Chotila News : સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પાસે પોલીસે દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ટ્રકમાંથી 34,800 બીયર ટીન મળી આવ્યાં હતાં, જે 1,450 પેટી જેટલા થાય છે. બીયરના આ જથ્થાની કિંમત રૂ. 43.50 લાખ આંકવામાં આવી છે. પોલીસે ટ્રક સહિત કુલ રૂ. 58.55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે (Beer Seized).
અમદાવાદ-ચોટીલા હાઇવે પર પોલીસની વોચ
પોલીસે અમદાવાદ-ચોટીલા હાઇવે (Ahmedabad-Chotila Highway)પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ ટ્રકને રોકીને તપાસ કરતાં તેમાંથી બીયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ચોટીલા (Chotila) નજીક કરાયેલી આ કાર્યવાહીમાં પોલીસે જથ્થો જપ્ત કર્યો હતો.
રાજસ્થાનના ટ્રક ડ્રાઇવરની ધરપકડ
પોલીસે ટ્રકના ડ્રાઇવરની ધરપકડ (Truck Driver Arrested) કરી છે. ડ્રાઇવર રાજસ્થાનનો રહેવાસી હોવાનું જણાવાયું છે. પોલીસે ટ્રક સહિત રૂ. 58.55 લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે.
માલ મોકલનાર અને ટ્રકમાલિકની શોધખોળ
પોલીસ તપાસમાં માલ મોકલનાર તરીકે શ્રવણ જાટનું નામ સામે આવ્યું છે, જ્યારે ટ્રકમાલિક તરીકે પુખરાજ વિશ્નોઇનું નામ ખુલ્યું છે. પોલીસે બંનેની શોધખોળ શરૂ કરી છે. આ મામલે ચોટીલા પોલીસ સ્ટેશન (Chotila Police)માં ગુનો નોંધાયો છે. દારૂની હેરાફેરી (Liquor Smuggling)ના આ નેટવર્ક અંગે વધુ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: ધ્રોલ પોલીસનો દારૂ માફિયાઓ પર સપાટો! 72 હજાર બોટલ ભરેલી ટ્રક ઝડપાઈ, ₹82 લાખનો મુદ્દામાલ જપ્ત
આ પણ વાંચો: જામનગરમાં ચાર સ્થળેથી વિદેશી દારૂની 64 બોટલ કબજે, 3 શખ્સો ઝડપાયા, એક ફરાર
આ પણ વાંચો: Mantavyanews
