Vadodara News/ કરજણમાં ઘરઘંટીમાં છુપાવેલો અને બાઇક પર લઈ જવાતો ગાંજો ઝડપાયો, 2 શખ્સ પકડાયા

Karjan: વડોદરાના કરજણમાં ઘરઘંટીમાં છુપાવેલો અને બાઇક પર લઈ જવાતો ગાંજો ઝડપાયો, SOG અને કરજણ પોલીસે 2 શખ્સને પકડી ગુનો નોંધ્યો

Gujarat Vadodara Breaking News
Karjan

Vadodara News: વડોદરા જિલ્લાના કરજણ (Karjan)માં નવા બજાર વિસ્તારના એક ઘરમાં ઘરઘંટીમાં છુપાવેલો તેમજ બાઇક પર ગાંજાનો જથ્થો લઈ જતા કુલ બે શખ્સોને ગઈ રાત્રે ઝડપી પાડવામાં આવ્યા છે.

Karjan:બાઇક પર ગાંજો લઈ જતો શખ્સ ઝડપાયો

પ્રાપ્ત માહિતી મુજબ પાદરા (Padra) તાલુકાના અભોર ગામનો રહીશ મહેન્દ્રસિંહ ઉર્ફે લાલો નાનસિંહ જારીયા બાઇક પર ગાંજાનો જથ્થો લઈને કરજણથી અભોર તરફ જઈ રહ્યો હોવાની બાતમી મળતાં જિલ્લા એસઓજી (SOG) પોલીસે રોડ પર વોચ ગોઠવી હતી. બાતમી મુજબની બાઇક પસાર થતાં તેને રોકી તપાસ કરતા થેલામાંથી 1 કિલો 980 ગ્રામ ગાંજો મળ્યો હતો. પોલીસે ગાંજો, બાઇક અને એક મોબાઇલ કબજે કરી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઘરઘંટીમાંથી 2 કિલો ગાંજો મળ્યો

અન્ય બનાવમાં કરજણના નવાબજાર વિસ્તારની હીરાબાગ સોસાયટીમાં રહેતો કાલુ વલીમહંમદ પઠાણ ઘરમાં ગાંજો રાખી છૂટક વેચાણ કરતો હોવાની માહિતીના આધારે કરજણ પોલીસે (Karjan Police) ગઈ રાત્રે દરોડો પાડ્યો હતો. તિજોરી પાસે મૂકેલી ઘરઘંટી તપાસતાં તેમાંથી બદામી રંગની સેલોટેપ લગાવેલું ગાંજાનું પેકેટ મળ્યું હતું. પોલીસે આશરે 2 કિલો ગાંજો, મોબાઇલ સહિત કુલ રૂ. 1.10 લાખનો મુદ્દામાલ કબજે કરી તેની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.


આ પણ વાંચો: અમદાવાદમાં ગાંજાના આરોપીઓ સામે તંત્રની કાર્યવાહી, સરકારી જમીન પરનાં મકાનો તોડી પડાયાં

આ પણ વાંચો: સુરતમાં ડ્રગ્સ સામે મેગા ડ્રાઈવ: 24 કલાકમાં 17 કેસ, 22 આરોપીઝડપાયા; 72 કિલો ગાંજો અને MD ડ્રગ્સ જપ્ત

આ પણ વાંચો: ધ્રોલ પોલીસનો દારૂ માફિયાઓ પર સપાટો! 72 હજાર બોટલ ભરેલી ટ્રક ઝડપાઈ, ₹82 લાખનો મુદ્દામાલ જપ્ત