવસ અગાઉ રાત્રિના સમયે દીપડાએ રહેણાંક વિસ્તારમાં ઘૂસી આતંક મચાવ્યો હતો. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને (Forest Department) દીપડો રેસ્ક્યુ કરવામાં સફળતા ન મળતા દીપડાએ ઘર નજીક કેટલાક લોકો પાછળ દોડતા હુમલો કરતા જોવા મળ્યો હતો, આ ઘટનાનાં સીસીટીવી સામે આવતા કેટલાક ઘાયલ થયાનું જાણવા મળ્યું હતું.
થોડા સમય અગાઉ રાજકોટમાં ગ્રામ્ય વિસ્તારમાં દીપડાએ વાછરડાનું મારણ કર્યાની ઘટના સામે આવી હતી. આ બનાવની વનવિભાગને જાણ કરવામાં આવી હતી. જીવાપર ગામમાં બાબુભાઈ મેરના વાડામાં દીપડો ત્રાટક્યો હતો અને વાછરડાનો શિકાર કર્યો હતો. પશુના મારણથી અને ગામમાં દીપડો હોવાની જાણ થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ભાવનગરમાં પાલિતાણાના રાજવાડી વિસ્તારમાં દીપડાએ ગત રાત્રિએ 12 ઘેટાને ફાડી ખાધા હતા. રહેણાંક વિસ્તારમાં દીપડાના આતંકથી સ્થાનિકો ભયભીત થયા હતા. જેમાં રોજગારી પર નિર્ભર માલધારીઓને પ્રાણીના આતંકથી ઘણું નુકસાન થયું હતું.
અગાઉ ડિસેમ્બરમાં પણ રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાએ મારણ કર્યું હતું. ડિસેમ્બરમાં નવાગઢ રેલ્વે સ્ટેશન નજીક દીપડાએ વાછરડાનું મારણ કર્યું હતું. ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત શહેરી વિસ્તારમાં પણ દીપડાના પંજાના નિશાન મળ્યા હતા. રાજકોટમાં દીપડાની દહેશતને પગલે લોકોમાં ડરનો માહોલ છવાયો છે. ગ્રામજનોનું કહેવું છે કે દીપડો હોવાનું માલૂમ પડતા નાના બાળકોને લઈને તેમની ચિંતામાં વધારો થયો છે. ઘર બહાર બાળકોને એકલા રમતા તેમજ શાળાએ જતી વખતે પણ ધ્યાન રાખવું પડશે. દીપડાની આંશકાએ મહિલાઓ અને બાળકોની સુરક્ષાને લઈને ગ્રામજનોની ચિંતા વધી છે. જો કે જીવાપર ગામના લોકોએ વનવિભાગને જાણ કરી છે અને અધિકારીઓ સમગ્ર બાબતની તપાસ કરશે.
આ પણ વાંચો:જૂનાગઢમાં દીપડાના હુમલાથી આધેડનું મોત
આ પણ વાંચો:રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાએ કર્યું મારણ, વન વિભાગને કરાઈ જાણ
આ પણ વાંચો:ભાવનગરમાં દીપડાનો કહેર, 12 ઘેટાને ફાડી ખાધા
