Usa News : અમેરિકાના મિસિસિપીના દરિયાકાંઠે એક હૃદયદ્રાવક વિમાન દુર્ઘટના (America Plane Crash)સર્જાઈ છે. હોર્ન આઇલેન્ડ (Horn Island)નજીક મંગળવારે બપોરે એક નાનું વિમાન સમુદ્રમાં ખાબકતાં તેમાં સવાર તમામ છ લોકોનાં મોત થયાં છે. મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. અમેરિકન કોસ્ટ ગાર્ડે શોધખોળ અને બચાવ કામગીરી બાદ તમામ છ લોકોનાં મોતની ((Six Dead))પુષ્ટિ કરી છે. અકસ્માત બાદ ડાઇવર્સે દરિયાની અંદર વિમાનના કાટમાળમાંથી મૃતદેહો બહાર કાઢ્યા હતા.
અમેરિકામાં Plane Crash, બે બાળકો સહિત 6નાં મોત
અમેરિકન કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર, દુર્ઘટનાગ્રસ્ત વિમાન સેસના સેન્ટુરિયન 210 (Cessna 210) હતું. તેમાં ચાર પુખ્ત વયના લોકો અને 8થી 10 વર્ષની ઉંમરનાં બે બાળકો સવાર હતાં. મંગળવારે બપોરે આશરે 3:45 વાગ્યે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)નો વિમાન સાથેનો સંપર્ક અચાનક તૂટી ગયો હતો.
વિમાનનો સંપર્ક તૂટતાં જ કોસ્ટ ગાર્ડને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ દરિયામાં શોધખોળ અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે, આ દુર્ઘટનામાં કોઈને બચાવી શકાયા નહોતા.
દરિયામાંથી મળી આવ્યા તમામ છ મૃતદેહ
અકસમાત બાદ બચાવ ટુકડીઓને ઘટનાસ્થળેથી ત્રણ લાઇફ જેકેટ, એક લાઇફ રાફ્ટ અને વિમાનની કેબિન મળી આવી હતી. ત્યારબાદ મિસિસિપી ડિપાર્ટમેન્ટ ઓફ મરીન રિસોર્સિસ (MDMR)ના ડાઇવર્સે દરિયાની અંદર વિમાનના કાટમાળની તપાસ શરૂ કરી હતી.
આ શોધખોળ દરમિયાન વિમાનમાં સવાર તમામ છ લોકોના મૃતદેહ (Six Dead)મળી આવ્યા હતા. તમામ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા બાદ કોસ્ટ ગાર્ડે સર્ચ ઓપરેશન પૂર્ણ જાહેર કર્યું હતું.
ન્યૂ ઓર્લિયન્સથી ફ્લોરિડા જઈ રહ્યું હતું વિમાન
પ્રાથમિક ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા અનુસાર, સેસના 210 વિમાન ન્યૂ ઓર્લિયન્સથી ફ્લોરિડાના ફોર્ટ માયર્સ તરફ જઈ રહ્યું હતું. ઉડાન ભર્યાના આશરે 30 મિનિટ બાદ વિમાન મિસિસિપીના (Mississippi Plane Crash)પસ્કાગૌલાથી દક્ષિણ તરફ લગભગ 8,800 ફૂટની ઊંચાઈએ ઉડી રહ્યું હતું.
જોકે, ત્યારબાદ વિમાન અચાનક નીચેની તરફ આવવા લાગ્યું હતું. થોડી જ વારમાં તે દરિયામાં ખાબક્યું હતું. વિમાન સાથેનો સંપર્ક તૂટી જતાં દુર્ઘટનાની ગંભીરતા સામે આવી હતી.
પ્રતિ મિનિટ 18 હજાર ફૂટની ઝડપે નીચે આવ્યું વિમાન
ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ Flightradar24ના ડેટા અનુસાર, અકસ્માત પહેલાં વિમાન અત્યંત ઝડપે નીચે આવી રહ્યું હતું. તેની નીચે આવવાની ઝડપ પ્રતિ મિનિટ આશરે 18,000 ફૂટ નોંધાઈ હતી. તે સમયે વિમાનની ગતિ 200 માઇલ પ્રતિ કલાકથી પણ વધુ હતી.
આટલી ઝડપે વિમાન નીચે આવતાં દુર્ઘટના (America Plane Crash)સર્જાઈ હતી. જોકે, વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી કે અકસ્માત પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર હતું તે હજુ સ્પષ્ટ થયું નથી. દુર્ઘટનાનું ચોક્કસ કારણ જાણવા સંબંધિત એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવે તેવી શક્યતા છે.
