Food Recipe: શિયાળામાં ગરમાગરમ ગાજરનો હલવો (Carrot Halwa Recipe) ખાવો વળી કોને પસંદ ન હોય? પણ જ્યારે કલાક સુધી ગાજર છીણવાની અને કડાઈમાં પકાવવાની વાત આવે છે ત્યારે મન પાછું પડી જાય છે! વળી કેટલાયે લોકો કૂકરમાં સીટી લગાવીને બનાવે છે જેથી ગાજર વધુ ગળીને ચીકણા થઈ જાય છે. આજે અહિં તમારા માટે એક અત્યંત આસાન અને નવી જ રીત લઈને આવ્યા છીએ જેમાં ન તો ગાજર છીણવાની ઝંઝટ છે કે ન તો કૂકરમાં સીટી લગાવવાની! આ પદ્ધતિથી જો બનાવશો તો ગાજરનો હલવો દાણેદાર (Danedar Gajar Halwa, Winter Recipe) પણ રહેશે અને સ્વાદ પણ તદ્દન પારંપરિક હલવા (Traditional Dish) જેવો જ આવશે! તો ચાલો જોઈ લઈએ એની નવીન તરેહની રેસિપી…
શિયાળાની ઋતુમાં આવતા તાજા ગાજરનો સ્વાદ અલગ જ હોય છે. આપણે આપણા આહારમાં ગાજરને ઘણી રીતે સામેલ કરી શકીએ છીએ. ગાજરમાંથી અનેક પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકાય છે. ગાજરનો હલવો એ ઠંડીની મોસમમાં સૌથી પ્રિય મીઠાઈઓમાંની એક છે. શિયાળાની ઋતુ આવતાની સાથે જ આપણામાંથી મોટાભાગના લોકો તેને ઘરે બનાવવાનું પસંદ કરે છે. જો કે, ગાજરનો હલવો પરંપરાગત રીતે કઢાઈમાં તૈયાર કરવામાં આવે છે. તે ઘણો સમય લે છે, પરંતુ જો તમે પણ તેને ઓછા સમયમાં ઘરે બનાવવા માંગો છો, તો ચાલો જાણીએ કેવી રીતે…
ઠંડીની ઋતુમાં ગાજરનો હલવો (Carrot Halwa Recipe) ખાવા જેવો સ્વાદ અન્ય કોઈ ઋતુમાં જોવા મળતો નથી. જો તમને પણ ગાજરનો હલવો ગમે છે પરંતુ તેને પીસવામાં કલાકો લાગી જશે એવું વિચારીને ન બનાવતા હો, તો અમે તમારા માટે એક શાનદાર વિકલ્પ લાવ્યા છીએ. આજે અમે તમારા માટે ગાજરનો હલવો બનાવવાની ખૂબ જ સરળ રીત લાવ્યા છીએ. આમાં તમારે ગાજરને છીણવાની જરૂર નહીં પડે અને તેનો સ્વાદ એવો છે કે દરેક તમને આ હલવો બનાવવાનું કહેશે. આવો, અમે તમને જણાવીએ કે આ રેસિપી કેવી રીતે બનાવવી? જાણો ગાજરનો હલવો બનાવવાની સરળ રીત…
શી રીતે બનાવશો ગાજરનો હલવો? (Carrot Halwa Recipe)
ગાજરનો મજેદાર હલવો બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
1 કિલો તાજા ગાજર
500 મિલીલીટર ફૂલ ક્રીમ દૂધ
3-4 મોટી ચમચી દેશી ઘી
1/2 થી 3/4 કપ જેટલી ખાંડ
100 ગ્રામ દૂધનો માવો
1/2 નાની ચમચી ઈલાયચી પાવડર
2-3 મોટી ચમચી સમારેલા બદામ, કાજુ અને કિશમિશ

બનાવવાની વિધિ
1. ગાજર (Carrot)ને સારી રીતે ધોઈને છોલી લેવા. એને છીણવાની જગ્યાએ નાના-મોટા ગોળ-ગોળ ટુકડા કે ક્યુબ્સમાં સમારી લેવા. આમ કરવાથી સમયની ઘણી બચત થાય છે અને ગાજર ચડી ગયા પછી આસાનીથી મૅશ થઈ જાય છે.
2. હવે એક ભારે તળીયાવાળી કડાઈમાં કે પૅનમાં 1 મોટો ચમચો દેશી ઘી (Desi Ghee) ગરમ કરવું. એમાં સમારેલા ગાજર ઉમેરવા અને 2-3 મિનિટ શેકવા પછી ઢાંકીને ધીમા તાપે 12-15 મિનિટ ચડવા દેવા. વચ્ચે-વચ્ચે ચલાવતા રહેવું જેથી ગાજર તળીયે ચોંટે નહિં!
3. ગાજર જ્યારે નરમ થઈ જાય ત્યારે એને પોટેટો મૅશર અથવા કડછીની મદદથી હળવા મૅશ કરી લેવા. ધ્યાન રાખવું કે એને ચટણીની જેમ મૅશ નથી કરવાના પણ હળવા દાણેદાર રહેવા દેવાના છે.
4. હવે મૅશ કરેલા ગાજરમાં ફૂલ ક્રીમ દૂધ (Full Cream Milk) ઉમેરવું અને મધ્યમ તાપે ચડવા દેવા. વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું અને ગાજર સારી રીતે દૂધમાં ભળીને લચકો ન બની જાય ત્યાં સુધી ચડવા દેવું.
5. આ સ્ટેજ પર ખાંડ ઉમેરવી. ખાંડ ઓગળતાં જ મિશ્રણ ફરીથી થોડું પાતળું બની જશે પણ એને સતત હલાવતા રહીને લચકાપડતું બને ત્યાં સુધી પકાવી લેવું. હવે એમાં છીણેલો દૂધનો માવો (Milk Mawa) મિક્સ કરવો.
6. એક નાના પૅનમાં ઘી ગરમ કરીને એમાં કાજુ, બદામ અને કિશમિશ (Dry Fruits)ને હળવા સોનેરી થાય ત્યાં સુધી શેકવા અને હલવામાં આ સૂકા મેવાનું મિશ્રણ, ઘી તથા ઈલાયચી પાવડર મિક્સ કરી દેવો.
7. આ હલવાને હજુ 3-4 મિનિટ સુધી ધીમા તાપે શેકી લેવો અને ઘી અલગ થાય ત્યારે ગૅસ બંધ કરી દેવો.
તો તૈયાર છે તમારો ડ્રાયફ્રુટ અને માવાથી ભરપૂર ગાજરનો સ્વાદિષ્ટ હલવો (Carrot Halwa Recipe)…જેનો સ્વાદ તમને પરંપરાગત ગાજરના હલવા જેવો જ લાગશે!
આ પણ વાંચો:
આ પણ વાંચો: દુનિયામાં કેવળ એક જ સ્થળે મળશે આ મીઠાઈ…ગુજરાતના સુરતની ફેમસ ઘારી…ઘરે ટ્રાય કરો રેસિપી!
આ પણ વાંચો:
